SURAT

મુઝે શ્યામ સે શાકા બનાને મેં તેરા હી હાથ હે અંજલી.. સુરતમાં પ્રેમ લગ્ન કરનાર યુવતી ભેરવાઈ

સુરતઃ (Surat) રાંદેર ખાતે રહેતી યુવતીએ (Girl) પરિવારની જાણ બહાર મંદિરમાં પ્રેમ લગ્ન (Love Marriage) કરી દોઢ મહિના સુધી માતા-પિતાના ઘરે જ હતી. યુવતીને તેની સાસુ અને નણંદે ઘરે આવીને ગાળો આપી હતી. બાદમાં તેના પતિએ ઇન્ટ્રાગ્રામ (Instagram) આઈડી પર યુવતી વિશે લખાણ લખી ગાળો આપી હતી. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • મુઝે શ્યામ સે શાકા બનાને મેં તેરા હી હાથ હે અંજલી, અજય ઓર ખાસ બંટી ખત્રી તીનો મરેંગે મેરે હાથ
  • યુવકે ત્રણ ઇન્સ્ટ્રાગ્રામ આઈડી બનાવી યુવતીનો ફોટો અપલોડ કરી ગાળો આપી હતી
  • યુવકે બહુમાળી કોર્ટમાં, બીઆરટીએસ બસમાં, આધારકાર્ડ સેન્ટર પાસે જઈને વારંવાર યુવતી અને તેના પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી
  • રાંદેરમાં પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન કરનાર યુવતી ભેરવાઈ

રાંદેર રામનગરમાં રહેતી 21 વર્ષીય ગીતાબેન (નામ બદલ્યું છે) અડાજણ ખાતે કેલી કોલરની નોકરી કરે છે. ગીતાબેને રાંદેર પોલીસ સ્ટેશનમાં પતિ ખુશાલભાઈ ગજવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. ગીતાબેને ગત 16 જુલાઈ 2020 ના રોજ ખુશાલભાઈ સાથે આરટીઓ પાસે આવેલા મહાકાળીના મંદિરમાં લગ્ન કરી બાદમાં મનપાના પશ્ચિમ ઝોનમાં નોંધણી કરાવી હતી. ગીતાબેને લગ્ન કર્યાના દોઢ મહિના સુધી ઘરમાં જાણ કરી નહોતી. અને તેના માતા-પિતાના ઘરે જ રહેતી હતી. ગીતાએ તેના પતિને ઘરે લગ્ન અંગેની જાણ કરવા માટે વાત કરતા ખુશાલે ગીતાને ગાડીમાં જ માર માર્યો હતો. અને ઘરે લગ્ન અંગે જાણ કરવાની ના પાડી હતી.

ખુશાલ ગીતાને કોઈ સાથે વાત કરવા દેતો નહી અને કશે બહાર પણ નીકળવા દેતો નહોતો. જેથી ગીતા તેને પતિના ઘરે ગઈ નહોતી. બાદમાં ખુશાલના માતા અને બેન ગીતાના ઘરે તેડવા માટે આવ્યા હતા. ત્યારે ગીતાએ આવવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી ગીતાને ઘરે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગીતાએ પતિની બેન અને માતા સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં 18 એપ્રિલ 2021 ના રોજ સાંજે ખુશાલે ગીતાના ડ્રાઈવર જે ઘરે મુકવા આવતો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેની ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જે તે સમયે રાંદેર પોલીસમાં અરજી કરી હતી. બાદમાં જાન્યુઆરી 2022 માં ખુશાલે ઇન્ટ્રાગ્રામ ઉપર અલગ અલગ આઈડી બનાવી હતી. અને તેમા મુઝે શ્યામ સે શાકા બનાને મેં તેરા હી હાથ હે અંજલી, અજય ઓર ખાસ બંટી ખત્રી તીનો મરેંગે મેરે હાથ આવું લખાણ લખી જાનથી મારી નાખવાની ધમકીવાળું લખાણ સોશિયલ મિડીયામાં મુક્યું હતું. તથા ગીતાના ફોટો પણ અપલોડ કર્યા હતા.

7 જુલાઈ 2022 ના સવારે ગીતા તેના ભાઈ સાથે આધારકાર્ડ અપડેટ કરાવવા માટે રામનગર તેમના ઘરની પાસે ગયા હતા. ત્યારે ખુશાલ ત્યાં ગયો હતો અને ગીતાને મારા ઘરે આવી જા નહીંતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ 15 જુલાઈએ ગીતા બહુમાળી કોર્ટ ખાતે કાઉન્સેલીંગની તારીખ હતી ત્યારે કોર્ટમાં ગઈ હતી. ત્યાં ખુશાલ આવીને તું બે દિવસમાં ઘરે નહી આવશે તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગયો હતો. ત્યારપછી પણ વારંવાર ગીતા નોકરીએ જતી ત્યારે અડાજણ બીઆરટીએસ બસમાં પાછળ આવીને ગાળો આપતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top