Gujarat

ખેડૂતો માટે માઠા સમાચાર: રાજ્યમાં વધુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ઠંડી (Cold) અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) નબળું પડતા રાહત મળશે તેવું પણ લાગી રહ્યું હતું. જો કે હવામાન વિભાગની કમોસમી વરસાદની અગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થવાની શક્યતા સેવાય રહી છે. સાથે જ બીજી તરફ સૌરાષ્ટ્રનું વાતાવરણ સામાન્ય રહેશે. ચોમાસામાં જરૂર કરતા વધારે વરસાદ પડ્યો હોવાથી ખેડૂતોને આશા હતી કે ચોમાસું પાકમાં ભલે નુકસાન ગયું પરંતુ શિયાળું પાકમાં ખૂબ વધારે ઉત્પાદન મળશે. જોકે, હવે શિયાળામાં પણ વારેવારે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની માઠી બેઠી છે.

ઉલ્લેખનીય છે કે પહેલાથી જ ચોમાસામાં ભારે વરસાદને પગલે અનેક ખેડૂતોનો પાક બગડી ગયો હતો. અને હવે શિયાળામાં વારેવારે થઈ રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. જેમાં હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટરએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થઇ છે. અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ થશે.

મહત્વનું છે કે એક તરફ ખેડૂતો નવા કાયદાના વિરોધમાં પોતાના હક માટે લડત લડી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનિય થઇ છે. મળતી માહિતી મુજબ આઠમી જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં કમોસમી વરસાદ (Unseasonable rain)ની આગાહી છે. જેમાં નવમી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન યથાવત રહ્યું છે. જેથી વહેલી સવારે ઠંડી અને ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળે છે.

રાજ્યમાં ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે જ હવામાન વિભાગે (Weather department) અમદાવાદ શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. તો આ વર્ષે શિયાળાની ઋતુમાં પણ વાતાવરણમાં વારંવાર પલટો આવી રહ્યો છે. જેના કારણે સતત કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ છે. શિયાળુ પાક જેમ કે જીરું, ઘઉં, કપાસ, દીવેલાને નુકસાન થઈ રહ્યું છે. ચોમાસામાં પહેલા જ ભારે વરસાદથી ખેડૂતો (Farmers)ને ખૂબ નુકસાન થયું હતું ત્યારે હવે વારેવારે પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top