SURAT

પેસેન્જરોના ઘસારાને જોઈને પશ્ચિમ રેલવે આ પાંચ વિન્ટર સ્પેશિયલ ટ્રેન દોડાવશે, સુરતને મળશે લાભ

સુરત: (Surat) પેસેન્જરોના ઘસારાને જોઈને પશ્ચિમ રેલવે (Western Railways) પાંચ વિન્ટર સ્પેશિયલ ટ્રેન (Winter Special Train) દોડાવશે. રેલવેના સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર પાંચ સ્પેશિયલ ટ્રેનોમાં ટ્રેન નંબર 09057-09058 ઉધના-મંગલુરૂ સ્પેશિયલ ટ્રેનના બંને તરફ મળીને 8 ફેરા થશે. આ ટ્રેન (Train) વલસાડ,વાપી,પાલઘર,વસઈ રોડ,પનવેલ,રોહા ખેડ.ચિપલુન,કરમાલી,મડગાંવ, ઉડુપી સહિતના સ્ટેશનોએ ઉભી રહેશે.

ટ્રેન નંબર 09412-09411 અમદાવાદ-કરમાલી સ્પેશિયલ ટ્રેનના બંને તરફ મળીને 4 ફેરા થશે. આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, સાવંતવાડી રોડ, શિવિલન સહિતના સ્ટેશનોએ ઉભી રહેશે. ટ્રેન નંબર 09575-09576 બાંદ્રા ટર્મિનસ- ઓખા સ્પેશિયલ ટ્રેનના 4 ફેરા થશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરુચ, વડોદરા, અમદાવાદ, વીરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. ટ્રેન નંબર 09325-09326 બાંદ્રા ટર્મિનસ- ડો. અંબેડકરનગર સ્પેશિયલ ટ્રેનના 4 ફેરા થશે.

આ ટ્રેન બોરીવલી,વાપી, સુરત,વડોદરા, દાહોદ,રતલામ, નાગદા,ઉજ્જૈન,દેવાસ અને ઇંદોર સ્ટેશને ઉભી રહેશે. ટ્રેન નંબર 09207-09208 બાંદ્રા ટર્મિનસ- ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના 4 ફેરા થશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, નડિયાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ઢોલા, સોનગઢ અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ તમામ ટ્રેનોનું બુકિંગ 18 અને 19 ડિસેમ્બર 2022થી શરૂ થશે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
રાજપીપળા: ગરૂડેશ્વર ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે અત્રે પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં મુંબઇથી આવેલા વયોવૃદ્ધ પ્રવાસી કે.એન.મહિડા સાથે ચર્ચા કરી તેમની ક્ષેમ કુશળતાના ખબરઅંતર પૂછ્યા હતા, વાર્તાલાપ બાદ કે.એન.મહિડા ભાવુક થયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, અમને આશા ન હતી કે, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીશું અને પૂર્વ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થશે, આજે અમારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો પ્રવાસ સફળ થયો છે અને કોવિંદજીની સાદાઇથી અમે પરિવારજનો અત્યંત પ્રભાવિત થયા છે.

ત્યારબાદ વ્યૂઇંગ ગેલેરીમાં કેનેડાથી આવેલી ૭ વર્ષિય બાળકી ઝંકાર પંડ્યા સાથે સંવાદ કરતા પૂર્વ રાષ્ટ્રપતિએ બાળસહજ સ્વભાવને પારખીને “YOU ARE LOOKING SO GORGEOUS” કહી ચશ્મા પહેરી લેવા આગ્રહ કરી તાળીઓથી ઉત્સાહ વધાર્યો હતો. તો આ તરફ ડીસા આદર્શ નિવાસી શાળાનાં બાળકો અને પ્રવાસીઓ પણ પૂર્વ રાષ્ટ્રપતિની સાદગી જોઇ તેમની તરફ સંવાદ માટે ઉત્સુક બની આકર્ષાયા હતા. જેથી કોવિંદે પ્રોટોકોલ તોડી બાળકોને રૂબરૂ મળવા ગયા હતા અને તેમની સાથે તસવીર પણ ખેંચાવી હતી. કલેક્ટર શ્વેતા તેવતિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બૂક અર્પણ કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિની એકતાનગરની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, નાયબ કલેક્ટર શિવમ બારિયા સાથે રહ્યા હતા.

Most Popular

To Top