SURAT

સુરત : દાંડી યાત્રા દરમિયાન છાપરાભાઠા ગામે ગાંધીજીએ આપેલા ભાષણના અંશ

સુરત: 1 લી એપ્રિલ,1930માં પૂજ્ય ગાંધીજી (MAHATMA GANDHI) દાંડી યાત્રા (DANDI MARCH) દરમિયાન છાપરાભાઠા (SURAT) આવ્યા એ સમયે ગામની વસ્તી 750ની હતી, પરંતુ ગાંધીજીને રૂબરૂ નિરખવા અને સાંભળવા માટે છ હજાર લોકો (THOUSANDS OF PEOPLE) એકઠાં થયા હતા. આગલા દિવસે દેલાડમાં સોમવાર હોવાથી ગાંધીજીનો મૌનવાર હતો. જેના બીજા દિવસે મંગળવારે ગાંધીજીનું છાપરાભાઠા ગામમાં આગમન થયું હતું. ગામમાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, ખુરશેદ બહેન તેમજ મૃદુલાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

લોકો આપ મેળે શક્તિ પ્રમાણે કામ કરતા થઈ જાય તો સ્વરાજ માટેની શક્તિ આપોઆપ ઉત્પન્ન થઈ જાય: મહાત્મા ગાંધીજી

બારડોલી (BARDOLI) એ દુ:ખ સહન કરીને માગ્યું મેળવ્યું અને ચોર્યાસીને વિના પ્રયત્ન મળી ગયું. એટલે ચોર્યાસીએ વ્યાજ સાથે ઋણ ચૂકવવું જોઈશે. હું જોઉં છું કે બે ત્રણ દિવસથી હવા બદલાઈ ગઈ છે, પણ કયારેક નિરીક્ષણ કરૂં છું, તો આવા ઉત્સાહી ગામમાં પણ એક રેંટિયો (RENTIYO) નથી. એક મળ્યો તે માંડ સાંજે કરી શકાય એવો, એટલે મેં શરત કરી કે કોઈ માથે કે ખભે મૂકીને પાસેના ગામથી રેંટિયો લઈ આવે તો આ ગામમાં તે રેટિયા ઉપર કાંતવા તૈયાર છું.

એટલે એક સ્વયંસેવક દોડ્યો અને પાટીદાર આશ્રમમાંથી રંટિયો લઈ આવ્યો. એ રેંટિયા ઉપર કાંત્યા વિના કેમ જ ચાલે ? હમણાં જ એના ઉપર કાંતીને આવ્યો છું, પણ કરૂણ કથા એ છે કે આવા ગામમાં પણ રેંટિયો ન હોય એવું જર્જરિત કામ આપણે કરીએ તો સરદાર ન છૂટે. સ્વરાજનાં ઘણાં અંગ છે. આપણે ગાઈએ છીએ કે “સૂતરને તાંતણે સ્વરાજ’ પણ એમ ગાવાથી સ્વરાજ થોડું મળવાનું હતું ? એ તો તાંતણા કાઢીએ ત્યારે મળે.

આ રેંટિયાનું તો મેં ઉદાહરણ આપ્યું પણ એવું દારૂનું કામ પડેલું જ છે. ત્રીજી વાત અમદાવાદની બહેનોએ કચરો કાઢી ગામડાં સાફ કરવાની શીખવી તે છે. આપણામાં કચરો ખૂબ ભરાયો છે, તેથી આપણે સ્વરાજનો મંત્ર ભૂલી ગયા છીએ. એ કાઢતાં આપણે સમાજના અને હૃદયના મેલ કાઢીશું.

આ ગામમાં નાનાં નાનાં બાળકોએ આટલી સ્વચ્છતા કરી મૂકી, તો આજે અહીં આટલા બધા માણસ બેસી શક્યાં છે. કીમ નદી ઉપર લોકોએ રાત દિવસ મહેનત કરીને વિના ખર્ચે પૂલ બાંધ્યો, એમ લોકો આપ મેળે શક્તિ પ્રમાણે કામ કરતા થઈ જાય તો સ્વરાજ માટેની શક્તિ પેદા થઈ જાય,

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top