SURAT

મેહુલ બોઘરા હુમલા પ્રકરણ બાદ સોશિયલ મીડિયા પર છેડાયું ‘આઈ સપોર્ટ’ અભિયાન

સુરત(Surat): સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા પોલીસ ચોકીની નજીક વકીલ (Advocate) મેહુલ બોઘરા પર હપ્તાખોર પોલીસ (Police) દ્વારા હુમલાની (Attack) ચોંકાવનારી ઘટના સામે આવી હતી.આ ઘટના બાદ હવે મેહુલના સપોર્ટમાં સોશ્યલ મીડિયા (Social Media) ઉપર ”આઈ સપોર્ટ (I Support)મેહુલ બોઘરા’ના નામે અભિયાન છેડાઈ ગયું છે.અલગ-અલગ એકઉન્ટ ઉપર તેના સપોર્ટમાં પોસ્ટ પણ લોકોએ મૂકી હતી.

અલગ-અલગ વોટ્સઅપ ગ્રુપ-ઇન્સ્ટા ફેસબુક પર પોસ્ટ વાયરલ

વિવિધ વોટ્સઅપ ગ્રુપો ઉપરાંત ફેસબુક,ઇન્સ્ટા ઉપર એડવોકેટ મેહુલ બોઘરાના ફોટાની પોસ્ટ બહોળા પ્રમાણમાં વાયરલ થવા પામી હતી.કેટલાક યુઝરશોએ ઘટનાને વખોડી કાઢી હતી તો એકટલાંકે પોસ્ટ સાથે અલગ-અલગ કોમેનો પણ લખી હતી.આ સાથે તેની જૂની પોસ્ટ પણ વાયરલ થઇ હતી.અને યુઝરશોએ ‘આઈ સપોર્ટ મેહુલ બોઘરા’નું કેમપેઈનિંગ કરીને આ અભિયાનને ખુબ આગળ સુધી લઇ જવાની ટેગલાઈનો પણ લખી હતી.

જાણો શું હતો આખો ઘટના ક્રમ ?

સરથાણાના વકીલ મેહુલ બોઘરાને લોહીલુહાણ હાલતમાં સારવાર (Treatment) માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા છે. બોઘરાનો આક્ષેપ છે કે હપ્તા કેમ ઉઘરાવો છો એમ પૂછ્યું એટલે રોષે ભરાયા હતા અને રિક્ષામાંથી દંડા કાઢી મને માર્યા હતા.એડવોકેટ મેહુલ બોઘરાએ વીડિયો મેસેજ મારફતે જણાવેલી કેફિયત અનુસાર આજે સવારે લસકાણા પોલીસ ચોકી પાસે એક રિક્ષા આડી કરી ત્રણ પોલીસવાળા અને ત્રણ અન્ય ઈસમો વાહનચાલકોને અટકાવી હપ્તા ઉઘરાવી રહ્યાં હતાં ત્યારે પોતે ત્યાં જઈ તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હપ્તા કેમ ઉઘરાવો છો? એમ પૂછ્યું હતું ત્યારે સાદા કપડા પહેરેલા એક પુરુષે રિક્ષામાંથી દંડો કાઢી મારી પર હુમલો કરી દીધો હતો. બાઈકની પાછળ દોડી દોડી તે પુરુષે વકીલને દંડા માર્યા હતા. આ જીવલેણ હુમલામાં મને માથા અને ગરદનના ભાગે ઈજા પહોંચી હતી.

વધુમાં બોઘરાએ કહ્યું હતું કે, સરથાણા કેનાલ રોડ પર ટીઆરબી (TRB) સાથે મળી કેટલાંક અસામાજિક ઈસમો વાહનચાલકો પાસે ઉઘરાવતા હોય છે, તે અંગે ભૂતકાળમાં એક જાગૃત નાગરિક અને વકીલ તરીકે મેં ચેતવણી આપી હતી. ત્યારે મારે ઝઘડો થયો હતો. આ હપ્તાખોર ગેંગ સાજન ભરવાડ નામના ટીઆરબીના સુપરવાઈઝર દ્વારા ઓપરેટ કરાતી હોવાનો આક્ષેપ વીડિયો મેસેજમાં મેહુલ બોઘરાએ કર્યો છે. બોઘરાએ કહ્યું કે, અગાઉ મેં તેઓને ખુલ્લા પાડ્યા હતા ત્યારે જ તેઓએ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વર્દી ઉતરી જાય તો ભલે તને નહીં છોડીએ તેવા શબ્દો મને કહ્યા હતા. આજે જ્યારે ફરી તેઓ હપ્તા ઉઘરાવતા હતા અને હું તેનું શૂટિંગ કરતો હતો ત્યારે મારી પર ધમકી પ્રમાણે હુમલો કરી દીધો હતો.
.શહેરના એક એડવોકેટ પર જીવલેણ હુમલો થયો છે
આ સમગ્ર મામલો હવે સંવેદનશીલ બની ગયો છે. શહેરના એક એડવોકેટ પર જીવલેણ હુમલો થયો છે અને હુમલો પોલીસ દ્વારા કરાયો હોવાનો એડવોકેટ આક્ષેપ કરી રહ્યાં છે, ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું ચિત્ર ઉભું થયું છે. સામાન્ય જનતામાં પોલીસની છબી સુધારવા સતત પ્રયાસ કરતા સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે, ત્યારે હવે આ ઘટનામાં કસૂરવારો સામે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર શું પગલાં લે છે તે જોવું રહ્યું!

Most Popular

To Top