Gujarat

ગુજરાતની ગેરકાયદે દરગાહને વહીવટીતંત્રે જમીનદોસ્ત કરી, 2 મંદિરો સામે પણ કાર્યવાહી

ગાંધીનગર: ગુજરાતના (Gujarat) જૂનાગઢ (Junagadh) શહેરમાંથી ગુજરાત સરકારની મોતી કાર્યવાહી સામે આવી છે. પ્રશાસને અહીં મજવાડી ગેટ સ્થિત દરગાહ (Dargah) સામે કડક કાર્યવાહી કરી છે. વાસ્તવમાં આ દરગાહનું નિર્માણ કાર્ય દાયકાઓ પહેલા મજવાડી દરવાજા પાસે શરૂ થયું હતું. તેમજ સમયની સાથે દરગાહનું કદ વધતું ગયું. તેમજ સત્તાવાળાઓ આ દરગાહને મોટી કરતા ગયા. પરિણામે તંત્રએ આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ સાથે જ તંત્રએ બે મંદિરો (Temples) ઉપર પણ કાર્યવાહી કરી છે.

વાસ્તવમાં આ દરગાહ રોડની વચ્ચે આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરીને બનાવવામાં આવી હતી. આ ગેરકાયદે દરગાહને વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હતી. બુલડોઝરની કાર્યવાહી કરીને વહીવટીતંત્રે આ દરગાહને જમીનદોસ્ત કરી દીધી હતી. જો કે જૂન 2023માં આ દરગાહને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે બેફામ તત્વોના કારણે દરગાહને તોડી શકાઈ ન હતી.

જૂનાગઢમાં ગેરકાયદેસર દરગાહ પર બુલડોઝર ફરી વળ્યું
વાસ્તવમાં રસ્તાની વચ્ચે સરકારી જમીન પર કબજો કરીને બનેલી દરગાહને તોડી પાડવા માટે વહીવટીતંત્રની ટીમ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન 1000 પોલીસ દળોએ સુરક્ષાનો હવાલો સંભાળ્યો હતો. આ પછી રાત્રે જ દરગાહને તોડી પાડવાનું કામ શરૂ થઈ ગયું.

સવારે 5 વાગ્યા સુધીમાં દરગાહને તોડીને આખી જમીન સમતલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જ્યારે બુલડોઝરની કામગીરી ચાલી રહી હતી. ત્યારે રસ્તાઓ પર 400 મીટર આગળથી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. જેથી અવરજવર અટકાવી શકાય. તમને જણાવી દઈએ કે આ દરગાહ મજવાડી દરવાજા પાસે બનેલી છે.

2 ગેરકાયદેસર મંદિરો દૂર કરાયા
વાસ્તવમાં આ દરગાહ રસ્તાની વચ્ચે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. સમયની સાથે સરકારી જમીન મેળવીને દરગાહનું કદ વધાર્યું હતુ. અસલમાં ગત વર્ષે જૂન મહિનામાં પણ દરગાહને હટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જૂનમાં સ્થાનિક લોકોએ દરગાહ પર કાર્યવાહી કરવા પહોંચેલી ટીમ પર હુમલો કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને સરકારી વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં અલગ-અલગ જગ્યાએ બનેલા બે ગેરકાયદેસર મંદિરો પણ દૂર કરવામાં આવ્યા છે. પોલીસ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Most Popular

To Top