Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતમાં આપના સૂપડા સાફ, બહુમતી સાથે ભાજપની જીત

ડાંગ: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આજે ત્રિ-પાંખિયો જંગ ખેલાશે. રાજ્યનાં તમામ શહેરો તેમજ પહેલા તબક્કાની મતગણતરી શરૂ થઇ ગઈ છે. જેમ જેમ EVM ખુલશે તેમ તેમ ગુજરાતનો તાજ કોના શિરે જશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ત્યારે ડાંગમાં આપ અને ભાજપ વચ્ચે રસાકસી ભર્યો ખેલ જોવા મળી રહ્યો છે. હાલ તો ભાજપ આગળ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરત અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીને મળેલા મતો ને લીધે કોંગ્રેસનો સફાયો થવાનો ટ્રેન્ડ, મત વિભાજનનો મહત્તમ લાભ ભાજપને..

  • વલસાડની તમામ બેઠક પર ભાજપનો વિજય
  • તાપી જિલ્લાની નિઝર બેઠક પર કુંવરજી હળપતિનો વિજય
  • ડેડીયાપાડા સીટ પરથી આપના ચૈતર વસાવા 8,120 મતથી આગળ
  • વાંસદામાં કોંગ્રેસના અનંત પટેલનો વિજય, ગણદેવીમાં ભાજપના નરેશ પટેલનો વિજય
  • ઉમરગામ વિધાનસભા બેઠક આઠમાં રાઉન્ડમાં ભાજપની લીડ ઘટી
  • વલસાડ બેઠક પર ભાજપના ભરત પટેલ 16 રાઉન્ડ ના અંતે 75 હજારથી વધુની લીડ
  • તાપીમાં ભાજપના ડૉ.જયરામ ગામીત આગળ
  • નવસારી વાંસદામાં કોંગ્રેસ આગળ, જ્યારે ગણદેવી ભાજપ નરેશ પટેલ 46826 મતોથી આગળ
  • વલસાડમાં ભાજપના ભરત પટેલ 43 મતથી આગળ
  • ડાંગમાં ભાજપ આગળ
  • સુરત પૂર્વમાં કોંગ્રેસની લીડ ઘટી
  • ઉમરગામ વિધાનસભા બેઠક પાંચમાં રાઉન્ડની મતગણતરી 42,162 મતોની મતગણતરી સંપન્ન
  • 173 ડાંગ વિધાનસભામા નવમા રાઉન્ડમા 657 મતથી ભા.જ.પ આગળ
  • ત્રીજા રાઉન્ડની મતગણતરી સંપન્ન – ભાજપ ઉમેદવાર રમણભાઈ પાટકર 17,757 મતો, કોંગ્રેસ નરેશ વળવી 4505 , આપ નો ઉમેદવાર અશોક ધોડી 1542 મતો, ભાજપના ઉમેદવાર રમણભાઈ પાટકર 13252 મતોની લીડ
  • 182-ઉમરગામ વિધાનસભામાં આવતા વાપી ચણોદ ડુંગરામાં ભાજપે મેળવી લીડ
  • દક્ષિણ ગુજરાતમાં ભાજપ આપને પછાડી 28 બેઠક પર આગળ
  • જ્યારે કોંગ્રેસ 6 અને આપ 2 બેઠક પર
  • 175 નવસારી ભાજપ ના ઉમેદવાર રાકેશ દેસાઈ 14000 મતે આગળ
  • 173 ડાંગ વિધાનસભામા છઠ્ઠો રાઉન્ડમા મતથી 812 ભા.જ.પ આગળ કુલ 3377 મત થી ભાજ પ.આગળ
  • વ્યારામાં આપ કરતા કોંગ્રેસ-ભાજપ આગળ
  • કપરાડામાં ભાજપના જીતુ ચોધરી ને બીજા રાઉન્ડમાં 1971 ની. લીડ
  • Bjp ઉમેદવાર રમણભાઈ પાટકર સેકન્ડ રાઉન્ડમાં 12,300 મતોથી આગળ
  • 173 ડાંગ વિધાનસભામા પાંચમા રાઉન્ડમા 1361 મતથી ભા.જ.પ આગળ કુલ મત 2565 થી ભાજ પ.આગળ
  • જલાલપોર ભાજપ આગળ,વાંસદા કોંગ્રેસ આગળ
  • નવસારી ભાજપ આગળ, ગણદેવી ભાજપ આગળ
  • કપરાડા…ભાજપના જીતુ ચોધરી પ્રથમ રાઉન્ડમાં 2366ની લીડ મેળવી
  • સુરત જિલ્લાની માંગરોળ બેઠક પર ભાજપના ગણપત વસાવા બીજા રાઉન્ડમાં 7500 મતોથી આગળ
  • સુરત જિલ્લાની મહુવા બેઠક પર ભાજપના મોહન ડોઢિયા પ્રથમ રાઉન્ડમાં 3689 મત અને બીજા રાઉન્ડમાં 4247 મત મેળવી આગળ
  • કોંગ્રેસના હેમાંગીની ગરાસિયાને પ્રથમ રાઉન્ડમાં 2395 અને બીજા રાઉન્ડમાં 1931 મત મળ્યાં આપના કુંજન પટેલને પ્રથમ રાઉન્ડમાં 2775 અને બીજા રાઉન્ડમાં 2111 મત મળ્યાં
  • આપ અને કોંગ્રેસના મત વિભાજનનો લાભ ભાજપને મળી રહ્યો છે.
  • આપના સાયના ગામીત 488 મત થી આગળ
  • માંડવી માં કુંવરજી હળપતિ બીજા રાઉન્ડમાં આગળ નીકળી ગયા, આપના સાયના ગામીત ત્રીજા નંબર પર પહોંચી ગયા
  • 173 ડાંગ વિધાનસભા મા ચોથા રાઉન્ડ મા 833 મતથી ભા. જ. પ આગળ કુલ મત 1204 થી આગળ
  • સુરત 168 બારડોલી વિધાનસભા માં ભાજપ ના ઈશ્વર પરમાર 2418 મત થી આગળ
  • સુરત 170 મહુવા વિધાનસભા ભાજપ ના મોહન ઢોડીયા 2967 મત થી આગળકામરેજમાં ભાજપના પ્રફલ પાનશેરીયાને કોંગ્રેસ અને આપના ઉમેદવારથી ચાર ગણા વધારે મતો અત્યાર સુધી મળ્યા છે

