SURAT

સુરત: ભત્રીજી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર ફુવા અને ફુવાના ભાઈના થયા આવા હાલ

HTML Button Generator

સુરત: (Surat) કુંભારિયા ગામ ખાતે 17 વર્ષની ભાણી સાથે બળાત્કાર (Abuse) ગુજારીને ગર્ભવતી બનાવરના ફુવા અને ફુવાના ભાઈ તથા ફોઈને કોર્ટે કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. ભત્રીજી ગર્ભવતી (Pregnant) થતા તેને દવા આપીને ફોઈએ તેનો ગર્ભ ગેરકાયદેસર રીતે પડાવી નાખ્યો હતો.

  • ભત્રીજી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર ફુવા અને ફુવાના ભાઈને 20 વર્ષની સજા
  • ફોઈએ દવા પીવડાવી ભત્રીજીનો ગર્ભ પડાવી નાખતા તેને પણ 20 વર્ષની સજાનો હુકમ કરતી કોર્ટ

કેસની વિગત એવી છે કે કુંભારિયા ગામમાં 17 વર્ષિય નેહા (નામ બદલ્યું છે)ના માતા-પિતા ગુજરી જતા તે તેની ફોઈ સોનલના ઘરે રહેતી હતી. તેનો ફુવો ઇકરામઅલી ફરિયાદઅલી અંસારી (રહે. કુંભારિયા ગામ) અને ફુવાનો ભાઈ આરીફ ફરિયાદઅલી અંસારી (રહે.સણિયા હેમાદ ગામ) વર્ષ 2021ના મધ્યમાં આરોપી ઇકરામઅલી અને આરીફે નેહા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના કારણે નેહા ગર્ભવતી બની હતી. આ વાત તેણીએ ફોઈ સોનલને કરી હતી.

ત્યારે સોનલે બજારમાંથી દવા લાવીને નેહાને આપતા તેનો ગર્ભ પડી ગયો હતો. આમ સોનલે ગેરકાયદસર રીતે ગર્ભ પાડી નાખ્યો હતો. આ બાબતે નેહાના દુરના સગાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ (પોક્સો) ત્રીજા અધિક સત્ર ન્યાયાધીશ શકુંતલા નરેશ સોલંકીની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકાર તરફે એડવોકેટ ડી.વી.દવેએ મહત્તમ સજાની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી ઇકરામઅલી ફરિયાદઅલી અંસારી, આરીફ ફરિયાદઅલી અંસારી અને સોનલ ઇકરામઅલી અંસારીને કસુરવાર ઠેરવીને તમામ આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા અને ત્રણેય આરોપીઓને 1 લાખ રૂપિયાના દંડની સજાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top