Sports

આયરલેન્ડ સામેની સીરિઝમાં રમેલી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પહેલી ટી-20 રમશે

નવી દિલ્હી : ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચેની એકમાત્ર ટેસ્ટ (Test) પહેલી જુલાઇથી (July) શરૂ થઇને પાંચમી જુલાઇ સુધી ચાલવાની છે અને તે પછી ટી-20 સીરિઝ 7મી જુલાઇથી શરૂ થઇ રહી છે. આ સ્થિતિમાં પસંદગીકારોએ ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ સ્ટાર ખેલાડીઓને (Star Players) ત્રણ દિવસનો આરામ આપીને પહેલી ટી-20માં આયરલેન્ડ સામે રમેલી ટીમને જ મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે, આ ખેલાડીઓને બીજી ટી-20થી ટીમમાં સામેલ કરી લેવાશે.

  • પસંદગીકારોએ ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓને ત્રણ દિવસનો આરામ આપીને હાર્દિકની આગેવાનીવાળી ટીમ ઉતારવાનો નિર્ણય કર્યો
  • પહેલી ટી-20 હાર્દિકની આગેવાનીવાળી ટીમ રમશે તે પછી બીજી ટી-20થી રોહિત, કોહલી, બુમરાહ, પંત અને જાડેજા ટીમમાં વાપસી કરશે

બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે આયરલેન્ડ સામે જે ટીમ બે ટી-20માં રમી છે તેને પહેલી ટી-20માં જાળવી રાખવામાં આવશે અને તે પછી બીજી ટી-20થી તમામ સ્ટાર ખેલાડીઓ રોહિત, વિરાટ, બુમરાહ, પંત અને જાડેજા ટીમમાં વાપસી કરશે, જો કે તેમણે રોહિત બાબતે કહ્યું હતું કે તે ફિટ હશે તો બીજી ટી-20થી રમશે. એકવાર આ તમામ આરામ કરી લેશે પછી તેઓ વ્હાઇટ બોલ ક્રિકેટની નિયમિત ટીમનો ભાગ બની જશે, પરંતુ આયરલેન્ડ સામેની સીરિઝમાં ભાગ લેનારી ટીમના મોટાભાગના ખેલાડીઓ ટી-20 સીરિઝના અંત સુધી ટીમ સાથે જળવાયેલા રહેશે.

પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમ સંયોજનમાં માત્ર એક જ મૂંઝવણ, અશ્વિન કે શાર્દુલ
ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની ઇલેવન લગભગ નક્કી છે. જેમાં 10 ખેલાડીઓના સ્થાન પાકાં થઇ ચૂક્યા છે અને એકમાત્ર મૂંઝવણ એ છે કે બીજા સ્પીનર તરીકે રવિચંદ્રન અશ્વિનને રમાડવો કે પછી ઝડપી બોલીંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને રમાડવો. ટીમ સંયોજન પર નજર નાંખવામાં આવે તો પાંચ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે ચેતેશ્વર પુજારા, શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી અને ઋષભ પંતના નામ આવે છે. ત્રણ ઝડપી બોલર તરીકે જસપ્રીત બુમરાહની સાથે મહંમદ શમી અને મહંમદ સિરાજની પસંદગી આપોઆપ થઇ ચૂકી છે, એક સ્પીનર તરીકે રવિન્દ્ર જાડેજાનું નામ પણ સામેલ છે અને બાકી બચેલા એક સ્થાન માટે અશ્વિન અથવા શાર્દુલમાંથી કોઇ એકનો સમાવેશ થશે.

Most Popular

To Top