SURAT

સુરતના વરાછા ખાતે ધાબા ઉપર જુગાર રમતી 6 મહિલાઓ પકડાઈ

સુરતઃ (Surat) વરાછા માતાવાડી ખાતે સાંઈધામ એપાટર્મેન્ટના ધાબા ઉપર ગઈકાલે બપોરે 6 મહિલાઓને જુગાર (Gambling) રમતી વરાછા પોલીસે પકડી પાડી હતી. મહિલાઓ જુગાર રમતા દાવ ઉપરના રોકડા રૂપિયા 950 તથા અંગઝડતીના રોકડા 16,790 રૂપિયા મળી કુલ 17,740 રૂપિયા ની મત્તા પોલીસે (Police) કબજે લીધી હતી.

વરાછા પોલીસની ટીમને (Varachha Police Team) ગઈકાલે બપોરે વરાછા માતાવાડી સાંઈધામ એપાર્ટમેન્ટના ધાબા ઉપર કેટલીક મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેઈડ (Police Raid) કરતા જુગાર રમતા નયનાબેન નટુભાઇ દેવજીભાઈ ઠાકોર (ઉ.વ.૫૫, રહે. સહયોગ સોસાયટી, વરાછા), જયાબેન રામજીભાઇ શનાભાઈ સરવૈયા (ઉ.વ.૫૦, રહે. વિક્રમનગર સોસાયટી, પુણાગામ), દિવ્યાબેન બાબુભાઇ હરજીભાઈ મકવાણા (ઉ.વ.૩૮, રહે. સાંઈધામ એપાર્ટમેન્ટ માતાવાડી વરાછા), ગીતાબેન રમેશભાઈ કરશનભાઇ હિરપરા (ઉ.વ.૩૫, રહે. કિષ્ના રો-હાઉશ, પાસોદરા, કામરેજ), રંજનબેન મનસુખભાઈ ગોરધનભાઇ મણવર (ઉ.વ.૫૫, રહે. કમલપાર્ક સોસાયટી, વરાછા) તથા જયાબેન રમેશભાઈ સુરાણીની વિધવા (ઉ.વ.૫૨, રહે- નિધી એપાર્ટમેન્ટ રજવાડી પાર્ટી પ્લોટની સામે અમરોલી) ને ઝડપી પાડ્યા હતા. આ મહિલાઓ જુગાર રમતા દાવ ઉપરના રોકડા રૂપિયા 950 તથા અંગઝડતીના રોકડા 16,790 રૂપિયા મળી કુલ 17,740 રૂપિયા ની મત્તા કબજે લીધી હતી.

મોટા વરાછામાં બિલ્ડરની ઓફિસમાંથી 39 હજારની ચોરી
સુરતઃ મોટા વરાછા ખાતે રેસીડેન્સી બિલ્ડીંગના પ્રોજેક્ટમાં આવેલી બિલ્ડરની ઓફિસમાંથી અજાણ્યા ચોર ટીવી, ગેસ, ગીઝર સહિત 39 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વરાછા રોડ બરોડા પ્રિસ્ટેઝ પાસે હંસ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય પ્રવિણભાઇ હરીભાઇ નારોલા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. વર્ષ 2018થી તેમને અમરોલી મોટા વરાછા અબ્રામા રોડ ઉપર તાપી આર્કેટની સામે નિલગીરી હાઇટ્સ નામનો પ્રોજેક્ટ શરૂ કરી ત્યાંજ પોતાની ઓફિસ રાખી છે. દરમિયાન ઓફિસનો છેલ્લા એકાદ વર્ષથી ઉપયોગ કર્યો નથી. પરંતુ ઓફિસના મેન્ટેનન્સ માટે તેઓ અઠવાડિયે દસ દિવસે એકાદ આંટો મારતા હતા. ગત 18 તારીખે બપોરે તેઓ ઓફિસે ગયા હતા. ત્યારે મુખ્ય દરવાજાનનું લોક તુટેલું હતું. અને ઓફિસમાંથી ટીવી, ગેસ, ગીઝર, એસી, લાઈટ ફોક્સ બાથરૂમના છ નળ ચોરાયા હતા. વાયરીંગ મળીને કુલ 39600 રૂપિયાની ચોરી થયાનું બહાર આવતા તેમને અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top