SURAT

એક મહિનામાં 25 લાખ રૂપિયા ડબલ કરવાની સ્કીમ આપનારને પોલીસે દબોચ્યો

સુરત: (Surat) વરાછા મીની બજારમાં બોગસ આંગડીયા પેઢી (Angadia Firm) બનાવી બાબુભાઈ, નિતીનભાઈ લીંબાચીયા તથા સંજયભાઈ પરમારને વિશ્વાસમાં લઈને 25 લાખ રૂપિયા એક મહિનામાં ડબલ (Double) કરવાના કહીને લઈ છેતરપિંડી (Fraud) કરનાર 8 આરોપીઓ સામે વરાછા પોલીસે (Varacha Police) ફરિયાદ નોંધી હતી. દરમિયાન પોલીસે ગઈકાલે અમદાવાદના એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

  • એક મહિનામાં પૈસા ડબલ કરવાની સ્કીમ આપનાર વધુ એક આરોપી ઝડપાયો
  • વરાછા પોલીસમાં દસેક મહિના પહેલા 25 લાખની છેતરપિંડી કરનાર 8 સામે ફરિયાદ નોંધાઈ હતી
  • આરોપીઓએ મળીને વરાછા મીની બજાર ખાતે પ્રવિણકુમાર એન્ડ કં નામથી આંગડીયા પેઢી શરૂ કરી હતી

ભરૂચમાં રહેતા અને બાંધકામ કોન્ટ્રાક્ટરનું કામ કરતા 48 વર્ષીય બાબુભાઈ કાલપ્પા ભંડારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ગત જુલાઈ 2021 ના રોજ 8 જણા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ મળીને વરાછા મીની બજાર ખાતે પ્રવિણકુમાર એન્ડ કં નામથી આંગડીયા પેઢી શરૂ કરી હતી. અને કંપનીમાં એક મહિનામાં પૈસા ડબલ કરવાની લોભામણી સ્કીમો આપી 25 લાખ લઈ છેતરપિંડી કરી હતી. આ અંગે વરાછા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં ગઈકાલે પોલીસે આરોપી મીત નવીનભાઈ દોશી (ઉ.વ.૨૬ રહે- પહેલો માળ ચંદ્રમૌલી ફલેટ શ્રીપથ સોસાયટી લખુડ્ડી સર્કલ પાસે નવરંગપુરા અમદાવાદ તથા મુળ વતન- વાસણા તાલુકો-ડીસા જિલ્લો-બનાસકાંઠા) ની ધરપકડ કરી હતી.

ઉત્રાણમાં રહેતી પાંચ મહિલાઓના ફોટો મોર્ફ કરી અશ્લીલ ફોટો અને ગંદા મેસેજ મોકલ્યા
સુરતઃ ઉત્રાણ ખાતે હળપતિવાસમાં રહેતી પાંચ જેટલી મહિલાઓના ફોટો મોર્ફ કરી અશ્લીલ કોમેન્ટ કરી ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મોકલવા અંગેની ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ઉત્રાણ હળપતિવાસમાં રહેતી 20 વર્ષીય રીતુબેન (નામ બદલ્યું છે) એ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ મિ.નવાબ89346 નામના ઇન્સ્ટાગ્રામ નામના ફેક આઈડી પરથી પંદર દિવસ પહેલા ફેસ મોર્ફ કરી અશ્લીલ ફોટોગ્રાફ તથા ગંદા મેસેજ મોકલ્યા હતા. રીતુબેન તથા તેમના મહોલ્લામાં રહેતી અન્ય ચાર મહિલાઓને બદનામ કરી ફોટા અપલોડ કર્યા હતા. રીતુબેને આ અંગે અમરોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top