SURAT

સુરત ભાજપના નેતાનો યુવતિ સાથેનો અશ્લીલ વિડીયો વાયરલ

બુધવારે સાંજે ભાજપના નેતા ( bjp leader) અને બારડોલી ( bardoli) નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ ( Pornographic video virul) થતાં સમગ્ર બારડોલી પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. બારડોલીના ભાજપના નેતા અને  નગરપાલિકાના કાઉન્સિલરનો અશ્લીલ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. વીડિયો કોલ ( video call) માં ભાજપના નેતા નિર્વસ્ત્ર થઈને લલના સામે અશ્લીલ હરકતો કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

બુધવારે સાંજે ભાજપના નેતા અને બારડોલી નગરપાલિકાના કાઉન્સિલર દક્ષેશ શેઠનો યુવતી સાથેનો અશ્લીલ વીડિયો વાયરલ થતાં સમગ્ર બારડોલી પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.  દક્ષેશ શેઠ વોર્ડ નંબર -1ના કાઉન્સિલર છે. 1.50 મિનિટમાં વીડિયોમાં કાઉન્સિલર સામે યુવતી પહેલા પોતે નિર્વસ્ત્ર થઈ જાય છે. આ પછી કાઉન્સિલર પણ નિર્વસ્ત્ર થઈ અશ્લીલ ચેષ્ટા કરી રહ્યા છે.

નગરસેવક કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઈ ગયા
બુધવારે મોડી સાંજે નગરસેવક દક્ષેશ શેઠનો વીડિયો-કોલિંગ પર લલના સામે લાળ પાડતો વીડિયો વાઇરલ થતાં બારડોલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નગરસેવકના 1 મિનિટ 50 સેકન્ડના વીડિયોમાં સૌથી પહેલા લલના કપડાં ઉતારે છે. ત્યાર બાદ નગરસેવક કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઇ જાય છે. નગ્ન થયા બાદ યુવતી જે બીભત્સ ચેષ્ટા કરે છે એ જ નગરસેવક કરે છે.

વીડિયો વાઇરલ થતાં પાર્ટીની છબિ ખરાબ થઈ: જિ.ભાજપ-પ્રમુખ
સંદીપ દેસાઇ (જિ.ભાજપ-પ્રમુખ)એ જણાવ્યું હતું કે બુધવારે તેમનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં પાર્ટીની છબિ ખરડાતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય, એવું સંદીપ દેસાઈએ જણાવ્યું હતું.

બારડોલીમાં હનીટ્રેપમાં વેપારી બાદ નગરસેવ ફસાયો છે. નગરમાં ઘણા યુવકો ફસાયા હોવાની ચર્ચા છે. નગરમાં વધુ એક મોટું નામ હનીટ્રેપમાં ખુલે તેવી વાતો પણ દીવસ દરમિયાન ચર્ચાઇ છે. હનીટ્રેપમાં ફસાવતી ટોળકીને ઝબ્બે કરવા પોલીસ યોગ્ય આયોજન કરે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top