Vadodara

તરસાલી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાએ 3 જણાનો ભોગ લીધો

વડોદરા: તરસાલી પાણીની ટાંકી નજીક આવેલી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાને કારણે ત્રણ મોત થયા છે. જયારે સાત વ્યક્તિ હજી સુધી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોસાયટીમાં એકસાથે સંખ્યાબંધ રહિશો કોરોનાની લપેટમાં આવી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. હજી સુધી મહાનગર પાિલકાનું આરોગ્ય તંત્ર ઉંઘમાં છે.

તરસાલી સોમાતળાવ રીંગ રોડ પર પાણીની ટાંકી નજીક આવેલી કપિલેશ્વર સોસાયટીમાં એક ગ્રુપ વડતાલ ખાતે સ્વામીનારાયણ મંિદરમાં જઈ આવ્યા હતા. ત્યારબાદ અહીંના દસથી પંદર જેટલી વ્યક્તિ કોરોનાની લપેટમાં આવી ગયા હતા. જેમાં કેટલાક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહયા છે.

જે પૈકી ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિલારભાઈ સાવંતનું સૌ પ્રથમ મોત નિપજયું હતું. તેના ચાર દિવસ બાદ તરત જ મહાનગર પાિલકાના લાલબાગ સ્વિમિંગપુલ ખાતે ફરજ બજાવતા પૂર્વ અિધકારી લલિત પટેલનું મોત નિપજયું હતું. જેઓ ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

લલિત પટેલના મૃત્યુના બીજા જ દિવસે સ્પંદન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને તરસાલી આઈટીઆઈ ખાતે ફરજ બજાવતા રમેશભાઈ પટેલનું મોત િનપજતા ભારે હાહાકાર મચી ગયો હતો. સાથ ગમગીનીનું વાતાવરણ ફેલાયેલું છે.

છેલ્લા છ િદવસથી કપિલેશ્વર સોસાયટીમાં કોરોનાની લપેટમાં હોવા છતાં મહાનગર પાિલકાનું આરોગ્ય ખાતું હજી સીધી સોસાયટીને સેનેટાઈઝ કરવા કે દવાનો છંટકાવ કરવાની તસદી નથી.

શહેરમાં વધુ 376 વ્યક્તિ કોરોના પોઝિટિવ : સરકારી એક મોત

વડોદરા : કોરોનાં પોઝિટિવના શુક્રવારે વધુ 376 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 29,156 ઉપર પહોંચ્યો છે.જ્યારે શુક્રવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે એક મરણ નોંધાતા મોંતની સંખ્યા 252 પર પહોંચી હતી. શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા વડોદરાની મુલાકાત લેય તે પૂર્વે જ કોરોનાંની ગતી ધીમી પડી હતી.

શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,461 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 376 પોઝિટિવ અને 5,085 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 2,130 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જેમાં 1,860 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 270 દર્દીઓની હાલત ગંભીર છે.જેમાં ઓક્સિજન ઉપર 171 અને 99 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 6,885 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 210 વ્યક્તિઓને રજા અપાઈ છે.

આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 26,774 ઉપર પહોંચી હતી. શુક્રવારે લેવાયેલા સેમ્પલમાં પાલિકા બુલેટિન મુજબ બાપોદ, કિશનવાડી, સુદામાપુરી, આજવા રોડ, વારસિયા, ફતેગંજ, કારેલીબાગ, નવાપુરા, પાણીગેટ, નવાયાર્ડ, નિઝામપુરા, સમા, શિયાબાગ, દાંડિયા બજાર, અભિલાષા ચાર રસ્તા, છાણી, વાઘોડિયા રોડ, તરસાલી, તાંદલજા, અટલાદરા, ગોત્રી, ગોરવા, દિવાળીપુરા, ગોકુલ નગર અને વડસર માંથી કોરોનાં પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે ગ્રામ્યમાં મંજુસર, તડિયાપુર, સંધાસર, પોર, ભાદરવા, ઇંટોલા, પાંડુ રાજનગર, લીમડી, પાદરા અર્બન,વડુ અને ડબકા માંથી કોરોનાંના કેસો નોંધાયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top