World

વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો

નવી દિલ્હી: (New Delhi) ભારતીય ટીમના માજી કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 250 મિલિયન ફોલોઅર્સ સાથે એક નવો રેકોર્ડ (Record) બનાવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 250 મિલિયન ફોલોઅર્સ ધરાવતો તે વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો છે જ્યારે અન્ય રમતોને ધ્યાને લેતા સમગ્ર વિશ્વમાં તે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને આર્જેન્ટીનાના લિયોનલ મેસી પછી ત્રીજો ખેલાડી છે.

  • વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર 250 મિલિયન ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો
  • ઇન્સ્ટાગ્રામ પર વિશ્વમાં સર્વાધિક ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસી પછી વિરાટ ત્રીજા ક્રમે
  • ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મામલે વિરાટ કોહલી ભારતમાં પહેલા ક્રમે, તેના પછી 80.3 મિલિયન ફોલોઅર્સ સાથે શ્રદ્ધા કપૂર બીજા ક્રમે
  • અન્ય રમતોને ધ્યાને લેતા સમગ્ર વિશ્વમાં તે ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મામલે પોર્ટુગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને આર્જેન્ટીનાના લિયોનલ મેસી પછી ત્રીજો ખેલાડી

વિરાટ કોહલીના 250 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ થઈ ગયા છે. આવું કરનાર તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર બન્યો છે. તેના પહેલા 250 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સનો આંકડો બે ફૂટબોલ ખેલાડીઓએ હાંસલ કર્યો હતો. જેમાં 585 મિલિયન ફોલોઅર્સ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પહેલા ક્રમે જ્યારે 461 મિલિયન ફોલોઅર્સ સાથે લિયોનેલ મેસીને બીજા ક્રમે છે અને તેના પછી વિરાટનો નંબર આવે છે. માજી અમેરિકન રેસલર ડ્વેન જોન્સનને 380 મિલિયન લોકો ફોલો કરે છે પરંતુ આ આંકડો એટલા માટે પણ છે કારણ કે તે એક હોલીવુડ એક્ટર પણ છે. રમતવીરોમાં વિરાટ પછી 208 મિલિયન ફોલોઅર્સ સાથે બ્રાઝિલના નેમાર જૂનિયરનો નંબર આવે છે, આ યાદીમાં પાંચમા ક્રમે દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સ 153 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.

  • ઇન્સ્ટાગ્રામ પર સર્વાધિક ફોલોઅર્સ ધરાવતા ટોપ ફાઇવ ભારતીય
  • ખેલાડી પ્રોફેશન ફોલોઅર્સ
  • વિરાટ કોહલી ક્રિકેટર 250 મિલિયન
  • શ્રદ્ધા કપૂર અભિનેત્રી 80.3 મિલિયન
  • આલિયા ભટ્ટ અભિનેત્રી 77.1 મિલિયન
  • નરેન્દ્ર મોદી રાજકારણી 74.8 મિલિયન
  • નેહા કક્કર સિંગર 74.1 મિલિયન
  • ઇન્સ્ટાગ્રામ પર સર્વાધિક ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓ
  • ખેલાડી દેશ રમત ફોલોઅર્સ
  • ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પોર્ટુગલ ફૂટબોલ 585 મિલિયન
  • લિયોનલ મેસી આર્જેન્ટીના ફૂટબોલ 464 મિલિયન
  • વિરાટ કોહલી ભારત ક્રિકેટ 250 મિલિયન
  • નેમાર જૂનિયર બ્રાઝિલ ફૂટબોલર 208 મિલિયન
  • લેબ્રોન જેમ્સ અમેરિકા બાસ્કેટબોલ 153 મિલિયન

Most Popular

To Top