SURAT

મહિલાને ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મેસેજ કરવાના મુદ્દે ડભોલીમાં મારામારી, પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો

સુરત: (Surat) મહિલાને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મેસેજ કરવાના મુદ્દે ડભોલીમાં બે પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. આ મારામારી બાદ વચ્ચે પડેલા જમીન દલાલની (Land Broker) ઉપર પણ જીવલેણ હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે રાયોટીંગનો (Rioting) ગુનો નોંધ્યો હતો. પોલીસના (Police) કહેવા પ્રમાણે વિવેકની પત્ની સાથે સંદિપ નામનો યુવક વાત કરતો હતો. જેની જાણ વિવેકને થઇ ગઇ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગરના વતની અને સુરતમાં વરિયાવ છાપરાભાઠારોડ ઉપર હેવન એંકલેવમાં રહેતા મહેશ જીવરાજભાઇ વાઘાણી જમીનદલાલીનું કામકાજ કરે છે. તેઓના પુત્રને તુષાર અને વિવેક નામના વ્યક્તિએ ઢોર માર માર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે વિવેકની પત્ની સાથે સંદિપ નામનો યુવક વાત કરતો હતો. જેની જાણ વિવેકને થઇ ગઇ હતી. આ વિવેક અને તેનો મિત્ર તુષાર તેમજ અન્ય એક અજાણ્યાઓ ડભોલી પાસે નીતિ ઓટો ગેરેજ પાસે આવ્યા હતા અને મારામારી કરવા લાગ્યા હતા. આ બાબતે મહેશભાઇના પુત્રને પણ માર માર્યો હતો.

આ ઘટનાને લઇને મહેશભાઇએ તુષારને ફોન કરીને બોલાવ્યો હતો પરંતુ તુષારે મહેશભાઇને ડભોલી પાસે મળવા આવવા કહ્યું હતું. અહીં મહેશભાની સાથે સાથે તુષાર, વિવેક અને બીજા ઇસમો પણ હતા. મહેશભાઇ અને તુષારની વચ્ચે બોલાચાલી થતાં તુષાર અને વિવેકે ઓફિસમાંથી ચપ્પુ કાઢી લાવીને મહેશભાઇ અને તેની સાથે આવેલા તેમના મિત્રોની ઉપર પણ હુમલો કર્યો હતો.

5.30 લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં આપનાર દલાલ અને વેપારી સામે ફરિયાદ
સુરત : 5.30 લાખનો માલ ખરીદીને પેમેન્ટ નહીં આપનારા કાપડ દલાલ તેમજ વેપારીની સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજસ્થાનના વતની અને સુરતના ઘોડદોડ રોડ ઉપર પાંજરાપોળ પાસે રત્નજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા રોશનલાલ શોભાલાલ ચૌધરી કાપડનો વેપાર કરે છે. તેઓનીપાસેથી ભટાર આર્શિવાદ પેલેસમાં રહેતા કાપડ દલાલ પંકજકુમાર મહાવીરપ્રસાદ જૈન તેમજ પુણાગામ નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા કાપડ વેપારી મયંક સુરેન્દ્રકુમાર જૈનની સાથે થઇ હતી. આ બંનેએ ભેગા થઇને રોશનલાલની પાસેથી રૂા. 5.3 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદ્યો હતો અને પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે બંનેની સામે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top