SURAT

સુરતમાં વરાછા બેઠક પરથી કુમાર કાનાણીની જીત, આપના અલ્પેશ ક્થીરિયાની હાર

સુરત: ગુજરાતમાં વિધાનસભાની બેઠક માટે આજે મતગણતરી થઈ રહી છે. સુરત શહેર જિલ્લાની 12 વિધાનસભા બેઠકોના 168 ઉમેદવારોના રાજકીય ભાવિ પરથી પડદો ઊંચકાવાનો શરૂ થઇ જશે. ભલે 168 ઉમેદવારો મેદાને જંગમાં છે પરંતુ, ત્રિપાંખિયા ચૂંટણી જંગમાં ભાજપની (BJP) ટક્કર 5 બેઠકો પર આપ (AAP) પાર્ટીના ઉમેદવારો સાથે જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસના (Congress) ઉમેદવારો સાથે થશે. બેલેટ પેપરનું સૌ પ્રથમ કાઉન્ટિંગ કરતા વરાછાથી આપ અલ્પેશ ક્થીરિયા પાછળ છે જ્યારે કતારગામમાં આપ નેતા ગોપાલ ઈટાલીયા આગળ છે. હાલ સૌ કોઈની નજર વરાછ અને કતારગામ સહિતની બેઠકો છે. સુરતમાં ગાંધી એન્જિનિયરિંગ અને એસવીએનઆઈટી ખાતે સવારે 8 વાગ્યો મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. દરેક રાજકીય પક્ષોએ ચૂંટણી બાદ જીતના દાવા કર્યા હતાં. 

Surat Election Live:

