Dakshin Gujarat

સાઉથ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના યુવાનનું મોત, 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

ભરૂચ: (Bharuch) સાઉથ આફ્રિકાના (South Africa) જાંબિયામાં માર્ગ અકસ્માતમાં (Accident) ભરૂચના મૂળ જંબુસરના કાવીના આશાસ્પદ યુવાનનું કરૂણ મોત થતા આખા ગામમાં શોકાતુરનું મોજુ ફરી ગયું છે. હાલ પાલેજ રહેતા મૂળ કાવીના પઠાણ સાઉથ આફ્રિકા વર્ક પરમીટ પર ગયા હતા. યુવાનનું મોત થતાં 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

  • આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં ભરૂચના યુવાનનું મોત, માદરે વતન જંબુસરના કાવીમાં ભારે શોકનું મોજું
  • જાંબિયામાં કન્ટેનર સાથે મોપેડ ભટકાતા સલમાન પઠાણનું મોત થતા 3 પુત્રોએ પિતાનું છત્ર ગુમાવ્યું
  • હાલ પાલેજ રહેતા મૂળ કાવીના પઠાણ સાઉથ આફ્રિકા વર્ક પરમીટ પર ગયા હતા

મૂળ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના વતની અને હાલ પાલેજ રહેતા સલમાન બશિર પઠાણ વર્ષ-૨૦૨૧-૨૨ માં વર્ક પરમીટ ઉપર દક્ષિણ આફ્રિકા ગયા હતા. સલમાન પઠાણ નોકરી માથી પરત થતી વેળાએ જાંબિયા તરફ મોપેડ પર જઈ રહ્યા હતા એ વેળા તેમના મોપેડને કન્ટેનરે જોરદાર રીતે અડફેટે લઇ લીધું હતું. સલમાન પઠાણને ગોઝારા અકસ્માતમાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેઓના મોતથી ત્રણ સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. આ સમાચાર વાયુવેગે તેમના ગામમાં પહોચતા તેના પરિજનો અને ગ્રામજનોમાં માતમ છવાઈ ગયો હતો.

જંબુસરની નવયુગ વિદ્યાલયમાંથી ફોરેસ્ટ વિભાગે સાપનું રેસ્ક્યુ કર્યું
ભરૂચના જંબુસરની નવયુગ શાળામાં આજે સવારે મેદાનમાં સાપ આવી જતા તાત્કાલિક અસરથી શાળાના પ્રિન્સિપાલે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સાપનું રેસ્ક્યુ કરી તેને અન્ય જગ્યાએ છોડવામાં આવ્યો હતો. જંબુસરના નવયુગ વિદ્યાલયમાં આજે સવારે અચાનક જ મેદાનમાં સાપ આવી જતા શાળા પરિવારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સાપ વરસાદી માહોલ હોવાના કારણે આસપાસના વિસ્તારમાંથી આવી ગયેલ હોય જેને સેવક વિક્રમસિંહ ગોહિલે આચાર્યને જાણ કરતા નવયુગ વિદ્યાલયના આચાર્યએ તાત્કાલિક અસરથી જંબુસર ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી અનિલભાઈ તાબડતોબ શાળાએ પહોંચ્યા હતા. શાળાએ પહોંચી સાપનું રેસ્ક્યુ કરી સાપને અવાવરૂ જગ્યાએ છોડ્યો હતો.
નોંધનીય છે કે જંબુસરની નવયુગ વિદ્યાલયમાં કોઈ કારણસર સાપ આવી ગયેલ હોય જેને શાળાના પ્રિન્સિપાલે સમય સૂચકતા વાપરી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ન પ્રસરે તે પૂર્વે જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક કરી સાપનુ રેસક્યું કર્યું હતું જેથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ સુવ્યવસ્થિત રીતે કરી શક્યા હતા.

Most Popular

To Top