National

અમરનાથની ગુફામાં શિવલિંગ સંપૂર્ણપણે પીગળી ગયું, ભક્તોમાં નિરાશા

ઉત્તરાખંડ: અમરનાથ (Amarnath) ગુફાની તસવીરો (Photo) સામે આવી રહી છે. જે અનુસાર ગુફામાં રહેલું શિવલિંગ (Shivling) સંપૂર્ણપણે પીગળી (Melt) ગયું છે. મળતી માહિતી મુજબ અમરનાથ યાત્રા 12 ઓગસ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે. પરંતુ હવે ભકતો દર્શન કરવા જાય માટે તે પહેલા ગુફામાં સ્થિત શિવલિંગ પીગળી ગયું છે જેના કારણે ભક્તો અમરનાથની ગુફામાં શિવલિંગના દર્શન કરી શકશે નહીં. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ કરવામાં આવી હતી. તેમજ આ વખતે અમરનાથ યાત્રા 12 ઓગસ્ટે પૂરી થશે.

મળતી માહિતી મુજબ શિવલિંગ પીગળવાના કારણો ધણાં છે. જેમાં તાપમાનમાં એકાએક થયેલ વધારો અને મુસાફરોની ભીડના કારણે શિવલિંગ પીગળી ગયું છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આવી ઘટના પ્રથમવાર ધટી નથી. છેલ્લા કેટલાક સમયથી એવી ઘટના ધટી રહી છે કે ભકતોની યાત્રા પૂર્ણ થાય તે પહેલા જ બર્ફીલું શિવલિંગ પીગળી જાય છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 1.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથની ગુફામાં સ્થિત બર્ફીલા શિવલિંગના દર્શન કર્યા છે.

તાજેતરમાં અમરનાથમાં કુદરતી આફતના કારણે સ્થિતિ વધુ વણસી હતી. વાદળ ફાટવાના કારણે 16 લોકોના મોત થયા હતા. જ્યારે 40 લોકો ગુમ થયા છે. યાત્રા દરમિયાન કુદરતી કારણોસર 8 યાત્રાળુઓના મોત થયા છે. જેના કારણે શ્રદ્ધાળુઓના મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે. વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં અનેક તંબુઓ પણ ધોવાઈ ગયા હતા. એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા યુદ્ધના ધોરણે રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઘટના પછી પંજતરનીથી અમરનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા પંજતરનીથી પવિત્ર ગુફામાં પહોંચી રહ્યા હતા. દર્શન કર્યા બાદ ભક્તો આ માર્ગેથી પરત પણ ફરી રહ્યા હતા. છેલ્લા બે વર્ષથી કોવિડના કારણે બંધ રહ્યા બાદ આ વખતે અમરનાથ યાત્રા 30 જૂને શરૂ થઈ હતી, પરંતુ 8 જુલાઈએ અમરનાથની ગુફા નજીક જ વાદળ ફાટવાના કારણે પૂર આવ્યું હતું. જેના કારણે યાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ 11મી જુલાઈથી યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ મળતી માહિતી મુજબ શિવલિંગ પિગળી જવાને કારણે હવે ભક્તોને બાબા બર્ફાની દર્શન મળી શકશે નહીં.

Most Popular

To Top