SURAT

જામનગરમાં 2 કિગ્રા ગાંજા સાથે પકડાયેલા આરોપીએ સુરતથી ગાંજો ખરીદ્યો હતો

સુરત: (Surat) જામનગરમાં બે કિલો ગાંજા (Cannabis) સાથે પકડાયેલા આરોપીની કબૂલાત બાદ તેને ગાંજો વેચનાર સુરતના સપ્લાયરને જામનગર (Jamnagar) પોલીસે સુરત એસઓજીની (SOG) મદદથી ઝડપી પાડ્યો હતો. આરોપીઓ વિરૂધ્ધમાં જામનગર સીટી બી ડીવીઝન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી. આરોપીએ કબ્જે કરાયેલો ગાંજાનો જથ્થો સુરત શહેર ખાતેના આરોપી પિંકુભાઈએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

  • જામનગરમાં 2 કિગ્રા ગાંજા સાથે પકડાયેલા આરોપીને સુરતથી ગાંજો વેચનાર ઝડપાયો
  • આરોપીને પકડવા માટે જામનગર પોલીસની ટીમ સુરત આવી હતી

ગત 5 મે ના રોજ જામનગર ગુલાબનગર મંગલમૂર્તિ પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી આરોપી આકાશભાઈ કાળુભાઈ નાધોણા (રહે. હાલ ચોટીલા જલારામ મંદિર પાછળ આવાસમાં તા.ચોટીલા જી. સુરેન્દ્રનગર તથા મુળ રાજકોટ) પાસેથી 2 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજો મંગાવનાર તથા ગાંજાનો જથ્થો આપનાર તમામ આરોપીઓ વિરૂધ્ધમાં જામનગર સીટી બી ડીવીઝન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી. આરોપીએ કબ્જે કરાયેલો ગાંજાનો જથ્થો સુરત શહેર ખાતેના આરોપી પિંકુએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

આરોપીને પકડવા માટે જામનગર પોલીસની ટીમ સુરત આવી હતી. સુરત એસઓજીની મદદથી સંકલન કર્યું હતું. એસઓજીની ટીમે આજે બાતમીના આધારે આરોપી પીન્કુ શંકર શાહુ ઉ.વ.૨૯ રહે.અશ્વની કુમાર રેલ્વે પટરી ફુલવાડી તથા મુળ ગંજામ, ઓડીસા) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે, પોતે ચોરી છુપીથી છુટકમાં ગાંજાનુ વેચાણ કરતો હતો. જામનગર ખાતે પકડાયેલો આરોપી સુરત ખાતે ગાંજાની ખરીદી કરવા માટે આવ્યો હતો. જેથી તેને પોતાએ 2 કિલોગ્રામ ગાંજાનો જથ્થો વેચ્યો હતો. આરોપી ગંજામ જીલ્લાના આસ્કા પોલીસ સ્ટેશનમાં પણ 23 કિલોગ્રામ ગાંજાના કેસમાં વોન્ટેડ હતો.

ગોડાદરામાં દેશી બનાવટના તમંચા સાથે એક વ્યક્તિ ઝડપાયો
સુરત: સાડી ઉપર ટીકી લગાડવાનું કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની બબલુસિંહને એસઓજીની ટીમે દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 45 હજારનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરાઈ હતી.

એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોડાદરાની એક સોસાયટી વંદના હેન્ડ પ્રિન્ટ પાસે એક વ્યક્તિ તમંચો લઈને ફરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે ગોડાદરાની લક્ષ્મણ નગર સોસાયટી નજીક વંદના હેન્ડ પ્રિન્ટ પાસે મોપેડ (GJ-0-NR-7854)પર બેઠેલા બછરાજસિંહ ઉર્ફે બબલુસિંહ જયરામસિંહ રાજપૂત (ઉ.વ. 41 રહે. 155, રઘુવીરધામ સોસાયટી, બૈજનાથ મંદિર પાસે, નિલગીરી રોડ, ગોડાદરા તથા મુળ હમીરપુર, યુ.પી) ને ઝડપી પાડ્યો હતો. યુવક પાસેથી દેશી બનાવટનો તમંચો કબજે લીધો હતો. પોલીસે બૈજનાથની અટકાયત કરી તમંચો 5 હજાર, મોબાઇલ અને મોપેડ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top