  • 30 રાઉન્ડના અંતે ચોર્યાસી ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈની 1.51 લાખની વિક્રમ સર્જક સરસાઈ,હજી 2 રાઉન્ડ ગણતરી બાકી, પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પછી બીજા ક્રમની સૌથી મોટી લીડ
  • આપના અલ્પેશ ક્થીરિયાએ પગે લાગી કુમાર કાનાણીને અભિનંદન પાઠવ્યા
  • કાંતિ બલર 34,472 મત થી જીત્યા
  • અરવિંદ રાણાની 13,900 મતથી જીત
  • વરાછા બેઠક પર ભાજપના કુમાર કાનાણી 17,700 મતથી વિજય
  • સુરત પુવઁ બેઠક પર બારમાં રાઉન્ડના અંતે કોંગ્રેસના અસલમ સાયકલ વાલા 777 મતે આગળ નીકળ્યા
  • મહુવામાં મોહન ઢોડિયાની જીત
  • ચોર્યાસીમાં ભાજપના સંદીપ દેસાઈની જીત, 1.50 લાખથી વધુની સરસાઈથી જીત મેળવી
  • લિંબાયત બેઠક પર ચોથા રાઉન્ડની ગણતરીના અંતે કોંગ્રેસના ગોપાલ પાટીલ 397 મતોથી આગળ
  • વરાછામાં નોટામાં 585 મતો પડ્યા
  • વરાછા બેઠક પર 10 માં રાઉન્ડના અંતે ભાજપના કુમાર કાનાણી 8201 મતોની લીડ થી આગળ
  • મજૂરા બેઠકથી હાર્ષ સંઘવીની ભવ્ય જીત, 56,111ની લીડથી મેળવી જીત
  • લિંબાયત બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે સંગીતા પાટીલ 882 ની લીડ થી આગળ
  • મજૂરા બેઠક પર હર્ષ સંઘવીની ભવ્ય જીત
  • સુરત પૂર્વ બેઠક પર અરવિંદ રાણા એ 604 મતોની સરસાઈ લીધી
  • 9 મા રાઉન્ડના અંતે કરંજ વિધાનસભા ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી 17658 મતે આગળ
  • SVNITની બહાર ૧૧ વાગ્યા પછી ધીમે ધીમે સમર્થકોની ભીડ આવી રહી છે
  • વરાછા પર ૭ મા રાઉન્ડ બાદ લીડ ૩૩૦૦ ની લીડથી કુમાર કાનાણી આગળ
  • ઉધનામાં મનુભાઈ ફોગવા જીત તરફ
  • હર્ષ સંધવી 30 મતોથી આગળ
  • ગાંધી કોલેજ બહાર હવે ભારે ભીડ જામી, ગાંધી કોલેજમાં વિનુ મોરડિયા કારમાં આવી તાત્કાલિક નીકળી ગયા
  • સાતમા રાઉન્ડના અંતે સુરત પુવઁ પર અસલમ સાયકલવાળાની લીડ ઘટી 1636 ની લીડ થી આગળ
  • સુરત પૂર્વમાં કોંગ્રેસની લીડ ઘટી
  • સુરત ઉત્તર 2789 લીડથી કાંતિ બ્લર આગળ પ્રથમ રાઉન્ડ
  • ગાંધી કોલેજની બહાર જય શ્રીરામના નારા લાગ્યા
  • ઉધનામાં મનુ ફોગવા 11,542 ની લીડ થી આગળ
  • કુમાર કાનાણી 2504ની લીડથી આગળ, જ્યારે
  • લિંબાયતમા આપ 404 મતથી આગળ
  • ગાંધી કોલેજ બહાર માત્ર ૨૦૦ લોકો તેમાં માત્ર ત્રણ મહિલાઓ
  • સુરત પૂર્વમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના અસલમ સાયકલવાલા ને 15,160 મત,ભાજપના અરવિંદભાઈ રાણા ને 7246 મત MIM ના વસિમ કુરેશીને 302 મત મળ્યા.
  • ચોર્યાસીમાં ભાજપના સંદીપ દેસાઈ સામે કોંગ્રેસ આપના ઉમેદવાર વામણા સાબિત થઈ રહ્યાં છે.દેસાઈ 1.50 લાખની સરસાઈ મેળવે એવી શક્યતા
  • હર્ષ સંઘવી 20 હજાર મતથી આગળ
  • સુરતમાં વરાછા બેઠક પર કાકા-ભત્રીજા વચ્ચે રસાકસી, કુમાર કાનાણી 2000 મતોથી આગળ
  • પ્રવીણ ઘોઘારી 2 રાઉન્ડ બાદ 8270 મત થી આગળ
  • સુરતમાં બીજા રાઉન્ડમાં અલ્પેશ ક્થીરિયા 8 મતથી આગળ
  • ત્રીજા રાઉન્ડના અંતે સુરત મજુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ગૃહ મંત્રી હર્ષ સંઘવીને 21968 મત મળ્યા છે તેઓ તેમના પ્રતિસ્પર્ધી આપના પીવીએસ શર્માથી 20230 મતથી આગળ છે.
  • ચોર્યાસી બેઠકના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈ 11,000 મતોની સરસાઈથી આગળ
  • કતારગામમાં પ્રથમ રાઉન્ડમાં વિનુ મોરડિયા 2950 વોટથી આગળ
  • સુરતની મજુરા બેઠક પર ગૃહ રાજયમંત્રી અને ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી પ્રથમ રાઉન્ડમાં 6524 મત અને બીજા રાઉન્ડમાં 6822 મત મેળવી જંગી સરસાઈથી આગળ
  • કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન ત્રીજા ક્રમે માત્ર 296 અને 319 મત મળ્યાં આપના પીવીએસ શર્માને કોંગ્રેસ કરતાં વધુ 511 અને 513 મત મળ્યાં.
  • બીજા રાઉન્ડના અંતે સુરત કરંજ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી 4414 મતથી આગળ ચાલી રહ્યાં છે
  • વરાછા બેઠક પર પહેલા રાઉન્ડ માં. અલ્પેશ અને કુમાર કાનાણી વચ્ચે કસોકસ ક્યારેક આગળ ક્યારેક પાછળ
  • પ્રવીણ ઘોઘારી કરંજ બેઠક પર ત્રીજા રાઉન્ડ માં 7014મત થી આગળ
  • બીજા રાઉન્ડમાં સુરત પુર્વમાં અરવિંદ રાણા અસલમની સામે 6 હજાર મતોથી પાછળ
  • સુરત જિલ્લાની ઓલપાડ બેઠક પર ભાજપ સરકારના ઊર્જા મંત્રી મુકેશ પટેલ પ્રથમ રાઉન્ડમાં 3689 મત સાથે આગળ
  • કોંગ્રેસના દર્શન નાયકને 2662 મત અને આપના ધાર્મિક માલવીયા ને માત્ર 118 મત મળ્યાં
  • કામરેજમાં ભાજપના પ્રફલ પાનશેરીયાને કોંગ્રેસ અને આપના ઉમેદવારથી તાર ગણા વધારે મતો અત્યાર સુધી મળ્યા છે
  • સુરત પૂર્વમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના અસલમ સાયકલવાલા 4044 મતથી આગળ ભાજપના અરવિંદ રાણાને 2893 મત, MIM ના વસિમ કુરેશીને 64 મત મળ્યાં
  • કતારગામ બેઠક પર વિનુ મોરડીયા આગળ
  • કતારગામમાં ગોપાલ ઈટાલીયા પાછળ
  • વરાછા બેઠક પરથી ભાજપના કુમાર કાનાણી 1 હાજર મતથી આગળ
  • ઈલેક્શન કમિશને ટ્વીટ કરી માહિતી આપી
  • ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં મીડિયા સેન્ટરમાં લાઈવ પ્રસારણની કોઈ સુવિધા નથી.
  • સુરતમાં બેલેટ પેપર મતગણતરી પૂરી, EVM મતગણતરી શરૂ
  • વરાછા-કતારગામમાં ભાજપને મળી લીડ
  • મજૂરા સીટ પરથી ગૃહમંત્રી હર્ષ સંઘવી આગળ
  • ભાજપ 16માંથી 7 સાથે ભાજપ આગળ
  • વરાછાથી આપના અલ્પેશ ક્થીરિયા પાછળ, જ્યારે કતારગામમાં ગોપાલ ઇટાલિયા
  • બેલેટ પેપરથી મતગણતરી શરૂ
  • સુરતમાં મતગણતરી શરૂ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે સુરત શહેર જિલ્લાની 16 બેઠકોમાંથી 12 પર ભાજપ આગળ જોવા મળી રહી છે. સમગ્ર રાજ્યની જે બેઠક પર બધાની નજર હતી તે વરાછા બેઠક પર ત્રિપાંખિયો જંગ થયો હતો. જેમાં આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયાને 17746 મતોથી હરાવીને ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીની જીત થઈ છે. ગત વખતે કુમાર કાનાણી 12 હજાર કરતાં વધુ મતોથી જીત્યા હતાં. ત્યારે આ વખતે કોંગ્રેસની સાથે આપ ભળતાં અલ્પેશની જીતના દાવા વચ્ચે કુમાર કાનાણીની ગત વખત કરતાં પણ લીડ વધી છે. કુમાર કાનાણીની ભવ્ય જીતથી ભાજપમાં ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે.

