Entertainment

દેઓલ પરિવારમાં ખુશીનો માહોલ, કરણ અને દ્રિશા લગ્નગ્રંથિથી જોડાયા

મુંબઇ: સની દેઓલનો પુત્ર (Sunny deol) અને ધર્મેન્દ્રનો (Dharmendra) પૌત્ર કરણ દેઓલ (Karan deol) દ્રિશા આચાર્ય (Drisha acharya) સાથેના સંબંધોને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આજે તે અટકળો પર અંત આવ્યો છે. કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય આજે લગ્નગ્રંથિથી જો઼ડાયા છે. જેના કારણે દેઓલ પરિવારમાં આજે ખુશીનો માહોલ છે. એટલુ જ નહિ કરણના પિતા સની દેઓલ પણ આજે અલગ સ્વેગમાં દેખાયા હતા. દેઓલ પરિવારના તમામ સભ્યો લગ્નમાં ખૂબ જ ધૂમ મચાવતા જોવા મળ્યા છે. જો કે પૌત્રના લગ્નમાં દાદા ધર્મેન્દ્રે તો ખૂબ ધૂમ મચાવી પરંતુ હેમા માલિનીની ગેરહાજરી ચાહકોને ખૂબ ખટકી છે.

  • પિતા સની દેઓલ અને કાકા બોબી દેઓલનો દેખાયો સ્વેગ
  • દાદા ધર્મેન્દ્રે જાનમાં મયાવી ધૂમ
  • કરણ દેઓલના લગ્નમાં હેમા માલિની રહી ગેરહાજર

પૌત્રના જાનમાં ધર્મેન્દ્રએ મયાવી ધૂ્મ
પૌત્ર કરણ દેઓલના લગ્નમાં ધર્મેન્દ્ર ખૂબ જ ખુશ દેખાયા હતા. તેઓએ તેમના ડાન્સથી બારાતમાં તેજ વધાર્યું હતું. આ દરમિયાન તેઓ બ્રાઉન સૂટ અને માથા પર પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. તેમને જોઈને તમને તેમના જૂના દિવસો યાદ આવી જશે.

પિતા સની દેઓલ પણ દેખાયા ખુશ
પુત્ર કરણ દેઓલના લગ્નમાં પિતા સની દેઓલનો પણ અદભૂત સ્વેગ જોવા મળ્યો હતો. કરણ માટે આ તેમના જીવનનો નવો અધ્યાય છે. ‘ગદર’ અભિનેતા દીકરાની બારાતમાં લીલા અને સફેદ શેરવાનીમાં જોવા મળ્યા હતા. આ સાથે તેમણે માથા પર કિરમજી રંગનું સાફો બાંધીને લુક પૂરો કર્યો હતો.

સોશિયલ મીડિયા પર દેઓલ પરિવાર છવાયો
આ દરમિયાન દેઓલ પરિવારે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. કરણ દેઓલના લગ્નના વીડિયો સતત સામે આવી રહ્યા છે. અભિનેતાની જાન ગુરુદ્વારા પહોંચી હતી. લગ્ન સંપૂર્ણપણે પંજાબી રીતિ-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. સની દેઓલ, બોબી દેવ, અભય દેઓલ, ધર્મેન્દ્ર તેમજ સમગ્ર દેઓલ પરિવાર લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા. તેમના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.

સની દેઓલની વહુ ડાન્સ કરતી મંડપમાં પ્રવેશી
કરણ અને દ્રિશાના લગ્નના વીડિયો સતત સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ કરણની દુલ્હન દિશાએ ડાન્સ કરતા મંડપમાં પ્રવેશ કર્યો હતો.

Most Popular

To Top