SURAT

તાપીમાં વાસ મારતા ગંદા પાણીનો નિકાલ કરવા ઉકાઈ ડેમમાંથી 17000 ક્યૂસેક પાણી છોડાયું

સુરત: (Surat) વહીવટી તંત્રે 17 હજાર કરતા વધુ પાણી ઉકાઇ ડેમમાંથી છોડતા કોઝવે (Cozway) પાણીથી છલકાઇ ગયો હતો. કોઝવે ઓવરફ્લો થતાંની સાથે જ તાત્કાલિક અસરથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. શહેરના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા મનપા કમિશનરે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા તંત્રને રજૂઆત કરી હતી. જે સંદર્ભે ડેમમાંથી 24 કલાકમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે કોઝવે ઓવરફ્લો થઈ જતા બંધ કરવામાં આવ્યો છે. ઉકાઇ ડેમમાંથી (Ukai Dam) કોઝવેમાં નવા પાણીની (Clean Water) આવક થઈ હતી જેના પગલે આવનારા સમયમાં દુર્ગંધ મારતા પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ શકશે.

શહેરમાં 10 દિવસથી મુગલીસરા, સોદાગરવાડ, શાહપોર, વેસુ, ડુમસ અને રાંદેર ઝોનના અડાજણ સહિતના વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા મનપા કમિશનરે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે ડેમમાંથી 24 કલાકમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.  6 મેના દિવસે વહીવટી તંત્ર દ્વારા ઉકાઇ ડેમમાંથી પાડી છોડવાનો નિર્ણય કરાયો હતો. સુરત સિંચાઈ વર્તુળ દ્વારા સુરત અને તાપી જિલ્લાના મામલતદારોને આ અંગે માહિતી આપવામાં આવી હતી.  કાકરાપાર ડેમની ઉંચાઈ 160 ફૂટ છે પરંતુ હાલમાં 161.80 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. ત્યારે પહેલીવાર એવું થયું છે કે ભર ઉનાળે કાકરાપાર ડેમ છલકાયો હતો.

બીજી તરફ તાપી નદીમાં નવા પાણીની આવક થતાં તાપીનો નજારો આહલાદક બન્યો હતો. ભરઉનાળે તાપી નદી રેતીના રણ જેવી સુકી થઈ જવા પામી હતી. તેના પર નવા પાણીની આવક થતાં ગંદુ પાણી વહી ગયું હતું અને શુદ્ધ જળ દેખાવા લાગ્યું હતું. 17000 ક્યૂસેક પાણી છોડાવાને પગલે હવે શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં દુર્ગંધ વાળા પાણીની સમસ્યા થઈ રહી હતી ત્યાં સમસ્યા દૂર થશે.

Most Popular

To Top