બારડોલી વિધાનસભામાં ભાજપના ઈશ્વર પરમાર 2418 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે કામરેજમાં પણ ભાજપના પ્રફુલ પાનશેરીયાને કોંગ્રેસ અને આપના ઉમેદવારથી ચાર ગણા વધારે મત સાથે આગળ ચાલી રહ્યા છે. તો બીજી તરફ સુરત જિલ્લાની ઓલપાડ બેઠક પર ભાજપ સરકારના ઊર્જા મંત્રી મુકેશ પટેલ પ્રથમ રાઉન્ડમાં 3689 મત સાથે આગળ છે. જ્યારે કોંગ્રેસના દર્શન નાયકને 2662 મત અને આપના ધાર્મિક માલવિયાને માત્ર 118 મત મળ્યાં છે.

વરાછાથી ભાજપના કુમાર કાનાણી આગળ
ગુજરાતમાં ત્રિપંખિયા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. ત્યારે સુરતમાં 16 સીટમાંથી 12 બેઠકો પર ભાજપ આગળ છે. પરંતુ ક્યારેક ભાજપના કુમાર કાનાણી આગળ રહે છે તો ક્યારેક અલ્પેશ કથીરિયા આગળ વધી રહ્યાં છે. પ્રથમ રાઉન઼્ડના અંતે અલ્પેશ કથીરિયા રસાકસીથી આગળ ચાલી રહ્યાં છે.જ્યારે મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી 20 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.

