SURAT

મેટ્રોના આ રૂટમાં નડતરરૂપ 14 સિટી બસસ્ટોપ તોડી નવા બનાવાશે

સુરત(Surat) : શહેરના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સમાન સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી દબાદબાભેર ચાલી રહી છે. શહેરમાં મેટ્રોની કામગીરી હવે ફ્લોર પર દેખાવા લાગી છે. જેમાં હાલમાં મેટ્રોના પ્રથમ ફેઝ સરથાણાથી (Sarthana) ડ્રીમ સિટીના (Dream City) રૂટ પર સિવિલ વર્ક ચાલુ કરી દેવાયું છે. હાલ ડ્રીમ સિટીથી કાદરશાની નાળ સુધીના રૂટ પર મેટ્રોને નડતરરૂપ 14 સિટી બસ સ્ટોપને તોડી પાડવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જેમાં હાલ પ્રથમ ફેઝના રૂટ ડ્રીમ સિટીથી સરથાણા પર અંડરગાર્ઉન્ડ તેમજ એલીવેટેડ રૂટ પર મેટ્રો માટે કન્સ્ટ્રક્શન વર્ક શરૂ કરી દેવાયું છે. હાલ પ્રથમ ફેઝમાં કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના રૂટ પર મનપા દ્વારા બનાવાયેલા 14 સિટી બસ સ્ટોપ નડતરરૂપ હોય, તેને તોડી પાડવા શાસકો પાસે મંજૂરી માંગવામાં આવી છે. બસ સ્ટોપ તોડી પાડવાની કામગીરી જીએમઆરસી દ્વારા જ કરાશે અને તેના સ્થાને નવા સ્ટેશન પણ બનાવી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મેટ્રો ફેઝ-1માં ડ્રીમ સિટીથી સરથાણા રૂટમાં નડતરરૂપ સેન્ટ્રલ ઝોન વિસ્તારના ત્રણ સર્કલ દુર કરવાના કામ મંજૂર કરાયા હતા, જેમાં મક્કાઇપુલ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા, એકતા સર્કલ ખાતે આવેલી હોડી અને સગરામપુરા વિજય વલ્લભ ચોક પાસેના કળશના સ્કલ્પચરને હટાવી તેને અન્ય જગ્યાએ પ્રસ્થાપિત કરાશે.

સુરત મેટ્રો માટે હવે આ મશીનની મદદથી ઝડપથી અંડરગ્રાઉન્ડ ટનલ બનાવાશે
સુરત: સુરતમાં મેટ્રો રેલ (Surat Metro Rail) માટે અંડરગ્રાઉન્ડ ટનલ (Under Ground Tunnel) બનાવવા માટેના કોન્ટ્રાક્ટર (Contractor) જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના બે ટનલ બોરિંગ મશીન (Boring Machine) દ્વારા ગત અઠવાડિયે ફેકટરી એકસેપ્ટન્શ ટેસ્ટ પાસ કરી લેવામાં આવ્યા છે. આ સાથે જ આગામી દિવસોમાં આ ટનલ બોરિંગ મશીન દ્વારા સુરતમાં મેટ્રો રેલ માટેના પ્રથમ ફેઝમાં 3.56 કિમી. માટે સુરત રેલવે સ્ટેશનથી (Surat Railway Station) ચોકબજાર રેમ્પ સુધીમાં અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અગાઉ આ મશીનનો ઉપયોગ દિલ્હી મેટ્રોમાં (Delhi Metro) કરવામાં આવ્યો હતો.

S25 તેમજ S26 તરીકે ઓળખાતા આ મશીન દ્વારા દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીનથી લાજપત નગર સુધી ટનલ બનાવવામાં આવી હતી. બાદમાં આ મશીન દ્વારા દિલ્હીમાં મુંડખા ખાતે મુકી દેવામાં આવ્યું હતું. હવે આ મશીનને સુરતના પાલનપોર ખાતે મુકીને તેનું રિસ્ટોરેશન તેમજ એસેમ્બલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ડિસે., 2020માં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujarat Metro Rail Corporation) દ્વારા જે.કુમાર ઈન્ફ્રાપ્રોજેક્ટસને સુરતમાં મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝનો રૂપિયા 941.80 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં ચોકબજાર, મસ્કતિ હોસ્પિટલ તેમજ સુરત રેલવે સ્ટેશન સહિતના 3 સ્ટેશનોનો સમાવેશ કરતા મેટ્રો રેલના 21.61 કિ.મી.ની કામગીરીનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્ટેશનને ભુગર્ભમાં બનાવવામાં આવનાર છે.

Most Popular

To Top