SURAT

બ્યૂટી પેજન્ટનો ખિતાબ જીતી સુરતનું ‘ઐશ્વર્ય’ બની – ઐશ્વર્યા મોદી ઘાયલ

જ્યારે કોઈ યુવતી કે મહિલા બ્યૂટી પેજન્ટનો તાજ પોતાના નામે કરે ત્યારે લોકોના મુખેથી એ જ ઉદગાર નીકળશે કે તે સૌંદર્યના જોર પર આ તાજ પોતાના નામે કરી શકી છે પણ તેનામાં રહેલા અન્ય ગુણ કે કલા કે ક્ષમતાને લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે પણ બ્યૂટી કોન્ટેસ્ટ જીતવી કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. તેના માટે સૌંદર્ય કવીન હોવાની સાથે સાથે બ્રેન પણ હોવું જરૂરી છે. આ સાબિત કર્યું છે સુરતનું ઐશ્વર્ય બનેલી ઐશ્વર્યા મોદી ઘાયલે. માબાપનું એક માત્ર સંતાન અને લાડકોડમાં ઉછરી હોવાથી તથા માતા-પિતાના પડછયામાં રહેવાને કારણે દુનિયાદારીથી કંઇક અંશે અલિપ્ત રહી ગઈ હતી. માતા-પિતાના કહેવા પર લગ્ન પણ કરી લીધા પણ તેના મનમાં બાળપણથી રહેલી ઈચ્છા બ્યૂટી વર્લ્ડમાં પોતાનું પણ નામ શામિલ કરવું છે તે સપનાને સાકાર કરવા કમર કસી લીધી. સ્કિન કેર, હાઇડ્રેશન, ડાયટ અને ફિટનેસ અને દુનિયાભરનું નોલેજ મેળવવા તનતોડ મહેનત કરી અને તેનું પરિણામ આજે આખું સુરત જોઈ શકે છે. સુરતની આ નારે મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલિયન બ્યૂટી પેજન્ટમાં સેકન્ડ રનર અપ બની સુરતનું નામ સૌંદર્ય જગતમાં રોશન કર્યું છે. બાળપણમાં જે સપનાં સેવ્યા હતા તે પૂરા કરવા ઐશ્વર્યાએ પોતાની જાતને કઈ રીતે કેપેબલ બનાવી તે આપણે ઐશ્વર્યાના શબ્દોમાં જ જાણીએ.

બાળપણથી જ સબસે હટકે રહેવાનું ગમતું

મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલિયન બ્યૂટી પેજન્ટમાં સેકન્ડ રનર અપ બનેલી ઐશ્વર્યાએ જણાવ્યું કે, ‘‘મારા ડેડી રમેશભાઈ મોદી ઐશ્વર્યા ડાઇંગ મિલ પ્રા.લી. ના ડિરેકટર છે અને મારાં મમ્મી શીલાબેન મોદી રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે. હું છઠ્ઠા ધોરણ સુધી લાન્સર આર્મી સ્કૂલમાં અને DPS સ્કૂલમાં 10મા ધોરણ સુધી ભણી. મને બાળપણથી જ એકદમ અપટુડેટ અને પરફેક્ટ રહેવું, બીજા કરતાં હટકે દેખાવું ગમતું. મને સ્પોર્ટ્સમાં ખાસ ઇન્ટરેસ્ટ નથી પણ હા સ્કૂલમાં પ્લે, ડ્રામામાં ભાગ લેવાનું ગમતું. બાળપણથી જ મારું સપનું હતું સૌંદર્યજગતમાં મારું નામ પણ શામિલ થાય પણ ખ્યાલ નહોતો કે તે કઈ રીતે શક્ય બની શકે? બીજું મારું એક સપનું હતું કેનેડા જવાનું.’’

કેનેડામાં પોતાના બળ પર રહી શકું એટલે ઉટીમાં એજ્યુકેશન માટે મોકલવામાં આવી

ઐશ્વર્યાએ જણાવ્યું કે, ‘‘કેનેડામાં મારા રીલેટીવ રહેતા હોવાથી મને ત્યાં જવાનો મોહ હતો. મને મારાં મમ્મી-ડેડી તરફથી તમામ સુખસાહ્યબી મળી હોવાથી જો કેનેડા રહેવું પડે તો ત્યાં એકલા કઇ રીતે મેનેજ કરવું, સંઘર્ષોનો સામનો કરવો તેનો અનુભવ લેવા માટે મને પહેલાં સુરતથી દૂર ઊટીમાં ગુડ શેપર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફર્ધર એજ્યુકેશન માટે મોકલી ત્યાં મનેમારાં સપનાં પૂરાં કરવા માટેનું પ્લેટફોર્મ મળવા લાગ્યું. ત્યાં સ્કૂલમાં ડાન્સિંગ, ડ્રામા, સ્કીટ વગેરે જેવી કલ્ચરર સ્પર્ધા વર્ષમાં બે-ત્રણ વખત થતી. સ્પોર્ટસમાં મને બહુ ઇન્ટરેસ્ટ નહીં હોવા છતાં રાઇફલ શૂટિંગમાં હાથ અજમાવ્યો

