SURAT

VIDEO: અમરોલી બ્રીજ પર સિટી બસના ડ્રાઇવર સાથે જાહેરમાં માથાકૂટ, લાંબો ટ્રાફિક જામ

સુરત: અમરોલી બ્રીજ (Amaroli Bridge) ઉપર સીટી બસના (City bus) ડ્રાઈવર (Driver) સાથે દાદાગીરી કરતો વિડીયો (Video) સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ ડ્રાઇવર સાથે ઝપાઝપી કરતા લોકો પણ કેમેરામાં કેદ થઈ ગયા હતા. જ્યારે બીજી બાજુ સિટી બસ અને લોકો વચ્ચેના ઘર્ષણ ને લઈ ટ્રાફીક જામ થઈ જતા લોકો હેરાન થઈ ગયા હતા. જોકે બ્રિજ પર રાહદારીઓ દ્વારા બસ અટકાવી દાદાગીરી સાથે માથાકૂટ કરવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. સ્થાનિક લોકોએ કહ્યું હતું કે મનપા સીટી બસના ડ્રાઈવરોની દાદાગીરી લઇને રાહદારીઓનો પીતો ગયો હોય એ વાત ને નકારી શકાય નહીં પરંતુ હાલ આ કિસ્સો તપાસનો વિષય છે.

BRTS ની લાલબસના ચાલકે રૂટ છોડી જાહેર રોડ પર બસ દોડાવતા બાઇકને અડફેટે લીધી
જ્યારે અમરોલી થી સાયણ તરફ જતા બસ ડેપો પહેલા બીઆરટીએસ બસના ચાલકે બસ ને રૂટ બહાર દોડાવતા એક બાઇક ચાલકને અડફેટે લેતા માથાકૂટના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. બાઇક ચાલકને વધતી-ઓછી ઇજાઓ પણ થઈ હતી. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતો.

Most Popular

To Top