SURAT

સચિનમાં નાનાએ જ 7 વર્ષની પૌત્રી સાથે છેડછાડ કરી,પોલીસે પાંજરે પૂર્યો

સુરત: સચિનના (sachin) એક ગામમાં મામાને ત્યાં અભ્યાસ માટે આવેલી માસુમ દીકરી સાથે નાનાએ બદકામ કર્યું હોવાનો શરમ-જનક કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ ભાણી સાથે થઈ રહેલી માનસિક વિકૃત નાનાની ગંદી હરકતો જાણતા જ પરિવારે પોલીસને (Police) જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિકૃત માનસિકતા ધરાવતા નાનાની હાલ પોલીસે ધરપકડ કરી માસુમને તબીબી પરીક્ષણ માટે સિવિલમાં (Civil Hospital) દાખલ કરવામાં આવી છે. માસુમ દીકરીની મામી એ કહ્યું કે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. દીકરી આસામથી સુરત મામાના ઘરે અભ્યાસ માટે આવી હતી. આવી ગંદી હરકત કરતા નાનાની માનસિકતા ખબર પડતાં જ પોલીસને સોંપી દીધો છે.

મામીએ જણાવ્યું હતું કે માસુમ દીકરીની ઉંમર 7 વર્ષની જ છે. માતા-પિતા આસામમાં રહે છે. એક વર્ષ પહેલા દીકરી મામા ને ત્યાં અભ્યાસ માટે આવી હતી. જો કે આધાર કાર્ડ અને જન્મનો પુરાવો આપવામાં સમય લાગતા દીકરી મધરેસામાં અભ્યાસ કરવા જતી હતી. એટલું જ નહીં પણ સંયુક્ત પરિવારમાં નાના-નાની (સાસ-સાસુર) એક પુત્ર અને પતિ-પત્ની સાથે રહીએ છીએ તેમના પતિ એસી રીપેરીંગ કામ કરી સંયુક્ત પરિવારનું ગુજરાન ચલાવે છે.

વધુમાં જણાવ્યું હતું કે નાનાની વાસનાનો ભોગ બનેલી માસુમ દીકરી (પૌત્રી) એક વર્ષ પહેલા આસામથી સુરત અભ્યાસ માટે આવી હતી. જો કે છેલ્લા થોડા મહિનાઓથી માસુમ દીકરી સાથે રાત્રિ દરમિયાન નાના ગંદી હરકત સાથે છેડછાડ કરતા હોવાની જાણ માસુમ દીકરી એ જ કરી હતી. બસ આ વાત જાણતા જ પાડોશીઓ અને સોસાયટી વાસીઓની મદદથી પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. ત્યારબાદ માસુમ દીકરીને તબીબી પરીક્ષણ માટે સિવિલ લઈ જવામાં આવી હતી. હાલ પોલીસે વૃદ્ધ નાનાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top