Surat Main

સ્પાઈજેટ સુરતથી આ બે શહેરો માટે ફ્લાઇટ શરૂ કરશે જ્યારે રેલવે દ્વારા આ વધારાની ટ્રેન દોડાવાશે

સુરત: સુરતીઓ માટે સ્પાઇસજેટ ફ્લાઇટ (FLIGHT) દ્વારા વધુ બે શહેરોની કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. આગામી 12 જાન્યુઆરીથી સુરતથી વારાણસી અઠવાડિયામાં 4 દિવસ અને સુરતથી પટના અઠવાડિયામં 3 દિવસ માટે ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ત્યાંજ રેલવેમાં મુસાફરોની સુવિધા માટે રેલવે બોર્ડ દ્વારા આગામી તા. 9 જાન્યુઆરીથી ત્રિવેન્દ્રમ અને હઝરત નિઝામુદ્દીન વચ્ચે વસઈ રોડ અને સુરત થઈને વધારાની ટ્રેન (TRAIN) દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન દક્ષિણ ગુજરાતના વાપી, સુરત અને ભરૂચ સ્ટેશનો ઉપર ઊભી રહેશે.

સુરત ડાયમંડ સિટી (DIAMOND CITY) અને ટેક્સટાઇલ સિટી હોવાથી અહીં મોટી સંખ્યામાં અન્ય રાજ્યોથી લોકો સ્થાયી થયા આવે છે. યુપી, બિહાર,સહિતના રાજ્યોથી પણ આશરે સાતેક લાખ લોકો સુરતમાં નોકરી વેપાર ધંધાર્થે રહે છે. જેઓ વાર-તહેવારે તેમના વતને જતા હોય છે. લાખોની સંખ્યાં પરપ્રાંતિયોની સામે ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી ફ્લાઇટ અને અન્ય યાતાયાતની સુવિધાઓ શરૂ થાય તે માટે પરપ્રાંતિયોં દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આખરે સ્પાઇસ જેટ દ્વારા પરપ્રાંતિયોની માંગને માન આપી સુરતથી વારાણસી માટે અઠવાડિયામાં 4 દિવસ અને સુરતથી પટના માટે 3 દિવસ ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

12 જાન્યુઆરીથી શરૂ થનારી આ ફ્લાઇટ 4 દિવસ વાયા વારાણસી (VARANASI) થઇ કોલકાતા અને 3 દિવસ વાયા પટના થઇ કોલકાતા જશે. જોકે હાલ ત્યાંથી પરત આવવા માટે કોઇ વ્યવસ્થા થઇ શકી નથી. શરૂઆતમાં વારાણસી માટે 3200થી 3500ની ટિકિટ દરો રહે તેવી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ સુરતના સંજય જૈને જણાવ્યું હતું કે સુરતીઓ સહિત તમામ સંગઠનો દ્વારા વારંવાર એર કંપનીઓને સુરતથી વારાણસી તેમજ પટનાની ફ્લાઇટની રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે 12 જાન્યુઆરીથી વારાણસી અને પટના માટે ફ્લાઇટની સેવા શરૂ થઇ રહી છે, જો સફળતા મળશે તો ત્યાંથી પરત આવતી વખતે પણ સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હઝરત નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ સુપરફાસ્ટ (SUPER FAST) સાપ્તાહિક વિશેષ ટ્રેન 9 જાન્યુઆરીથી દર શનિવારે રાત્રે 00.30 કલાકે ત્રિવેન્દ્રમથી ઉપડશે અને બીજા દિવસે 22.40 વાગ્યે હઝરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. જયારે રીવર્સમાં આ વિશેષ ટ્રેન તા. 11 જાન્યુઆરીથી દર સોમવારે હઝરત નિઝામુદ્દીનથી 05.00 વાગ્યે ઉપડશે અને બુધવારે સાંજે 04.55 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ રહેશે. ટ્રેન મુસાફરી દરમિયાન મથુરા, ભરતપુર, સવાઈ માધોપુર, કોટા, રતલામ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, દહાનુ રોડ, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, કરમાળી, મડગાંવ, કારવર, ઉડુપી, મંગલોર જંકશન, કન્નુર, કોઝિકોડ, શોરનુર, થ્રિસુર, એર્નાકુલમ ટાઉન, કોટ્ટયામ, કયાનકુલમ અને કોલ્લમ સ્ટેશનોએ ઊભી રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top