Vadodara

વિવાદિત કટ આઉટ બનાવનાર વિદ્યાર્થીને રસ્ટીકેટ કરાયો

વડોદરા: સિન્ડિકેટની મળનારી બેઠક પૂર્વે એમ.એસ.  યુનિવર્સીટીનું મુખ્ય કચેરી વિધાર્થી સંગઠનોના કાર્યકર્તાઓ અને  કર્મચારીઓના સંગઠન બુસાના સભ્યો થી ઉભરાઈ હતી.તમામ લોકો સિન્ડિકેટ સભ્યોને તેમની મુશ્કેલીઓ નિવારવા માટે રજુઆત કરવા માટે આવ્યા હતા. એમ. એસ.યુનિવર્સીટી હંમેશા કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં રહી છે તેમાંયે ફાઇન આર્ટ્સ ફેકલ્ટી વિધાર્થીઓને કારણે અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી છે. કલાનું જ્ઞાન મેળવતા વિધાર્થીઓ દ્વારા રજુ કરાતી કૃતિઓમાં જોવા મળતી નગ્નતા ઉપરાંત દેવી દેવતને અપમાનિત કરાતા  ધાર્મિક લાગણી દુભાય છે તેને કારણે વિવાદો ઉભા થાય છે. મંગળવારે એમ.એસ. યુનિ.ની સિન્ડિકેટ બેઠક 6 કલાક સુધી ચાલી હતી. 

આ બેઠકમાં ચર્ચાયેલ મુદાઓ અંગે યુનિ.ના વીસી પ્રો, વિજયકુમાર શ્રીવાત્સવે  પત્રકારોને માહિતી આપી હતી. સિન્ડિકેટ  બેઠકમાં 36 મુદાઓ પર ચર્ચા કરીને સર્વાનુમતે  નિર્ણયો લેવામાં આવ્યા હતાં.  ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ના વિવાદ અંગે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ આપેલા  રિપોર્ટ વિશે વિગતો આપતાજણાવ્યું હતું કે    કમિટીએ આપેલ રિપોર્ટ ફ્લોર પર વાંચી સંભળાવવામાં આવ્યો.  કમિટીના રિપોર્ટ મુજબ સિન્ડિકેટ સભ્યોએ ચર્ચા વિચારણા કરીને વિવાદિત કટ આઉટ બનાવનાર વિધાર્થી કુંદનકુમારને રસ્ટીકેટ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અન્યોને કારણ દર્શક  નોટિસ આપવામાં આવશે . તેમના જવાબ આવ્યા બાદ તેમના પર જરૂરી પગલાં લેવામાં આવશે.

વિધાર્થીના શિક્ષક, વિભાગીય વડા સહિત ડીનને કારણ દર્શક નોટિસ આપવામાં આવશે . વિવાદિત આર્ટ વર્ક ફક્ત પરીક્ષા પુરતુજ બનાવ્યું હતું .તેને ડિસ્પ્લેમાં  મુકવાવામાં આવ્યું ન હતું તેવો રિપોર્ટ કમિટીએ કર્યો છે.  વિશેષમાં આ વિવાદિત કટ આઉટ  કાઈ વ્યક્તિએ વાઇરલ કર્યું તે અંગેની તપાસ કરવામાં આવશે  અને આ કૃત્યમાં સંડોવાયેલા સામે કડક પગલાં ભરવામાં આવશે.  જ્યારે જે વિધાર્થીઓ પર કેસ કરાયો છે તેને કાર્યવાહી કરી વિડ્રોલ કરવામાં આવશે. આગામી સમયમાં જલ્દી જ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી માટે કોડ ઓફ કંડકટ બનાવીશું . અન્ય ફેકલ્ટીની જેમ ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં સીસીટીવી લગાવીશું. જ્યારે હંગામી કર્મચારીઓના મુદ્દે અમે હંગામી કર્મચારીઓ સાથેજ છે અને સરકાર સાથે ચર્ચાવિચારણા કરીને તેનું નિરાકરણ લાવીશું અને તેમને નોકરી છીનવાય નહિ તેની તકેદારી રાખીશું

કપિલ જોશી અને ડો.નીકુલ પટેલની રજિસ્ટ્રાર ને રજુઆત
સેનેટ સભ્ય  ડો.નીકુલ પટેલ સહિત કપિલ જોશીએ યુનિ.ના વીસીને આવેદન ઓત્ર આપીને ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં ઘટેલ ઘટના મુદ્દે દોષીતો સામે કડક પગલાં ભરવા તેમજ હંગામી કર્મચારીઓને છુટા ન કરવા  માટે રજુઆત કરી હતી.ડો.નીકુલ પટેલે  ગુરુવારે ફાઇનઆર્ટસ ફેકલ્ટીમાં સર્જાયેલ હોબાળામાં કડક પગલાં ભરવા જણાવાયું હતું. જે રીતે ભૂતકાળમાં વીસીની કચેરીને આગ લગાવવાના કિસ્સામાં  દોષીતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી તેજ પ્રમાણે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની ઘટનામાં કાર્યવાહી કરવા જણાવાયું  છે.

