SURAT

સુરત: ડ્રેનેજ લાઈનની કામગીરીને લઈ ભાગળ ચાર રસ્તાથી આ માર્ગ 31 ડિસેમ્બર સુધી બંધ

સુરત: (Surat) સેન્ટ્રલ ઝોનમાં સુરત મહાનગર પાલિકા દ્વારા જુની ડ્રેનેજ લાઈન (Drainage Line) બદલીને નવી નાંખવાની કામગીરી તબક્કાવાર કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં સલાબતપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી કરાશે. જે માટે રસ્તો (Roads) ખોદાણ કરવાનો હોય, મનપા દ્વારા તા. 17 થી 31 ડિસેમ્બર દરમિયાન ભાગળ (Bhagal) ચાર રસ્તા બુંદેલાવાડ થી એર ઈન્ડીયા રોડ સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે.

હાલ સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોની કામગીરીને લઈ પણ ઘણા મુખ્ય રસ્તાઓ સદંતર બંધ કરી દેવાયા છે જેના કારણે અહી ટ્રાફિકની સમસ્યા વધી છે. જેમાં હવે ડ્રેનેજની કામગીરીને લઈ અહી ભાગલ ચાર રસ્તાથી બુંદેલાવાડ તરફનો રસ્તો પણ બંધ કરાશે. મનપા દ્વારા તા. 31 ડિસેમ્બર સુધી આ રસ્તા વાહનવ્યવહાર માટે બંધ રાખવાની જાહેરાત કરી છે. આ કામગીરી દરમ્યાન ભાગળ ચાર રસ્તા બુંદેલાવાડથી એર ઈન્ડીયા રોડ તરફ આવતા-જતા વાહનોએ ભાગળ ચાર રસ્તા થી કોટ સફીલ રોડ અને નવાપુરા કડવા રોડનો ઉપયોગ કરી એર ઈન્ડીયા રોડ તરફ જઈ શકાશે. તેમજ અન્ય આંતરીક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે. આ કામગીરી જે તે રસ્તાના ભાગો પર પુરી થશે તેમ તેમ તેટલા ભાગોના રસ્તાઓ નાગરીકોની સુવિધા માટે અંશતઃ રીતે ખુલ્લા કરવામાં આવશે તેમ મનપા તંત્ર દ્વારા જણાવાયું છે.

મનપાએ શહેરમાં કુલ 15 સ્થળો પરથી પોંકના નમુના લીધા
સુરત: હાલમાં શિયાળાની ઋતુમાં વિવિધ ઝોનમાં પોક, પોકવડા અને સેવનું વેચાણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે. શિયાળાની શરૂઆત થતા જ સુરતીઓ પોંક, પોંકની વિવિધ વાનગીઓનો સ્વાદ લેતા હોય છે. જેને લઈ મનપા દ્વારા શહેરમાં વિવિધ 15 સ્થળો પરથી પોંકના નમુના લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે. વિવિધ 15 સ્થળો પરથી કુલ 20 નમુનાઓ લેવાયા હતા. જેમાં ઘોડ દોડ રોડ પર શ્રી રામ પોંકવડા સ્ટોલ, દત્તાત્રેય પોંક એન્ડ પોંકવડા સ્ટોલ, સાંઇનાથ પોંકવડા સ્ટોલ અને જય અંબે પોંકવડા સ્ટોલ, ઉત્રાણ બ્રિજ રોડ પર જય અંબે પોંકવડા, અડાજણમાં સત્કાર પોંકવડા સ્ટોલ, દત્તાત્રેય ગ્રીન પોંક, શ્રી અંબીકા પોંકવડા સ્ટોલ, દારૂવાલા પોંકવડા સ્ટોલ, દત્તાત્રેય પોંકવડા સ્ટોલ, સાંઈઆનંદ, યોગીચોકમાં શ્રી રામ પોંકવડા, રૂસ્તમપુરામાં શ્રી જય અંબે પોંકવડા સ્ટોલ, કતારગામમાં શ્રીનાથજી પોંકવડા સેન્ટરમાંથી નમુના લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top