Sports

T-20 વર્લ્ડકપ: ભારત-પાકિસ્તાનની મેચનો બાળકોમાં જબરદસ્ત ક્રેઝ, બધી ટિકિટ વેચાઈ ગઈ

મેલબોર્ન: T20 વર્લ્ડ કપ 2022  માં હજુ એક મહિનો બાકી છે, પરંતુ તેના આયોજનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ICCએ પણ આ મોટી ટૂર્નામેન્ટની ટિકિટ વેચવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન સમાચાર છે કે ભારત અને પાકિસ્તાન (India Paksitan Cricket Match) વચ્ચેની હાઈવોલ્ટેજ મેચની તમામ ટિકિટો (Ticket) વેચાઈ (Sell) ગઈ છે. આ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. એશિયા કપ 2022 બાદ હવે આ બંને ટીમો T20 વર્લ્ડ કપમાં પણ સામસામે ટકરાશે. ICC દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્ટેન્ડિંગ રૂમ સિવાય આ મેચની અન્ય તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. 

T20 વર્લ્ડ કપ 2022 16 ઓક્ટોબરથી શરૂ થશે
T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં પહેલા ક્વોલિફાયર રાઉન્ડ રમાશે. ICC દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે વધુ ટિકિટ ઉપલબ્ધ હોવાના કિસ્સામાં, ચાહકોને વેઇટિંગ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી પછી જો ટિકિટ ઉપલબ્ધ હોય, તો તેને ચાહકોમાં વેચી શકાય. ક્વોલિફાયર રાઉન્ડ બાદ સુપર 12 મેચો 22 ઓક્ટોબરથી શરૂ થશે. ભારત વિ પાકિસ્તાન મેચની ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ અન્ય ઘણી મેચોની ટિકિટો હજુ પણ ઉપલબ્ધ છે. 

ICC દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 82 દેશોના 5,00,000 થી વધુ ક્રિકેટ ચાહકોને ટિકિટ વેચવામાં આવી છે. આગામી ચાર સપ્તાહમાં તેની સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે બાકીની ટિકિટોમાંથી લગભગ 85 હજાર ટિકિટ બાળકોની છે. તેનાથી સમજી શકાય છે કે બાળકોમાં આ ટુર્નામેન્ટનો ક્રેઝ છે. આ વખતે T20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. મહિલા વર્લ્ડ કપ 2022 પછી પ્રથમ વખત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સંપૂર્ણ ક્ષમતાવાળા દર્શકોને મંજૂરી આપશે. 

એશિયા કપ 2022ની ટિકિટો પણ થોડીવારમાં વેચાઈ ગઈ હતી, 
આ પહેલા જ્યારે એશિયા કપ 2022 માટે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું બુકિંગ શરૂ થયું હતું, ત્યારે બધી ટિકિટો થોડીવારમાં ઓનલાઈન બુક થઈ ગઈ હતી, આ વખતે પણ એવું જ થયું છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો પરસ્પર શ્રેણી રમી નથી અને બંને ICC અથવા ACC ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરે છે, તેથી ક્રિકેટ ચાહકો આ તક ગુમાવવા માંગતા નથી. ઓસ્ટ્રેલિયામાં ભારત અને પાકિસ્તાનના લોકો મોટી સંખ્યામાં રહે છે, ખાસ કરીને ભારતીયો, તેથી જ તેઓ ત્યાં મેચ જોવાનું ચૂકતા નથી. એશિયામાં બંને ટીમો એકબીજા સામે એક-એક મેચ જીતી ચૂકી છે અને આ વખતે જોવાનું એ રહેશે કે કઈ ટીમ કોના પર વિજય મેળવે છે. 

Most Popular

To Top