SURAT

સુરત : કોર્ટમાં પહેલા 300 કેસનું લિસ્ટ બનતું હતું ત્યાં હવે હજાર કેસનું લિસ્ટ

surat : દોઢ વર્ષ બાદ સુરતમાં ફીઝિકલ કાર્યવાહી શરૂ થઇ છે, ત્યારે સુરતની કોર્ટમાં ( surat court) કેસનું લાંબુ લિસ્ટ ( case list) જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોર્ટ કેમ્પસમાં પાર્કિંગમાં પણ અવ્યવસ્થા જોવા મળી હતી. પાર્કિંગમાં પેવરબ્લોક કામગીરીને લઇને અવ્યવસ્થા જોવા મળી હતી. કોરોનાની ( corona) મહામારીને કારણે કોર્ટ કાર્યવાહીમાં ગંભીર અસર પડી હતી. તાત્કાલીક અસરથી જ કોર્ટની ફિઝીકલ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાના કેસો ( corona case) વધતા કોર્ટમાં રૂટીન કામગીરી માટે ઓનલાઇન ( online) હિયરિંગ શરૂ કરાયું હતું.

ગત દિવાળીના સમયે કોરોનાના કેસો ઓછા થતાંની સાથે જ ફરીવાર કોર્ટ શરૂ કરાઇ હતી. ત્યાં દિવાળી બાદ કોરોનાની બીજી લહેર ( second wave) આવી હતી અને ફરીવાર કોર્ટ બંધ કરી દેવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષમાં જ હજ્જારોની સંખ્યામાં નવા કેસો દાખલ થયા હતા. આ ઉપરાંત જે જૂના કેસોની સુનાવણી બાકી હતી તે તમામ કેસ હવે ધીમે ધીમે બોર્ડ ઉપર લઇને તેની સુનાવણી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લાની કોર્ટમાં ફાસ્ટટ્રેક કોર્ટ ( fasttreck court) બિલ્ડીંગમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું ન હોવાની બુમો પણ ઉઠી છે.

જો આવી જ રીતે લોકો આવશે તો આગામી દિવસોમાં સુરત કોર્ટ બિલ્ડીંગ જ કોરોનાનું નવુ હોટસ્પોટ બને તેવી સંભાવના છે. સુરતની કોર્ટ બિલ્ડીંગમાં કોરોના પહેલા સરેરાશ 300 જેટલા કેસનું લિસ્ટ બનતું હતું. ત્યાં હવે માત્ર એક જ કોર્ટમાં સરેરાશ 1000 કેસનું લિસ્ટ જોવા મળી રહ્યું છે. મોટાભાગના કેસોમાં વકીલોને કોર્ટમાંથી ઓનલાઇન તારીખ આપવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત પેવરબ્લોકની કામગીરીને લઇને પાર્કિંગમાં પણ અવ્યવસ્થા જોવા મળી હતી

Most Popular

To Top