તંત્રના કારણે રામનાથ સ્મશાન અને તળાવની દયનિય હાલત

       વડોદરા: શહેરમાં વાડી વિસ્તારમાં આવેલું રામનાથ સ્મસાન અને રામનાથ તળાવની હાલત તંત્રની ઉપેક્ષાને કારણે કફોડી બની છે. ત્યારે વિસ્તારમાં સામાજીક કાર્યકર્તા અને આરટીઆઇ એક્ટીવીસ્ટ પંકજ દવેએ તંત્ર પર આ બાબતે ઉદાસીનતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી સ્મશાન અને તળાવના નવીનીકરણની માંગ કરી છે.

વડોદરા મહાનગર પાલિકાનું ખાડે ગયેલા તંત્રનાં અતિ સ્માર્ટ શાસકો શહેરને સ્માર્ટ બનાવવાની કોડમાં આંધળી દોટ મૂકી રહ્યા છે જેને કારણે શહેરના સ્માર્ટ વિસ્તારો વધુ સ્માર્ટ બની રહ્યો છે. અને જે વિસ્તારોને ખરેખર પાયાની સુવિધાઓની જરૂર છે ત્યાં આવા સ્માર્ટ શાસકો ઉદાસીનતા દાખવી રહ્યા છે. શહેરનો દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલું ગાયકવાડી શાસનનું રામનાથ સ્મશાન અને તળાવ એનો ઉત્તમ નમૂનો છે.

રામનાથ સ્મશાન વિશે વાત કરતા વાડી વિસ્તારનાં સ્થાનિક સામાજીક વાત કરતા વાડી વિસ્તારના સ્થાનિક સામાજીક કાર્યકર્તા અને આરટીઆઇ એક્ટિવીસ્ટ પંકજ દવે જણાવે છે કે સ્મશાનમાં સુવિધાના નામે મીંડુ છે. સ્મશાનમાં મૃતકોની અંતિમ વીધી માટે આવતા પરિવારજનોને પ્રાથમિક સુવિધાઓના અભાવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્મશાનમાં કાલ 14 ચિતાઓ છે. જેને કારણે કેટલીક વખત અંતિમ ક્રિયા માટે લવાતા મૃતદેહોની સંખ્યા વધારે હોય ત્યારે ચિતાઓના અભાવે અન્ય મૃતદેહોની અંતિમ વીધી માટે રાહ જોવાની ફરજ પડે છે.

સ્મશાનમાં એકમાત્ર ગેસ ચિતા છે. જે બંધ હાલતમાં છે. પંકજ દવે દ્વારા આ અંગે આરટીઆઇ કરાઇ હતી. જેમાં વર્ષ 2017-2018માં ગેસ ચિતાનાં સમારકામ માટે તંત્ર દ્વારા 4,52,685 રૂપિયાનો આંધળો ખર્ચ કરાયો હતો. જેમાં ભ્રષ્ટાચારની બૂ આજદિન સુધી અકબંધ જણાઇ આવે છે.

કારણકે ગેસ ચિતા પાછળ ખર્ચ કર્યા પછી પણ સ્મશાનમાં ગેસ ચિતા માટે નથી વિજળીનો સપ્લાય અપાયો કે નથી ચિમની બનાવાઇ સમારકામ બાદ પણ ગેસ ચિતા આજે સળિયાની જાળી પાછળ બંધ છે. હાલ શહેરનાં પૂર્વ વિસ્તારમાં માત્ર આ એકજ ગેસ ચિતા ધરાવતું સ્મશાન છે.

હાલ કોરોનાની વણસતી સ્થિતિને કારણે જો ભવિષ્યમાં મૃત્યુ આંક વધે તો અંતિમ ક્રિયા માટે કલાકો સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ સજાર્ય જે માટે આ ગેસ ચિતા વહેલી તકે ચાલુ થાય તેવી માંગ ઉઠી છે. વળી મૃતદેહનાં અંતિમવીધી માટે પરિવારજનો એ લાકડા-છાણાનાં રૂપિયા 1200 ચુકવવાના હોય છે.

પરંતુ હાલ કોરોના મહામારી અને બેરોજગારીના સમયમાં પરિવારજનો ક્ષોભજનક સ્થિતિમાં ન મુકાય એ માટે ગેસ ચિતામાં વિના મુલ્યે મૃતકોનો અંતિમ સંસ્કાર થાય તો ગરીબ અને સામાન્ય માણસને રાહત થાય આ ઉપરાંત સ્મશાનમાં ટોયલેટ બાથરૂમની નહિવત કહી શકાય એટલી વ્યવસ્થા છે. પરંતુ એમાં પણ નિયમિત સાફ સફાઇ થતી નથી. જેને કારમે સ્મશાનમાં મૃતદેહનાં અંતિમવીધી માટે આવેલા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.

રામનાથ સ્મશાનની બરાબર અડીને ગાયકવાડી શાસનનું અને નવનાથો પૈકીનો પ્રથમ રામનાથ મંદિર વચ્ચે તળાવ આવેલું છે. આ તળાવમાં પહેલા લોકો સ્મશાનમાં અંતિમવીધી બાદ સ્નાન કરતાં તેમજ મૃતકોનાં પીંડદાન કરી પીંડ આ તળાવમાં વિસર્જીત કરતા તેમજ બાજુમાં કબ્રસ્તાન આવ્લું છે.

કબ્રસ્તાનમાં પણ અંતિમવીધી સમયે મુસ્લિમ સમાજમાં લોકો હાથ પગ ધોવા આવતા હતા. પરંતુ રેઢિયાળ તંત્રના પાપે આ તળાવ આજે મચ્છર ગંદકીની ફેક્ટરીમાં ફેરવાઇ ગયું છે. તેમજ સ્મશાનમાં અગાઉ અંતિમવીધી બાદ નિકાલ માટેની વ્યવસ્થા ન કોઇ સ્મશાનથી રાખ તળાવમાં ઠાલવાતાં તળાવ દિવસે દિવસે પુરાંતુ ગયું આજે આ તળાવ પણ સ્માર્ટસીટી અંતર્ગત નવીનીકરણ ઝંખી રહ્યું છે.

તળાવ અંગે પંકજ દવે એ વડોદરા મહાનગર પાલિકા વિરૂધ્ધ સીઆરપીસી 133 અંતર્ગત સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોર્ટનાં આદેશ બાદ પણ તંત્રએ તેમજ સ્થાનિક નગર સેવકો દ્વારા આંખ આડા કાન કરાયા હોવાનાં આક્ષેપો ઉઠ્યા છે. તંત્ર અને નિંદ્રાધીન સ્થાનિક નગર સેવકોને અનેક રજૂઆત બાદ પણ નિરાકરણ નહિ આવતા રાજ્યનાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઇ હતી. જેના પરિણામ થકી તંત્ર દ્વારા માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી સંતોષ માન્યો હતો.

Related Posts