SURAT

સુરત: નર્મદ યુનિ.માં લેક્ચર પુરા કરીને નીકળેલા એમએસસીના વિદ્યાર્થીનું અચાનક બેભાન થયા બાદ મોત

સુરત: (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી (Student) આજે બપોરે લેક્ચર પૂરા કરી ઉતરતો હતો ત્યારે અચાનક બેભાન (Unconscious) થઇ ગયો હતો. તેને સ્થાનિક હેલ્થ સેન્ટરમાં ખસેડતા તબીબે મૃત (Dead) જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના એકાએક મોતથી યુનિવર્સિટીમાં આઘાતનું મોજું છવાયું હતું.

નવી સિવિલમાંથી મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવીનો રહીશ 22 વર્ષીય ભાવિન અમૃતભાઈ પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એમએસસીના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો. આજે બપોરે લેકચર પુરા કર્યા પછી કોલેજનો દાદર ઉતરતો હતો. ત્યારે તેને છાતીમાં ગભરામણ થતાં બેભાન થઇ ગયો હતો. તેને બેભાન અવસ્થામાં પહેલા સ્થાનિક હેલ્થ સેન્ટરમાં ખસેડાયો હતો. જ્યાંથી વધારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વધુ સારવાર મેળવે તે પહેલા જ તેને મૃત જાહેર કરાયો હતો. આશાસ્પદ વિધાર્થી ભાવિનનું મોત નિપજતા તેની માતા અને બેન સહિત પરિવારજનો સુરત દોડી આવ્યા હતા. યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીના મોતથી શોકનો માહોલ છવાયો હતો. પોસ્ટ મોર્ટમા પ્રાથમિક તારણમાં વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયાની સંભાવના છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે.

ગ્રીન કોરિડોરના બંદોબસ્તમાં ઉભેલા પોલીસે રસ્તે ઢળી પડેલા યુવકનો જીવ બચાવ્યો
સુરત: મહારાષ્ટ્રના જલગાંવનો વતની યુવક સુરત પત્નીને મુકવા માટે આવ્યો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે બાઈક પરથી નીચે પડી ગયો હતો. નજીકમાં બંદોબસ્તમાં ઉભેલા ટ્રાફિક પોલીસે જઈને જોતા તેને એટેક આવ્યો હોવાથી સરકારી વાહનમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર બાદ રજા અપાઈ હતી. ટ્રાફિક પોલીસની આ કામગીરીએ યુવકનો જીવ બચાવ્યો હતો.

ગઈકાલે રાત્રે ગોતાલાવાડી ખાતે ગ્રીન કોરિડોર બંદોબસ્ત હતો. ટ્રાફીક પોલીસ રીજીયન -2 ના માણસો બંદોબસ્તમાં હાજર હતા. ત્યારે રાત્રે 11 વાગે એક બાઈક ચાલક ગોતાલાવાડી સર્કલ ઉપર પડી ગયો હતો. જેથી હાજર ટ્રાફિક પોલીસના માણસોએ જઈને ચેક કરતા યુવકને એટેકની અસર જણાઈ હતી. જેથી યુવકને ટ્રાફિકના માણસોએ છાતીની ડાબી બાજુના ભાગે પમ્પીંગ કર્યું હતું. અને સરકારી વાહન બોલેરોમાં નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ઇમરજન્સી સારવારમાં દાખલ કરાયા હતા. આજે હોસ્પિટલમાં પુછપરછ કરતા દર્દીનું નામ મયુરભાઈ પ્રવિણભાઈ ઘોડકે (રહે- જલગાંવ મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળ્યું હતું. મયુરને માયનોર એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અને તેને સારવાર બાદ રજા પણ આપી દેવાઈ છે. મયુર મહારાષ્ટ્રમાં ભુસાવલ જિલ્લામાં એસબીઆઈ બેંકમાં નોકરી કરે છે. તેની પત્ની સુરતની હોવાથી તે પત્નીને સુરત મુકવા માટે આવ્યો હતો.

Most Popular

To Top