Business

સુરત ST ડેપોમાંથી બાઇક ચોરનાર ઝડપાયો,વાહન ચોરીના અન્ય બે ગુના ઉકેલાયા

સુરત: સુરત (Surat) એસટી ડેપોમાંથી (ST Depot) મોટરસાયકલ (Bike) ચોરી પ્રકરણમાં પોલીસે રીઢા ચોરને (Thief) ઝડપી પાડી બે પોલીસ સ્ટેશનના ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. ઝડપાયેલો આરોપી અગાઉ પણ દાહોદ,ગોધરા સહિત અન્ય જિલ્લાઓમાં વાહન ચોરીના 11 ગુના આચરી ચુક્યો હોવાનું પોલીસ (Police) તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ચોરીની મોટર સાયકલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જે.બી.ચૌધરી (પીઆઇ મહિધરપુરા પોલીસ) એ જણાવ્યું હતું કે, સુરત એસટી ડેપોમાં ફરજ બજાવતા તુષાર રાવલ નામના કર્મચારીની ગત નવેમ્બર મહિનામાં ડેપોમા પાર્ક હોન્ડા સાઈન મોટર સાયકલની ચોર થઈ હતી. મોટર સાયકલની શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો નહિ લાગતાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીનું પગેરું શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી. દરમ્યાન મહિધરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ માહિતી ના આધારે હોન્ડા સાઈન મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા શંકમંદ ઈસમને ઝડપી પાડ્યો હતો. અજાણ્યા ઈસમની કડક પૂછપરછમાં મોટરસાયકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, આરોપી અરવિંદ જયંતિ વ્યાસે આ મોટર સાયકલ એસટી ડેપો ખાતેથી ચોરી કરી હતી. આ સિવાય આરોપી દ્વારા દાહોદ, ગોધરા સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી પણ 11 જેટલા વાહન ચોરીના ગુના આચરી ચુક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે

Most Popular

To Top