SURAT

સુરત: પાસામાંથી 15 દિવસ પહેલા છૂટેલા માથાભારે યુવકની ઘાતકી હત્યા

સુરત: (Surat) સચિન સૂડા સેક્ટર- ૨માં ગઈકાલે રાત્રે જુના ઝઘડાની અદાવતમાં (Enmity) માથાભારે યુવકની ઘાતકી હત્યા (Murder) કરાઈ હતી. મૃતક 15 દિવસ પહેલા જ પાસામાંથી છૂટ્યો હતો. બનાવને પગલે સચિન પોલીસનો (Police) કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને બે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • પાસામાંથી 15 દિવસ પહેલા છૂટેલા માથાભારે યુવકની ઝઘડાની જુની અદાવતમાં ઘાતકી હત્યા
  • મૃતકને ચા પીવાના બહાને લઈ જઇ બે આરોપીઓએ ચપ્પુના સાતેક ઘા મારી પેટના આંતરડા બહાર કાઢી નાખ્યા

સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન સુડા સેક્ટર -૨ ખાતે રહેતા અને માથાભારે છાપ ધરાવતો અકરમ વાસીમ હાસમી પંદર દિવસ પહેલા જ પાસામાંથી છુટ્યો હતો. દરમ્યાન ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં અકરમ તેના સાગરીતો સાથે બેઠો હતો. થોડા સમય બાદ આરોપી જીતેન્દ્ર ઉર્ફ છોટુ તથા રાજુએ અકરમને ચા પીવાના બહાને પોતાની મોપેડ ઉપર લઇ ગયા હતા. અને તુ કેમ અમારી સાથે ઝઘડો કરે છે અને અગાઉ પણ મારી સાથે કેમ ઝઘડો કર્યો હતો તેમ કહ્યું હતું.

અગાઉના ઝઘડાની અદાવત રાખી જીતેન્દ્ર ઉર્ફ છોટુ તથા રાજુએ અકરમને સાઇડ પર લઇ જઇ તેની સાથે ઝઘડો કરી ચપ્પુ કાઢી અકરમના શરીર અલગ અલગ જગ્યાએ ચપ્પુના સાતેક ઘા મારી પેટના આંતરડા બહાર કાઢી હત્યા કરી હતી. તથા તેની સાથેના સાગરીતો આલોક ઉર્ફ વિક્કુને ઢીકમુક્કીનો માર મારી નાસી ગયા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી જીતેન્દ્ર મહેન્દ્રસિંહ નિશાદ (ઉ.વ.20, રહે. સુડા સેક્ટર-2 તથા મુળ ઉત્તરપ્રદેશ) અને રાજુ ડેબર રાજભર (ઉ.વ.19, રહે. એપરેલ પાર્કના અંદર ઝુપડપટ્ટીમાં સચિન તથા મુળ ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી હતી.

‘અમે પોલીસવાળા છીએ, અત્યારે ચોરીઓ વધારે થાય છે, તમારા દાગીના પાકીટમાં મુકી દો’ કહી દાગીના ચોરી ગયા
સુરત : કતારગામ ખાતે રહેતી વૃદ્ધા પાસેથી રસ્તામાં ચાર જણાએ પોલીસની ઓળખ આપી તેમના દાગીના ઉતારાવી પાકીટમાં મુકાવ્યા હતા. અને બાદમાં નજર ચુકવી દાગીના ચોરી કરી ગયા હતા. ઘરે આવીને જોયુ ત્યારે વૃદ્ધાને દાગીના ચોરી થયાની જાણ થતા કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કતારગામ ખાતે અશોકનગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય શાંતુબેન બાલુભાઈ ગઢીયા ગઈકાલે ડભોલી ચાર રસ્તા નજીક સ્વામીનારાયણ સોસાયટીમાં આવેલા મહીલા મંદીર ખાતે દર્શન કરવા ગઈ હતી. દર્શન કરીને આઠેક વાગ્યાના સુમારે સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હતા. તે વખતે સ્પોર્ટ્સ બાઇક પર ચાર અજાણ્યા આવ્યા હતા. તેમણે આ વૃદ્ધાને પોતાની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી. ‘અમે પોલીસવાળા છીએ તમે ઘરેણા કેમ પહેરો છો? અત્યારે ચોરીઓ વધારે થાય છે જેથી તમે તમારા દાગીના ઉતારી તમારા પાકીટમાં મુકી દો’. બાદમાં તે પૈકીના એક વ્યક્તિએ તેના ગળામાં પહેરેલી ચેઈન અને વીટી તેના પાકીટમાં મુકી હતી. અને વૃદ્ધાને પણ તેના દાગીના ઉતારી મુકી દેવા કહ્યું હતું. આમ કહીને વૃદ્ધાની સોનાની બે કડલી (બંગડી), સોનાનુ મંગળસુત્ર મળી કુલ 1.50 લાખના દાગીનાનું પાકીટ બદલીને નીકળી ગયા હતા. વૃદ્ધાએ ઘરે આવીને પાકીટ ચેક કર્યું તો અંદરથી દાગીના ગાયબ હતા. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top