Sports

બેન સ્ટોક્સનું વન ડે ક્રિકેટને ‘સાયોનારા’

લંડન : સ્ટાર ઇંગ્લીશ ઓલરાઉન્ડર (Allrounder) અને 2019ના વર્લ્ડકપ (Worldcup) ફાઇનલના હીરો બેન સ્ટોક્સે સોમવારે (Monday) વન ડે ક્રિકેટમાંથી (One day Cricket) નિવૃત્તિ (Retirement) લેવાનો આશ્ચર્યજનક નિર્ણય જાહેર કરીને કહ્યું હતું કે ત્રણે ફોર્મેટમાં રમવું તેના માટે શક્ય નથી. 31 વર્ષિય સ્ટોક્સ હવે આવતીકાલે મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે પોતાના ઘરઆંગણેના મેદાન ડરહમ પર પોતાની અંતિમ વન ડે ઇન્ટરનેશનલ રમશે. સ્ટોક્સની વન ડે ઇન્ટરનેશનલ કેરિયરને લોર્ડસમાં ન્યૂઝીલેન્ડ સામે 2019 વર્લ્ડકપ ફાઇનલમાં તેના પ્લેયર ઓફ ધ મેચના પ્રદર્શન માટે યાદ કરાશે. તેણે એ મેચમાં નોટઆઉટ 84 રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમ પોતાનો પહેલો 50 ઓવરનો વર્લ્ડકપ જીતવામાં સફળ રહી હતી. ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન સ્ટોક્સે 104 વન ડે મેચમાં 2919 રન બનાવ્યા છે અને બોલીંગમાં 74 વિકેટ પણ ઉપાડી છે.

  • વન ડે ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં સ્ટોક્સ બોલ્યો ત્રણે ફોર્મેટમાં રમવું તેના માટે શક્ય નથી
  • બેન સ્ટોક્સ આજે દક્ષિણ આફ્રિકાની સામે ડરહમના પોતાના ઘરઆંગણેના મેદાને અંતિમ વન ડે રમશે
  • બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન છે
  • દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી વનડે રમશે
  • 2019માં ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ વિજેતા બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના નિવેદનમાં સ્ટોક્સના હવાલાથી એવું કહેવાયું હતું કે હું મંગળવારે ડરહમમાં ઇંગ્લેન્ડ વતી મારી પોતાની અંતિમ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમીશ. મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે આ એક ખુબજ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. મેં મારા સાથીઓની સાથે ઇંગ્લેન્ડ વતી રમવાની દરેક પળનો આનંદ માણ્યો છે. અમારો પ્રવાસ જોરદાર રહ્યો છે. તેણે કહ્યું હતું કે જેટલો મુશ્કેલ આ નિર્ણય રહ્યો છે તેટલું એ સત્ય પચાવવું મુશ્કેલ નથી કે હું હવે આ ફોર્મેટમાં મારા સાથીઓને 100 ટકા આપી શકવા સક્ષમ છું. તેણે કહ્યું હતું કે મારા માટે ત્રણે ફોર્મેટમાં રમવું શક્ય નથી.

Most Popular

To Top