Dakshin Gujarat

સુરતની આ 3 મહિલાઓ એવી તે કઈ વસ્તુનું છૂટક વેચાણ કરતી કે ગણદેવી પોલીસે ઝડપી પાડી

નવસારી-ગણદેવી : નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર એંધલ ગામ બસ સ્ટોપ (Bus Stop) પાસેથી ગણદેવી પોલીસે (Police) બાતમીના આધારે 37 હજારના વિદેશી દારૂ (Alcohol) સાથે 3 મહિલાને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર એંધલ ગામ પાસેથી 3 મહિલા પાસે રહેલી મીણીયા થેલીની તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 37,675 રૂપિયાની વિદેશી દારૂના 323 નંગ બોટલો અને પાઉચ મળી આવ્યા હતા. જેથી પોલીસે સુરત સલાબતપુરા આંબાવાડી દક્ષિણી મહોલ્લામાં રહેતા નયનાબેન નવીનચંદ્ર રાણા, સુરત રિંગરોડ માન દરવાજા કિન્નરી ટોકીઝની સામે રહેતી જ્યોતિબેન ઉર્ફે ચંદ્રિકાબેન હસમુખભાઈ રાણા અને સુરત અંબાનગર જૂની સ્કૂલની પાસે એસએમસી ક્વાટર્સમાં રહેતા મીનાબેન મહેશભાઈ રાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પૂછપરછ કરતા દમણ ખાતેથી અજાણ્યા ઈસમો પાસેથી છૂટક રીતે થોડો થોડો કરી વિદેશી દારૂ ભેગો કરી સુરત લઈ જઈ છૂટક વેચાણ કરતા હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના માંડવા ટોલપ્લાઝા પાસેથી ખાનગી બસમાંથી દારૂ સાથે બે ઝડપાયા
અંકલેશ્વર: અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર માંડવા ટોલપ્લાઝા પાસેથી ભરૂચ એલસીબી પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં રૂ.49 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ભાવનગરના બે શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સની બસમાં બે શખ્સ પેસેન્જર તરીકે બેસી વિદેશી દારૂનો જથ્થો લઇ જઈ રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ખાનગી બસ આવતાં તેને રોકી અંદર બે શખ્સની તલાસી લેતાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે ભાવનગરના યુવરાજસિંહ પ્રવીણસિંહ વાઘેલા અને બલભદ્રસિંહ નટુભા ગોહિલની અટકાયત કરી રૂપિયા 49,215નો દારૂ કબજે કરી તેઓ વિરુદ્ધ શહેર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના સરોધી હાઈવે પર ટ્રકમાંથી રૂ.૧૨.૬૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વલસાડ : વલસાડ નજીકના સરોઘી હાઇવે પરથી એલસીબી પોલીસે નાકાબંધી કરીને ટ્રકમાંથી રૂ.૧૨.૬૪ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી પોલીસે સુરતના ચાલકની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગોસ્વામી એમની ટીમ સાથે હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળતાં પોલીસની ટીમે વલસાડ નજીકના સરોઘી એચપી પેટ્રોલ પંપ સામે નેહાનં.48 સુરત તરફ જવાના માંગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી ટ્રક આવતા પોલીસે નાકાબંધી કરી દીધી હતી. જેથી ટ્રક ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. પોલીસે ટ્રક સાઇટ પર લઈ જઈને તપાસ કરતા ટ્રકમાં બીલટી કાગળોની આડમાં લઈ જવાતો રૂ.12.64 લાખનો ઇગ્લિંશ દારૂ બોટલ નંગ 3060 મળી હતી. પોલીસે સુરતનો ટ્રકચાલક મહારાષ્ટ્રમાં રહેતો નિઝામ ઝૈનુદીન શેખની ધરપકડ કરી હતી. પોલીસે મોબાઇલના પ્લાસ્ટિકની સૂતળી તથા બીલટી કાગળો મળીને કુલ્લે રૂ. 27.74 લાખના મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ કરી છે.

Most Popular

To Top