Entertainment

Thalaiva : સુપરસ્ટાર રજનીકાંતને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ : કેન્દ્રીય મંત્રી જાવડેકરે કરી જાહેરાત

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સિવશ્રેષ્ઠ ગણવામાં આવતો એવો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે. 

થલાઈવા : 5 દાયકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે સુપરસ્ટાર રજનીકાંત

પ્રકાશ જાવડેકરે (PRAKASH JADEKAR) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે – ‘અમને ખુશી છે કે દેશના તમામ ભાગના ફિલ્મ સર્જકો, કલાકારો, અભિનેત્રીઓ, ગાયકો, સંગીતકારોને સમય સમય પર દાદાસાહેબ ફાળકે એવોર્ડ (DADA SAHEB AWARD) મળ્યો છે. આજે, આપણે મહાન નાયક સાઉથના સુપરસ્ટાર (SOUTH SUPERSTAR) એવા રજનીકાંત (RAJNIKANT)ને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર કરવામાં ખૂબ જ ખુશ છીએ. રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે સાથે જ પોતાના ફેન્સ માટે મેહનત કરી લોકોનું મનોરંજન પણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. 

“5 લોકોની જૂરી દ્વારા સર્વાનુમતે લેવાયો ઐતિહાસિક નિર્ણય “

‘આ વર્ષે પસંદગી જૂરીએ આ મહત્વનું કાર્ય કર્યું છે. આ જૂરીમાં આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘાઇ, આ પાંચ ન્યાયાધીશોએ એક બેઠક યોજી હતી અને મહાન અભિનેતા રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની ભલામણ કરી હતી. 

પ્રકાશ જાવડેકરે વધુમાં કહ્યું કે, ‘રજનીકાંતે તેમની પ્રતિભા, મહેનત અને સમર્પણથી આ સ્થાન લોકોના હૃદયમાં પ્રાપ્ત કર્યું છે. આ તેમનો હક છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ મહત્વપૂર્ણ છે કારણ કે દાદા સાહેબ ફાળકે 1913 માં પહેલુ પતચિત્ર રાજા હરીશચંદ્ર બનાવ્યુ હતું. હરીશચંદ્ર સિનેમા પછી, આ પ્રથમ મહર્ષિ કહેવાતા દાદાસાહેબ ફાળકેનું મૃત્યુ થયું હતું જેથી આ પછી, આ એવોર્ડ તેમના નામ પર રાખવામાં આવ્યો અને આજદિન સુધી આ એવોર્ડ 50 વખત આપવામાં આવ્યો છે.

રજનીકાંતની પ્રખ્યાત ફિલ્મ

રજનીકાંતે એક કરતા વધારે ફિલ્મ કરી છે. દક્ષિણથી બોલિવૂડ સુધી તે સતત નવા નવા અવતાર નવા નવા રૂપમાં આવતા રહ્યા છે. રજનીકાંતની પ્રખ્યાત ફિલ્મો વિશે વાત કરીએ તો લિસ્ટ ઘણી લાંબી છે પણ મોખરે ગણાતી ફિલ્મોમાં દરબાર, 2.0, ધ રોબોટ, ત્યાગી, ચાલબાઝ, અંધા કાનૂન, કબાલી, ખુન કી લોન, દોસ્તી દુશ્મની, ન્યાય, શિવાજી ધ બોસ વગેરેનો સમાવેશ કરી શકાય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top