Dakshin Gujarat

વનરક્ષકો હડતાળ પર જતાં વન્ય પ્રાણી અને વનોના રક્ષણ સામે પ્રશ્નાર્થ

વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના વન વિભાગમા ફરજ બજાવતા વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓ તેમની પડતર માગણીઓનું નિરાકરણ નહીં થતાં રાજ્યની સાથે તેઓ પણ રજા રિપોર્ટ (Leave report) મૂકી મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ (Strike) ઉપર ઉતર્યા છે. જેને લઇ જગલોમાં વન સુરક્ષા અને વન્ય પ્રાણીઓનું રક્ષણ, પેટ્રોલિંગ કોણ કરશે તેની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. નોંધનીય છે કે જંગલોનું રક્ષણ સહિત વિવિધ ફરજો બજાવતા વન વિભાગના વન રક્ષકો અને વનપાલ કર્મચારીઓ દ્વારા લાબા સમયથી ગ્રેડ પે સહિતની વિવિધ માગણીઓ સરકારમાં રજુઆત બાદ પણ કોઈ ઉકેલ નહીં આવતા રાજ્યની સાથે વલસાડ જિલ્લા કર્મચારીઓ દ્વારાં ગત ઓગસ્ટમાં આવેદનપત્ર વન અધિકારીને આપ્યું હતું.

ગુજરાત રાજ્ય વનરક્ષક અને વનપાલ કર્મચારી મંડળના વલસાડ નવસારી યુનિટના પ્રમુખ વસંત પાડવીએ જણાવ્યું કે અમારી ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓ સંદર્ભે મહામંડળના આદેશ મુજબ રાજ્યની સાથે મંગળવારથી તમામ કર્મચારીઓ રજા રિપોર્ટ મૂકી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે.

શું છે કર્મચારીઓની માંગણી
વન રક્ષક વર્ગ 3 ને 2800 ગ્રેડ પે અને વનપાલને 4200 ગ્રેડ પે, રજા પગાર આપવા, બે વર્ષની રજા કપાત, વન રક્ષક ભરતી, બઢતી અને રેશિયો 1.3 કરવો

દેદવાસણ વર્ગ શાળાની મુખ્ય શિક્ષિકા પર અવ્યવહારના આક્ષેપ સાથે આવેદન
અનાવલ: મહુવાના દેદવાસણ ગામની વર્ગ શાળાના મુખ્ય શિક્ષકના અવ્યવહાર, અનિયમિતતાના આક્ષેપો સાથે સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી મુખ્ય શિક્ષકની તાત્કાલિક બદલીની માંગ કરી છે. એ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના દેદવાસણના સરપંચ તેમજ ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવતાં જણાવ્યું કે, મહુવા તાલુકાના દેદવાસણ ઝાડી ફળિયા વર્ગ શાળામાં ફરજ બજાવતા દીપ્તિ પટેલનો વ્યવહાર અયોગ્ય હોય તેમજ શાળા સમયમાં પણ અનિયમિત હોવાની સાથે એસએમસીના સભ્યોને જાણકારી આપ્યા વિના જ સહી કરાવી લે છે. આ કારણોસર વાલીઓ આ શાળામાંથી બાળકોને ઉઠાવી લઈ અન્ય શાળામાં મૂકી દેતા હોય ત્યારે તાત્કાલિક ધોરણે આ મુખ્ય શિક્ષકની બદલી કરવાની માંગ કરવામાં આવી છે તેમ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top