દક્ષિણ ગુજરાત: ભરૂચ, વલસાડ, નવસારીમાં ભાજપ આગળ
દક્ષિણ ગુજરાતમાં ભાજપના ઉમદેવારોમાં ખુશી જોવા મળી રહી છે કારણ કે મતગણતરની શરૂઆતથી જ ભાજપ આગળ જોવા મળી રહી છે. ભરૂચની વાગરા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુલેમાનભાઈ પટેલ અને અંકલેશ્વર બેઠક પર કોંગ્રેસના વિજયસિંહ પટેલ આગળ ચાલી રહ્યા છે. ત્યારે ઝઘડિયા બેઠક પર ભાજપના રિતેશ વસાવા અને ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી પણ આગળ ચાલી રહ્યા છે.

તેમજ નવસારીની જલોલપોર બેઠક પર ભાાજપના રમેશ પટેલ, નવસારી બેઠક પર ભાજપના રાકેશ દેસાઈ અને ગણદેવી બેઠક પર ભાજપના નરેશ પટેલ આગળ છે. ત્યારે વાંસદા બેઠક પર કોંગ્રેસના અનંત પટેલ આગળ છે. તાપીમાં ભાજપના ઉમેદવાર આગળ છે. જ્યારે ભરૂચના જંબુસરમાં પણ ભાજપ આગળ છે. આ સિવાય સુરતની કરંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારી સારી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે કતારગામમાં સતત બીજા રાઉન્ડમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પાછળ છે.

સુરત જિલ્લાની મહુવા બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના મોહન ડોઢિયા 3608 મત સાથે આગળ ચાલી રહ્યાં છે. બીજા નંબરે આમ આદમી પાર્ટીના કુંજન પટેલને 2775 મત, કોંગ્રેસના હેમાંગીની ગરાસિયા 2395 મત સાથે ત્રીજા ક્રમે જયારે નોટામાં 203 મત પડ્યા છે. કોંગ્રેસ અને આપના મત વિભાજનનો લાભ ભાજપને મળતો જણાય રહ્યો છે. મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં મોટો અપસેટ માંડવી બેઠક ઉપર જણાયો છે. આપના સાયનાબેન ગામીત 2499 મતોથી આગળ,બીજા ક્રમે કોંગ્રેસના આનંદ ચૌધરીને 2011 મત જયારે ભાજપના કુંવરજી હળપતિ 1995 મત સાથે ત્રીજા ક્રમે ચાલી રહ્યાં છે. નવસારીના ડાંગ જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં 341 મતો સાથે ભાજપ આગળ હતું જયારે બીજા રાઉન્ડ મા 219 મતો સાથે કોગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

Most Popular

To Top