સુરત શહેરમાં ભાજપ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. પરંતુ કેટલાક વિસ્તારમાં ભાજપ હજારો મતથી આગળ જોવા મળી રહ્યું છે. આપે સુરત શહેરમાં જીતનો દાવો કર્યો હતો અને ગોપાલ ઈટાલીયાને સીએમ માટી ટીકીટ આપી હતી. ત્યારે સુરતમાં આપને પછાડી ભાજપ આગળ નીકળી ગયું છે. મજૂરા બેઠક પર હર્ષ સંઘવી શરૂઆતથી જ આગળ ચાલી રહ્યા છે જ્યારે કતારગામ બેઠક ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા 3000 મતથી આગળ ચાલી રહ્યા છે.

સુરત પૂર્વમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના અસલમ સાયકલવાલા ને 15,160 મત,ભાજપના અરવિંદભાઈ રાણા ને 7246 મત MIM ના વસિમ કુરેશીને 302 મત મળ્યા. 2017 માં પણ 12 રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ રહી હતી,13,14,15,16,17 માં ભાજપે 13,300 ની લીડ લીધી હતી.

સુરતની મહુવા બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મોહન ડોઢિયા 8010 મતની સરસાઈથી આગળ છે, મોહન ડોઢિયાને 17,101 મત,કોંગ્રેસના હેમાંગીની ગરસિયાને 9091 મત અને આપના કુંજન પટેલને 7383 મત મળ્યા. આપ દ્વારા ચારે રાઉન્ડમાં મત વિભાજનનો ટ્રેન્ડ પારખી કોંગ્રેસના ઉમેદવાર ગરાસિયા મતદાન મથક છોડી નીકળી ગયા. ભાજપના મોહન ડોઢિયા એ પાંચમા રાઉન્ડમાં 11,000 ની લીડ લીધી હતી.

EVMની ગણતરી શરૂ, ભાજપ આગળ
ગાંધી એન્જીનિયરિંગ કોલેજમાં વહેલી સવારે મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં સૌ પ્રથમ બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી હતી. અ્ને ત્યાર બાદ EVMની ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં સુરતની 16 બેઠકોમાંથી સુરત શેહરની 12 બેઠકોમાં ભાજપ 7 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ત્યારે શરૂઆતમાં કતારગામ અને વરાછામાં આપ આગળ જોવા મળ્યું હતું. ત્યારે હવે ભાજપના કુમાર કાનાણી આગળ ચાલી રહ્યાં છે. અલ્પેશ કથીરિયા થોડા મતથી પાછળ છે.

સૌ પ્રથમ બેલેટ પેપરનું કાઉન્ટિંગ થશે
સુરતમાં મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સૌ પ્રથમ બેલેટ પેપરની મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને ફરજ પર મતદાનના દિવસે હાજર રહેલા લોકોએ અગાઉ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેથી નિયમ પ્રમાણે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ ગણવાની શરૂઆત કરવામાં આવી હતી.

ગઇ તા.1લી ડિસેમ્બરના રોજ સુરત શહેર જિલ્લાની 12 વિધાનસભા બેઠકો પર થયેલા મતદાનમાં કુલ 29,53,530 મતદારોએ મતદાન કર્યું છે. 16,06,041 પુરુષ મતદારો અને 13,47,438 સ્ત્રી મતદારોએ મતદાન કર્યું છે. સવારે 8 કલાકથી મતગણતરીની શરૂ થનારી પ્રક્રિયામાં પ્રથમ પોસ્ટલ બેલેટ અને એ પછી ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી.

ચૂંટણી જંગની વાત કરીએ તો 5 બેઠકો છે જેમાં વરાછારોડ, કામરેજ, કરંજ, કતારગામ અને સુરત ઉત્તર. આ બેઠકો પર ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. જ્યારે સુરત પૂર્વ, ઓલપાડ, ચોર્યાસી, સુરત પશ્ચિમ, ઉધના, લિંબાયત અને મજૂરા બેઠકો પર ભાજપની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવારો સાથે જોવા મળી રહી છે. આ બેઠકો એવી છે જ્યાં આમ આદમી પાર્ટીએ ન તો સ્ટાર પ્રચારકની રેલી, રોડ શો કે સભા પણ યોજી નથી. આમ આદમી પાર્ટીએ ફક્ત પાટીદાર વસતિ ધરાવતા વિસ્તારોમાં જ રોડ શો, રેલીઓ યોજી છે.

Most Popular

To Top