SURAT

‘ઘરે કોઈને કહીશ, તો તને કાપી નાખીશ’ કહી 16 વર્ષના છોકરાએ 6 વર્ષની બાળકીને અડપલાં કર્યાં

સુરત: (Surat) શહેરના ભરીમાતા રોડ પર આવેલી નહેરૂનગર ઝુપડપટ્ટીમાં રહેતા 16 વર્ષના કીશોરે પડોશમાં રહેતી 6 વર્ષની બાળકીને ઠંડુ પીવડાવવાની લાલચ આપી તેની ઉપર પાણી રેડી શારિરીક અડપલા કરી છેડતી (Teasing) કરી હોવાની ફરિયાદ (Complaint) ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરીમાતા રોડ પર આવેલી નહેરુનગર ઝુપડપટ્ટીમાં રહેતા 16 વર્ષીય અકરમ શેખે(નામ બદલ્યું છે) ગત 28 મે ના રોજ બપોરે પડોશમાં રહેતી 6 વર્ષની બાળકીને દુકાને લઈ જઈ ઠંડુ પીવડાવવાની લાલચ આપી હતી. બાળકીને સોડા પીવડાવી બાજુમાં રીક્ષામાં લઈ ગયો હતો. અને ત્યાં તેની ઉપર પાણી રેડી ગાલ પર કીસ કરી શારિરીક અડપલા કર્યા હતા. અને બાદમાં આ બાબતે ‘તારા મમ્મી પપ્પાને કઇ કહેશે તો તને ચપ્પુ વડે કાપી નાખીશ’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીએ આ અંગે બે દિવસ પછી તેની માતાને પડોશમાં રહેતા કીશોરે કરેલી હરકતોની જાણ કરી હતી. શ્રમજીવી પરિવારે આ અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

‘અગર તુ ચીલ્લાઈ, તો મેં ઇસકો ખતમ કર દુંગા’ કહીને પરિણીતાની છેડતી
સુરત: જહાંગીરપુરા ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતો 32 વર્ષીય રાસીદ મહેબુબ પઠાણ રીક્ષા ચલાવી પત્ની અને ત્રણ દિકરીઓનું ભરણપોષણ કરે છે. રાસીદ પઠાણની બિલ્ડીંગની સામે રહેતી 24 વર્ષીય આલીયા (નામ બદલ્યું છે) નો પતિ કેટરીંગનું કામ કરતો હોવાથી બે મહિનાથી બહાર ગામ છે. આલીયાનો પતિ રાસીદનો મિત્ર છે. આલીયા તેની સાસુ સાથે એકલી રહે છે. આલીયાને સંતાનમાં બે બાળકો છે. ગઈકાલે રાત્રે આલીયાની સાસુ ઘરને બહારથી બંધ કરીને અગાસી ઉપર સુવા માટે ગઈ હતી. ત્યારે રાત્રીના આશરે ત્રણેક વાગે રાસીદ આલીયાના ઘરમાં હાથમાં છરો લઇને ઘુસી આવ્યો હતો. આલીયા કઈ બોલે તે પહેલા રાસીદે તેના છોકરાના ગળા ઉપર છરો મુકી ‘તું અગર ચીલ્લાઇ તો મેં ઇસકો ખતમ કર દુંગા’ તેવુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ચુપ રહેતા આલીયાના શરીરે અડપલા કરી જાતીય સતામણી કરી હતી. દરમિયાન આલીયાએ તેનો પ્રતિકાર કરી પેટમાં લાત મારી હતી. રાસીદ હુમલો કરે તે પહેલા તેનો દિકરો જાગી જતા રડવાનું ચાલુ કરતા રાસીદ ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અંગે વધારે તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top