Entertainment

સોનમની ફિલ્મ ‘રાંઝણા’ ને 8 વર્ષ પુરા થયાં

સોનમ કપૂર અને ધનુષનો જોરદાર અભિનય તમે  ફિલ્મ ‘રાંઝણા’ માં જોયો હતો અને ફિલ્મમાં અભય દેઓલ પણ હતો.આનંદ એલ રાયની ફિલ્મમાં આદર્શ અને સંઘર્ષને ખૂબ જ સહજતાથી સોનમે નિભાવ્યો હતો. સ્વપ્ન જોતી એક નાના શહેરની યુવતી સાથે કોઈના પ્રેમમાં પડ્યા વગર પોતાના નિર્ણય ઉપર મક્કમ રહેનારી , પાવરહાઉસ પરફોર્મન્સ સાથે એક શક્તિશાળી મહિલાની ભૂમિકાને ન્યાય આપ્યો હતો. આજથી આઠ વર્ષ પહેલા આનંદ એલ રાયની બ્લોકબસ્ટર ફિલ્મ ‘રાંઝણા’ દેશભરના સિનેમાઘરમાં પ્રદર્શિત થઈ હતી.

પ્રેમ બનામ જુનુંન , વિધાર્થીઓની રાજનીતિ અને સાંપ્રદાયિક મુદ્દા ઉપર સ્ટેન્ડ લેતા સોનમે આ ફિલ્મમાં ઉત્કૃષ્ઠ અભિનય આપ્યો હતો જે આજે પણ પ્રાસંગિક છે. પોતાની બહુમુખી પ્રતિભા માટે જાણીતી સોનમ એક ચુલબુલી કિશોરીથી લઈ એક જાગૃત છાત્ર કાર્યકર્તા અને ચતુર રાજનેતાના રૂપમાં પોતાની ભૂમિકાને સર્વશ્રેષ્ઠ રીતે ભજવી હતી.હવે સોનમ તેની આગામી ફિલ્મ ‘બ્લાઈન્ડ’ માટે તૈયારી કરી રહી છે. સુજોય ઘોષ અને શોમ મખીજા આ ફિલ્મને બનાવી રહ્યા છે.

Most Popular

To Top