SURAT

સુરતનો નવો રેકોર્ડ: દોઢ લાખથી વધુ લોકોએ કર્યા યોગા

સુરત: આજે 21 જુન એટલે વિશ્વ યોગ દિવસ. વિશ્વ યોગ દિવસની ઉજવણી આખા દેશમાં થઇ રહી છે. આ તમામ ઉજવણીમાં સુરત વિશેષ રહ્યું છે. સુરતમાં આજે દોઢ લાખથી વધુ લોકોએ એક જ સ્થળે એકત્ર થઇને યોગ કર્યા હતા. એક જ સ્થળે એક સાથે દોઢ લાખ લોકોએ યોગ કર્યા હોય એવો વિશ્વ વિક્રમ સુરતમાં રચાયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમ માં નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા અનેક મહાનુભાવોએ આજે વહેલી સવારે વાય જંક્શન પર પહોંચી જઇને યોગ કર્યા હતા. વાય જંકશનની ત્રણેય તરફ સુરત મનપા દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શહેરના મગદલ્લા પાસેના વાય જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી 12 કિ.મી.સુધીના રસ્તા ઉપર સવારે 6 વાગ્યા સુધી નાગરિકો યુવાનો, મહિલાઓ યોગદિવસની ઉજવણીમાં જોડાયા હતા. દોઢ લાખથી વધુ સુરતીઓએ એક સમયે એક સ્થળે ભેગા થયા હતા અને એક સાથે યોગ કરીને ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો. ગિનિસ બુક ના પ્રતિનિધિઓએ રેકોર્ડ નું સર્ટિફિકેટ મુખ્યમંત્રીને આપ્યું હતું.

મુખ્યમંત્રી એ આ પ્રસંગે કહ્યું કે તમામ ને વિશ્વયોગ દિવસ ની શુભકામના. આજે વિશ્વ આંખું નવમો વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યું છે. પ્રાચીન વિદ્યા ને વિશ્વભરમાં ફેલાવવાનો શ્રેય પી એમ ને આપવો પડે. કોરોના માં યોગ સંજીવની સમાં બન્યા. સર્વજન સુખાઈ ના કામો થયા. વિશ્વભરના દેશો ભારત ના યોગ દ્વારા પ્રાચીન વિદ્યા ને અપનાવી રહ્યા છે. ગુજરાતમાં સવા કરોડ લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાવવા ના છે. સુરતમાં વિશ્વ વિક્રમ સર્જાયો છે. પી એમ ના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં યોગ બોર્ડ ની રચના કરાઇ છે. ૫૦૦૦ થી વધુ લોકો રોજગારી પણ આપી છે . ૨૧ યોગ સ્ટુડિયો પણ શરૂ કરવા આયોજન છે. આમ યોગથી સ્વસ્થ્ય સુખાકારી ને પહેલ બની રહેશે.

Most Popular

To Top