SURAT

સુરતમાં હર ઘર તિરંગાની ઉજવણી બાદ તિરંગાનું સન્માન જળવાઈ રહે તે માટે પાલિકાએ આપ્યો આ વિકલ્પ

સુરત: (Surat) પ્રધાનમંત્રી મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) નિમિત્તે દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાનાં ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે. જે અંતર્ગત સુરતમાં પણ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સુરતમાં 9 લાખથી વધુ તિરંગાનું (Indian Flag) વેચાણ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે માટે મનપાની તમામ ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ અને નાગરિક સુવિધા કેન્દ્ર, શિક્ષણ સમિતિની શાળાઓ, સુમન શાળા, ફાયર સ્ટેશન, ગાર્ડનો, બીઆરટીએસ સ્ટેશનો પરથી તિરંગા મળી રહેશે. સુરત શહેરમાં 9 લાખ તિરંગાનું વેચાણ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં તિરંગાનું વેચાણ થશે અને તેમાં તિરંગાનુ પણ સન્માન જળવાય તે પણ ખૂબ જરૂરી હોય, મનપા દ્વારા એવો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે કે, જે લોકો મનપાને તિરંગો પરત કરવા ઈચ્છતા હોય તેઓ મનપાને પરત આપી શકશે.

  • હર ઘર તિરંગાની ઉજવણી બાદ મનપાને તિરંગો પરત આપવાનો વિકલ્પ પણ અપાયો
  • તિરંગાનું સન્માન જાળવવું ખૂબ જરૂરી હોય, મનપાએ વિકલ્પ આપ્યો

મંગળવારે મનપા કમિશનરનો હાલ ચાર્જ સંભાળી રહેલા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં સુરત મનપાની કચેરીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ અધિકારીઓ, એન.જી.ઓ., વિવિધ સંસ્થા, સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં મહત્તમ સ્થળોએ તિરંગા દેખાય અને વડાપ્રધાનના હર ઘર તિરંગા કાર્યક્રમમાં સુરત વિશ્વફલક પર છવાય એ માટે ખાસ આયોજનો પણ કરવામાં આવશે અને શહેરમાં 10 લાખથી વધુ તિરંગાનું વિતરણ થાય તેવાં આયોજનો કરાશે.

પોસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્રધ્વજનું નજીવા દરે વિતરણ કરાશે
સુરત: સુરત શહેર તમામ પોસ્ટ ઓફિસોમાં સોમવાર તા.૧-૮-૨૦૨૨થી ૧૫-૦૮-૨૦૨૨ સુધી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે રૂ.૨૫ના નજીવા ભાવે રાષ્ટ્રધ્વજનું વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે. સાથે સાથે મુખ્ય પોસ્ટ ઓફિસ (H.૦) અને મોટી (HSG & LSG) પોસ્ટ ઓફિસોમાં એક સેલ્ફી બોર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેમાં દરેક નાગરિક પોતાની ઇચ્છાનુસાર સેલ્ફી લઇ પોતાના સોશિયલ મીડિયા પર #Har Ghar Tiranga#India Post 4 Tiranga સાથે અપલોડ કરી શકશે. તો આ સેવાનો લાભ લેવા માટે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

Most Popular

To Top