પરીક્ષાના એસેસમેન્ટના ખેલેલ પહોંચાડતા તત્વો સહિત વિધાર્થી ઓ સામે પગલાં ભરવા ઉપરાંત  ડીનની ઓફિસમાં ટોડ ફોડ, પોલીસ પર હુમલામા સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આ ઘટનાથી યુનિ.ની ગરિમાને જે ભરપાઈ ન કરાય તેટલું નુકસાન થયું છે.  જ્યારે  જયારઅન્ય સેનેટ સભ્ય કપિલ જોશીએ રાજ્ય સરકારના હંગામી  કર્મચારીઓને છુટા કરવાના પરિપત્રથી એમ.એસ. યુનિ.ના 800થી વધુ હંગામી કર્મચારીઓ ના પરિવાર બરબાદી ના આરે આવી જશે. ત્યારે વીસ પચ્ચીસ વર્ષથી યુનિ.માટે કામ કરતાં કર્મચારીઓ માટે સરકાર સાથે વિમર્શ કરીને તેમની નોકરી છીનવાઇ ન જાય તે જોવા માટે જણાવ્યું હતું.જ્યારે સરકારના નિર્ણયથી અસર પામતા કર્મચારીઓએ ઓન તેમની નોકરી ન જાય તે માટે સિન્ડિકેટ સભ્યોને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી.

ABVP દ્વારા સિન્ડિકેટ સભ્યોને રજુઆત
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા સિન્ડિકેટ સભ્યોને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માં બનેલ ઘટના માં દોષીતોને રસ્ટીકેટ કરવાં માટે સીંડકેટની બેઠકમાં જતા સિન્ડિકેટ  સભ્યોને  રજુઆત કરવામાં આવી હતી.ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે  કલાના નામે હિન્દુ દેવી દેવતાઓના અપમાનજનક તથા બીભત્સ ચિત્રો તથા અશોકસ્તંભની નીચે લાગેલ વિકૃત છબીઓ નો વિરોધ કરવા તથા જે વ્યક્તિઓએ આ કૃત્ય કર્યું છે તેની સામે પગલા લેવાની  રજૂઆત કરવામાં આવી . આ ઘટના થી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હોય તથા યુનિવર્સિટીનું છબી પણ ખરડાઈ હોય તેમ નજરે પડે છે . તેથી વિવાદ ઊભો કરનારા તથા વિવાદિત ચિત્ર બનાવનાર વિદ્યાર્થી સામે , ડીન સામે અને જે કોઈ પણ આ ઘટનામાં સંડોવાયેલા હોય એમની સામે યોગ્ય પગલાં લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે  તેમજ દોશીતોને રસ્ટીકેટ કરવાની માંગ કરાઈ છે .

AGSU દ્વારા સિન્ડિકેટ સભ્યોને કરાયેલ રજુઆત
એમ એસ યુનિ.માં ગત વર્ષે નવેમ્બરમાં લેવામાં આવેલ એક્સટર્નલ ઓન લાઈન પરીક્ષામાં એફ.વાય.થી ટી. વાય.ના અંદાજીત 1500થી વધુ વિધાર્થીઓને કોપી કેસમાં  પકડાયા હતા તેમની રજુઆત સાંભળવામાં આવ્યા વગર તેમને એટિકેટી આપી દેવામાં આવી છે. ત્યારે કોપી કેસમાં સંડોવાયેલા દરેક વિધાર્થીઓની કેફિયત સાંભળવામાં આવે ત્યાર બાદ જ અનફેર અંગેનો નિર્ણય કરવામાં આવે. આઇફોનથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એ લોકો ને બોલાવવામાં આવ્યા નથી અને એવા લોકો ને કહેવા માં આવ્યું કારણ તેમના ફોનના  કેમેરા ચાલુ ન હતા .આ વિદ્યાર્થીઓ અન ફેર લીસ્ટમાં આવ્યા હતા.

Most Popular

To Top