ડ્યુક ઓફ એડિનબર્ગ ગોલ્ડ પ્રોગ્રામમાં સિલેક્ટ થઈ

લંડનના ડ્યુક ઓફ એડિનબર્ગ ગોલ્ડ પ્રોગ્રામ સાથે ગુડશેપર્ડ સ્કૂલનું કોલાબરેશન છે. આ પ્રોગ્રામ અંતર્ગત 4 દિવસના કેમ્પેન માટે ઉટીના એક ટ્રાઇબલ વિલેજમાં મોકલવામાં આવી હતી. ત્યાં હું બહારની દુનિયા શું છે, ટ્રાઇબલ એરિયામાં લોકોનું જીવન શું છે તેનાથી વાકેફ થઈ. ટ્રાઇબલ એરિયાની મહિલાઓનું જીવન ઘરના કામ બાળકોની સારસંભાળ, ખેતીકામ અને રાતે ખાઇપીને સુઇ જવું તે જ હતું. એના પરથી મને વુમન એમ્પાવરમેન્ટ માટેનીપ્રેરણા મળી. મેં બાદમાં કેનેડા જઈ ટોરેન્ટો યુનિવર્સિટીમાં B.sc. સાયકોલોજીની સ્ટડી કરી. સ્ટડી કમ્પલીટ કર્યા બાદ હું ઇન્ડિયા પાછી ફરી.

મેરેજ તથા બિઝનેસમાં પદાર્પણ

ઐશ્વર્યાએ જણાવ્યું કે, ‘‘2015માં મારા મેરેજ તેજસ ઘાયલ જેઓ ટેકસ્ટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલા છે તેમની સાથે થયા. મેં મેરેજ બાદ જોઈન્ટ ફેમિલીની મજા માણી. હું એક પુત્રની માતા બની. મને ફેશન ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો જ એટલે હું એને રિલેટેડ બિઝનેસ શરૂ કરવા માંગતી હતી પણ મને માર્કેટિંગનો અનુભવ મળે એટલે મારા ફાધરના બિઝનેસમાં જોડાઇ. આ દરમિયાન મારાં મમ્મીનો રિયલ એસ્ટેટનો બિઝનેસ હાલકડોલક થઈ રહ્યો હતો એટલે તેમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું. ત્યારે જ બ્યૂટી પેજન્ટ તરફ મારાં ડગ મંડાયાં.’’

ગુગલ પર બ્રોકર શોધતી વેળા હું અનાયાસે ફેશનજગત સાથે જોડાઈ

‘‘હું રિયલ એસ્ટેટના બિઝનેસ માટે ગૂગલ પર બ્રોકર શોધતી હતી ત્યારે મને પુણેમાં ફેશન શોની ખબર પડી અને મને તેમાં ઇન્ટરેસ્ટ જાગ્યો. જો કે મને ફેશન શોમાં વોક કરતા આવડતું નહોતું પણ આકાશને આંબવા મેં આ ફેશન વીકમાં ભાગ લીધો. ત્યાર બાદ મેં લખનૌમાં ફેશન વીકમાં ભાગ લીધો. મારી પાસે સુંદરતા તો છે જ સાથે ભગવાને મને સારી 5 ફૂટ 9 ઇંચની હાઈટ આપી છે. ઉપરાંત ફિટનેસ પ્રત્યે તો હું અવેર રહેતી જ હતી એટલે મેં ત્રણ જેટલા ફેશન વીકમાં પાર્ટીસીપેટ કર્યું. ફેશનવીકમાં ભાગ લેતાં મને જરૂરીયાત લાગતાં મેં સુરતમાં એક સ્ટુડિયોમાં મારો પોર્ટફોલિયો બનાવ્યો.’’

