Surat Main

શહેરમાં ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ, નવા 161 કેસ નોંધાયા

સુરત: (Surat) શહેરમાં ફરીથી કોરોનાના સંક્રમણમાં ઉછાળો થયો છે. શહેરમાં છેલ્લા ઘણા દિવસથી પ્રતિદિન 100 થી પણ વધુ પોઝિટિવ દર્દી (Positive Patient) નોંધાઈ રહ્યા છે. બુધવારે શહેરમાં કોરોના કેસનો આંક વધીને 161 પર પહોંચ્યો છે. ફેબ્રુઆરી માસમાં કોરોનાના કેસમાં ખુબ જ ઘટાડો થયો હતો. દિવાળી બાદથી સંક્રમણને કાબુમાં લેવામાં તંત્રને પણ સારી સફળતા મળી હતી. પ્રતિદિન માત્ર 20 થી 40 જેટલા કેસો નોંધાતા હતા. કોરોના સંક્રમણમાં ઉછાળો આવતા જ હાલમાં કુલ આંક 41,717 પર પહોંચ્યો છે. પરંતુ રાહતની વાત છે કે, શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી એક પણ મોત નોંધાઈ રહ્યું નથી. શહેરમાં વધુ 89 દર્દીઓ સાજા (Recover) થતા અત્યારસુધીમાં કુલ 40,186 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 96.33 ટકા પર પહોંચ્યો છે.

  • કયા ઝોનમાં કેટલા કેસ?
  • ઝોન પોઝિટિવ દર્દી
  • સેન્ટ્રલ 13
  • વરાછા-એ 10
  • વરાછા-બી 04
  • રાંદેર 38
  • કતારગામ 14
  • લિંબાયત 06
  • ઉધના 11
  • અઠવા 65

જિલ્લામાં 18 કેસ નોંધાયા

સુરત જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં વિતેલા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 18 કેસ પોઝીટીવ નોંધાયા છે. જેમા તાલુકાવાર જોઇએ તો ચોયાર્સી તાલુકામાં 4, ઓલપાડમાં 2, કામરેજમાં 4, પલસાણામાં 4 તેમજ માંગરોલમાં 4 કેસ પોઝીટીવ નોંધાયા છે.

સિવિલમાં શંકાસ્પદ દર્દીઓ માટે અલગ માળ

શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધતા જાય છે, આ ઉપરાંત આફ્રિકન અને યુકેના નવા સ્ટ્રેઇના દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. વધતા કેસોને ધ્યાને રાખીને સુરતની નવી સિવિલ હોસ્પિટલની અંદર જ આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં વધુ એક માળ વધારવામાં આવ્યો છે. કોવિડ-19ની હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ તેમજ શંકાસ્પદ દર્દીઓને એક જ માળ ઉપર અલગ અલગ વોર્ડમાં રાખીને સારવાર આપવામાં આવતી હતી. પરંતુ હવે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ આગોતરુ આયોજન કરીને અલગથી એક માળ શરૂ કર્યો છે. હવે જે દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હશે તેઓને અલગ માળ ઉપર રાખવામાં આવશે. જ્યારે જે વ્યક્તિને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાશે તેને અલગ માળ પર દાખલ કરીને સારવાર અપાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top