SURAT

કામરેજની પરિણીતા સાથે પતિના બાળપણના મિત્રએ દુષ્કર્મ આચરી લાખો રૂપિયા પડાવી લીધા

HTML Button Generator

સુરત: (Surat) પતિના મિત્રએ જ કામરેજ ખાતે રહેતી પરિણીતાનો કપડા બદલતો વિડીયો (Video) ઉતારી બાદમાં વિડીયો વાયરલ (Video Viral) કરવાની ધમકી (Threat) આપી દુષ્કર્મ (Abuse) આચર્યું હતું. તથા પરિણીતા પાસેથી 6 લાખ પડાવ્યા પછી પણ પૈસાની માંગ કરતા કંટાળીને તેણીએ જીવ આપવાનો પ્રયાસ કરતા છેવટે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

  • કામરેજની પરિણીતા સાથે પતિના બાળપણના મિત્રએ દુષ્કર્મ આચરી 6 લાખ પડાવ્યા
  • એક દિવસ કપડાં બદલતો વિડીયો ઉતારી લઈ સતત બ્લેકમેઈલ કરતો હોવાથી પરિણીતાએ સંતાનોના ગલ્લામાંથી અને પોતાના બચતના તથા ભાઈ પાસેથી પૈસા માંગીને આપ્યા

કામરેજ ખાતે રહેતી 42 વર્ષીય બે સંતાનોની માતાએ પાલ પોલીસ સ્ટેશનમાં રવિ પ્રવીણભાઈ ચાવડા (રહે. તરંગ એપાર્ટમેન્ટ, ચોથો માળ, વોકહાર્ટ હોસ્પિટલ સામે, કાલાવડ રોડ. રાજકોટ) ની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રવિ પરિણીતાના પતિનો બાળપણનો મિત્ર છે. તેઓ અગાઉ રાજકોટમાં એક જ સોસાયટીમાં સામસામે રહેતા હતા. પરિણીતા તેના પતિ સાથે વર્ષ 2020-21 માં સુરત ખાતે કામરેજમાં રહેવા માટે આવી હતી. પરિણીતાનો પતિ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે.

આરોપી કટલરી અને તોરણ બનાવવાનું કામ કરે છે.જેથી તેને પરિણીતાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તે વોટ્સએપ ઉપર પરિણીતાને તોરણના ફોટો મોકલતો હતો. દરમિયાન બંને વચ્ચે વાતચીત થતા એકબીજાને ફોટો મોકલતા હતા. આરોપીએ એક દિવસ પરિણીતાનો કપડા બદલાવતો વિડીઓ ઉતારી લીધો હતો. અને તે વિડીઓ વાયરલ કરવાની અવારનવાર ધમકીઓ આપી તથા પરિણીતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરી હતી. અને પરિણીતા સાથે મરજી વિરુધ્ધ અવાર નવાર શારીરીક સબંધ તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું.

તેણે પરિણીતા પાસેથી પહેલા 5.50 લાખ અને પછી બીજા 50 હજાર પડાવ્યા હતા. બાદમાં એકાદ વર્ષ પહેલા પાલ વિસ્તારમાં વિશાલ આર્કેડની પાસે આવેલી હોટલમાં બોલાવી ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારપછી પણ પૈસાની માંગણી કરીને પરેશાન કરતો હતો. તેનાથી કંટાળીને પરિણીતાએ પિયરમાં એક દિવસ જીવ આપવાનો પ્રયાસ કર્યો ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. પરિણીતાએ પતિને વાત કરતા તેને હિંમત દાખવી પાલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Most Popular

To Top