અને મને મળ્યો મિસિસ ઇન્ડિયા વન ઇન અ મિલિયન બ્યૂટી પેજન્ટનો સેકન્ડ રનર અપનો ખિતાબ

ઐશ્વર્યાએ જણાવ્યું કે, ‘‘હું ફેશન શો સંબંધિત માહિતી ઇનસ્ટાગ્રામ પર મેળવતી હતી ત્યારે મને આ પેજન્ટ વિશે ખબર પડી અને મેં ફોર્મ ભર્યું. આ પેજન્ટ માટે મારો ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લેવાયો જેમાં મારા સામાજિક વિચારો માટે જાણવા માટે 5 સવાલો પૂછાયા તેના જવાબ મેં ખૂબ કોન્ફિડન્સથી આપ્યા હતા અને એ રીતે હું આ પેજન્ટ માટે સિલેક્ટ થઈ. ગુરગાંવમાં 4 દિવસની આ પેજન્ટમાં ફર્સ્ટ ડે ઓરીએન્ટેશન રાઉન્ડમાં હોલમાં એન્ટર થતાં જ અમારું 70 પાર્ટીસીપન્ટનું માર્કિંગ ચાલુ થયું. અમારું બીહેવિયર,બોડી લેન્ગવેજ, વોક વગેરેના બધાનું જ આ માર્કિંગ થતા હતા. કલ્ચરલ રાઉન્ડ માટે પાનેતર પહેર્યું હતું અને તેના પર તથા ગુજરાતના કલ્ચર પર એક મિનિટની સ્પીચ આપી હતી. લેટેન્ટ રાઉન્ડમાં મેં ડાન્સ કર્યો હતો. તેની ટ્રેનિંગ નિખીલ ડીગરા પાસે લીધી હતી.સેકન્ડ ડે સ્વિમ વેર રાઉન્ડમાં ફ્લોરલ થીમ હતી. થર્ડ ડે ફિટનેસ રાઉન્ડમાંમને મિસિસ ફિટનું ટાઇટલ મળ્યું હતું.જેની ટ્રેનિંગ ફીટબાય અનમોલમાં લીધી હતી. તે જ દિવસે સવાલ-જવાબ રાઉન્ડમાં મને જવાબ નહીં આવડતો હોવા છતાં મેં ખૂબ કોન્ફિડન્સથી તેમનો સામનો કર્યો જે મારા ફાયદામાં રહ્યો. ચોથા દિવસે ફીનાલે રાઉન્ડમાં જ્યારે બધાં રાઉન્ડ પાસ કરી ખાલી 8 કન્ટેસ્ટન્ટ રહ્યાં હતા ત્યારે મને રાષ્ટ્રીય સ્તરે વુમન એમ્પાવરમેન્ટ માટે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં મેં મહિલાઓના પોતાના રાઇટ્સની સજ્જતા વિશે વાત કરી હતી અને મહિલાઓએ અને કઇ રીતે પ્રીવિલેજ તરીકે જોવું અને તેનો દુરુપયોગ ન કરવો તે જણાવ્યું હતું. મારા આ જવાબે મને આ ખિતાબ મેળવી આપ્યો.’’ આ પેજન્ટ દરમિયાન મને એક હેલ્ધી કોમ્પિટીશનનો અનુભવ થયો. જેમાં લોકો એકબીજાને પાડવાને બદલે જરૂરીયાત હોય તો મદદ કરતાં હતાં.
હું વુમન એમ્પાવરમેન્ટ માટે કાર્ય કરવા માંગું છું

લોકો કહેતા હોય છે કે સ્ત્રી અને પુરુષ ઇકવલ લેવલ પર આવ્યાં છે પણ કોઈ એ નથી જોતું કે એ લેવલ પર સ્ત્રીને પહોંચતાં વર્ષો લાગે છે. હું આ બાબતે લોકોને અવેર કરવા કામ કરવા માંગું છું. મને મારા હસબન્ડનો, મારાં માતા-પિતા અને મારાં સાસુ-સસરાનો સપોર્ટ મળ્યો છે. હું ભવિષ્યમાં બીજી નામી બ્યૂટી કોન્ટેસ્ટમાં હિસ્સો લેવા માંગું છું. સુરતમાં બ્યૂટી કોન્ટેસ્ટને લઈને હજી કાંઈ થયું નથી. અહીં કોઇ સ્ત્રી તૈયાર થઇને નીકળે તો એના માટે કહેવાય છે કે પૈસા છે એટલે શો-ઓફ કરે છે. પરંતુ મારું એવું માનવું છે કે સ્ત્રી ખાલી લોકોને બતાવવા માટે જ તૈયાર નથી થતી. પરંતુ પોતાના માટે પણ તેને તૈયાર થવું જ જોઇએ. આ એનામા કોન્ફિડન્સનો સંચાર કરે છે.

Most Popular

To Top