Charchapatra

સુરતની અનેરી આર્યએ કે.બી.સી.માં 25 લાખ ને દિલ જીત્યા

સોમવારે સુરતની સોલંકી પરિવારની દીકરી અનેરી આર્યને એની મહેનતથી કે.બી.સી.ની હોટ સીટ પર બેસવાની અણમોલ તક મળી. સુરતની સ્કૂલમાં જોબ કરતી સૌની માનીતી ટીચર અનેરી આર્યએ એના હાજર જવાબથી અમિતાભ બચ્ચનને ખૂબ પ્રભાવિત કર્યા. જે દીકરીની આંખ પર તેર તેર ઓપરેશન થયા છે. એની ઝાંખી આંખના કારણે અમિતાભ બચ્ચનને ખૂબ પ્રભાવિત કર્યા. જે દીકરીની આંખ પર તેર ઓપરેશન થયા એની ઝાંખી આંખના કારણે અમિતાભ બચ્ચન એને જવાબ વાંચી સંભળાવીને વિશેષ મદદરૂપ બન્યા. બચ્ચન સાહેબે એની આંખના આંસુ લૂછ્યા. શોમા બેઠેલા માતા પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. પ્રેક્ષકો સહિત ટી.વી. પર બેઠેલા લોકો પણ આ દૃશ્ય નિહાળીને ઊભા થઇને સૌ કોઇએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. એની એક ઇચ્છા પુરી કરવા માટે અમિતાભ બચ્ચનને સુરતના શિક્ષણજગતને કેબીસીના મંચ પરથી પ્રેમથી અપિલ કરી ત્યારે આર્યની ખુશીનો કોઇ પર રહ્યો નહી. કેબીસીની સ્પોટ લાઇનીદિવાર પર અમિતાભ બચ્ચન સાથે એની તસવીર અંકીત થઇ ગઇ. આ અનેરી આર્યને ખૂબ ખૂબ અભિનંદન.
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુન્હાઓ બનતા રહે છે, પોલીસ ને ન્યાયતંત્રને સરકાર સક્ષમ કરે છે ખરી?
સવારમાં સમાચાર પત્ર વાંચવા નજર કરીએ એટલે સામુહિક બળાત્કાર, નાની-નાની વાતમાં ખૂન-ખરાબા ચોરી, લૂંટ, હદ તો ત્યારે થઈ રહી છે. શાળાના આચાર્ય દ્વારા પોતાની જ કચેરીમાં C.C.T.V. કેમેરા બંધ કરી સગીર વિદ્યાર્થીની પર બળાત્કાર, અને તે પણ ધોરણ-નવમાં ફરીથી નાપાસ કરવાની ધમકી આપી ?! આવા તો અનેક કિસ્સા બન્યા છે. અને કદાચ બનતા જ રહે. ગુરુર દેવો ભવ. દેવો પણ દુરાચાર કરવા લાગ્યા, છે કોઈ પૂછનાર કેટલી કિંમત કે પોતાના ઘરના છોકરા પર આની શું અસર થશે ? સમાજમાં શું ઈજ્જત રહેશે ? સુરત હવે બદ્દસુરત થઈ ગયું છે.  પોલીસ તંત્ર પણ શું કરે ? ઓછો સ્ટાફ અને ગુના અપરંપાર તેમાં ચૂંટણી લક્ષી રાજકીય નેતાની દોડા-દોડી, રેલી-વરઘોડો ત્યાં દોડા દોડી પોલીસ પણ માણસ છે.

કોર્ટની વાત કરીએ તો ત્યાં પણ જ્જની સંખ્યા ઓછી જેને કારણે કેસમાં વિલંબ આમાં ગુનેગારને યોગ્ય ન્યાય ક્યારે મળે ? ડ્રગ્સ માફિયા તેમજ ડ્રગ્સનું શું થયું ? રીઝર્વ બેંકમાંથી કરોડો રૂપિયાના સિક્કાની ચારી ?! શું થયું ?! ગુજરાતના ગૃહપ્રધાન એટલે ગુજરાતના દરેક ઘરના વડીલ (પ્રધાન) તો આ વડીલ શું બરોબર ફરજ બજાવે છે ?! જ્યાંથી નિયુક્ત કરવામાં આવેલ તેજ પ્રજાની શું દશા છે ? ઉપર દર્શાવેલ ગુનાઓ પોતાના પગ પાસે થાય છે. શું એમને ધ્યાને ન હોય ? શું આને વિકાસ કહેશો ?! સાહેબ કોઈપણ વ્યકિત સાથે સારા માણસે ઉગ્ર થવું કે સલાહ આપવી બંધ કરવી પડી છે !! આ છે 20 વર્ષની ગુજરાતની સ્વતંત્રતા. ગુનો કરનારને જરાય ડર રહ્યો નથી.
અમરોલી – બળવંત ટેલર  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top