SURAT

1980માં બનેલું સુરતનું ગાંધીસ્મૃતિ ભવન આખેઆખું તોડી પડાશે, અહીં..

સુરત: (Surat) શહેરનું ઐતિહાસિક ગાંધી સ્મૃતિ ભવનને (Gandhi Smruti Bhavan) નવો ઓપ આપવા માટેની તૈયારી શાસકો દ્વારા કરવામાં આવી છે. જેમાં નવું ગાંધીસ્મૃતિ ભવન કેવું બનાવવું તેની ડિઝાઈન કેવી જોઈએ તે માટે પણ ખાસ કમિટી બનાવાઈ છે. જેથી હવે જુનું ગાંધીસ્મૃતિ ભવન તોડી પાડવાની તૈયારી મનપા (Corporation) દ્વારા કરવામાં આવી છે. ગાંધીસ્મૃતિ ભવનને નવો લુક આપવા બાજુનું મલ્ટિલેવલ પાર્કિંગ કે જે માત્ર 8 જ વર્ષ જૂનું છે તેને પણ તોડી નાંખવામાં આવશે. ગાંધી સ્મૃતિ ભવનને ઉતારી પાડવા માટે મનપાએ ઓફર મંગાવતા સૌથી ઉંચી રૂા. 57.86 લાખની ઓફર આવી છે. આગામી બુધવારે મળનાર સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

800 સીટની કેપેસિટીવાળા ગાંધીસ્મૃતિ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
નાનપુરા ખાતે આવેલા 800 સીટોની કેપેસિટી ધરાવતું ગાંધીસ્મૃતિ ભવનનું 1974માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છ વર્ષનાï કન્સ્ટ્રકïશન બાદ 1980માં ગાંધીસ્મૃતિ ભવનનું ઉદ્દઘાટન કરાયું હતું. 2010માં તેનું એકવાર રિનોવેશન થઈ ચૂક્યું છે. હવે રિનોવેશનમાં ખર્ચ કરવાને બદલે ભવનને લેટેસ્ટ અને અદ્યતન સાધન સામગ્રી સાથે નવું બનાવવાની તૈયારીઓ કરાશે.

જહાંગીરપુરા વિસ્તારમાં 24 બાય 7 હેઠળ પાણીના નેટવર્કની કામગીરી પુર્ણ થતાં હવે જરૂરી ઓટોમેટિક વોટર મીટર લગાડાશે

સુરત: સુરત મનપા દ્વારા છેલ્લા ઘણા વરસોથી શહેરમાં 24 કલાક પાણી યોજના લાગુ કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે. ન્યુ નોર્થ ઝોન વિસ્તારમાં પાયલોટ પ્રોજેકટ 10 વર્ષ પહેલા ચાલુ કરાયો હતો. જો કે હજુ ત્યાં પણ આ યોજના ગડથોલિયા ખાઇ રહી છે. પરંતુ ભવિષ્યના આયોજનોને ધ્યાને રાખી સુરત મનપાનું તંત્ર શહેરીજનોને 24 કલાક પાણી પુરવઠો મળી શકે તે માટે મથામણ કરી રહ્યું છે.

અગાઉ પાલ-પાલનપોર વિસ્તારમાં પણ આ યોજના માટે એજન્સીને કામ સોંપાયા બાદ હવે જહાંગીરપુરા વિસ્તારમાં 24 બાય 7 હેઠળ પાણીના નેટવર્કની કામગીરી પુર્ણ થતાં હવે જરૂરી ઓટોમેટિક વોટર મીટર લગાડવા તથા સ્કાડા સિસ્ટમ ઉભી કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત હવે રાંદેરની 6 ટી.પી.સ્કીમો, ટી.પી નં 29,30,42,43,44,46માં 24 બાય 7 ધોરણે પાણી પુરવઠો પુરો પાડવા જરૂરી ઓવરહેડ ટાંકી તથા નેટવર્કની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે તેથી જરૂરી સ્કાડા સિસ્ટમ સહિત ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટુમેન્ટેશન કામગીરી કરવામાં આવનાર છે. જે માટે કનેકશનો પર ઓટોમેટિક મીટર રિડિંગ (એ.એમ.આર) લગાવવા અને આ મીટરના રિડિંગ, બિલિંગ તથા સમગ્ર નેટવર્કનું સ્કાડા સિસ્ટમ સહિત 10 વર્ષ સુધી મરામત અને નિભાવ કરવાની જરૂરિયાત ઉભી થતાં પાલિકાએ ટેન્ડર મંગાવ્યા હતા. જેમાં આ કામ માટે 51.27 કરોડની લોએસ્ટ ઓફર આવી છે.

Most Popular

To Top