SURAT

સુરતના દોઢ લાખ લોકોને આજે વીજળી-પાણી નહીં મળે, આકરી ગરમીમાં આ કેવી..

સુરત : (Surat) અઠવા ઝોન (Athwa Zone) વિસ્તારમાં વેસુ-1, વેસુ–2 અને ડુમસ જળવિતરણ મથકના વિસ્તારમાં તા. 13 મી મે ના દિવસે ડીજીવીસીએલ (DGVCL) દ્વારા સબસ્ટેશન મેઇન્ટેનન્સની (Maintenance) કામગીરી માટે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી પાવર સપ્લાય (Power Supply Cut) બંધ રાખવામાં આવશે. જેથી અઠવા ઝોનમાં તા. 13 મી મે ના દિવસે વેસુ ગામથી પીપલોદ સુધી, વેસુ-2 જળ વિતરણ મથકની આજુબાજુનો વિસ્તાર, વેસુ-આભવા જળ વિતરણમથક હેઠળનો ટી.પી.75 તથા આભવા ગામતળ અને ગવિયર, ડુમસ, કાદી ફળીયા, સુલતાનાબાદ, ભીમપોર ગામતળ વિસ્તાર તથા સીટીલાઈટ બંગલો, અવધ ઉટોપીયા, એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં પાણી પુરવઠો (Water Cut) બંધ રહેશે કે ઓછા પ્રેશરથી મળશે જેથી આ વિસ્તારની આશરે દોઢ લાખ વસતીને અસર થશે. જેથી આ વિસ્તારના લોકો જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચતપૂર્વક ઉપયોગ કરે તેવી મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

સુરતમાં ગરમીનો પારો ફરી 40 ડિગ્રીને પાર, લોકો પરસેવે રેબઝેબ થયા
સુરત: શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સૂર્યદેવ ગરમીનો પ્રકોપ વર્તાવી રહ્યા છે. બે દિવસ બાદ મંગળવારે ફરી તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા બપોરે કાળઝાળ ગરમીનો સામનો શહેરીજનોએ કર્યો હતો. રાત્રે પણ તાપમાન 29 ડિગ્રી નોંધાતા પતરાના શેડ નીચે રહેતા લોકો ભઠ્ઠીની જેમ શેકાયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં આગળ વધતા વાવાઝોડાની અસરને પગલે આબોહવાકીય ફેરફાર થતા આજે ફરી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. બે દિવસથી ગરમીનો પારો આંશિક ઘટ્યા બાદ આજે શહેરમાં આજે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. શહેરમાં આજે ગરમીનો પારો અડધો ડિગ્રી વધીને 40.3 ડિગ્રી નોંધાયો હતો. શહેરમાં મે મહિનાની ગરમીનો પાછલા વર્ષનો રેકોર્ડ બે દિવસ પહેલા નોંધાયો હતો. મંગળવારે પણ મહત્તમ તાપમાનનો પારો ગયા વર્ષની ગરમીનો રેકોર્ડ બ્રેક છે.

રાતનું તાપમાન મંગળવારે દોઢ ડિગ્રી વધીને 29.1 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની નજીક પહોંચતા રાત્રે પંખા પણ નકામા બન્યા હતા. પતરાના શેડ નીચે રહેતા લોકો જાણે ભઠ્ઠીમાં શેકાયા હતા. એસીનું ટેમ્પરેચર પણ ફરજીયાત 24 ડિગ્રીની નીચે મુકવું પડ્યું હતું. આગામી અઠવાડિયું ગરમીનો મિજાજ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે પણ હવામાં 47 ટકા ભેજની સાથે 7 કિલોમીટરની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

Most Popular

To Top