Comments

તો ભારત આવતીકાલે વિચારે છે

નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષનાં સૂત્રો સંભાળ્યાં ત્યાર પછી ૨૦૧૪ થી તેમના પક્ષનો વિજયરથ સડસડાટ દોડી રહ્યો છે. એક વખત એવો હતો કે તેમનો પ્રભાવ માત્ર ઉત્તર અને પશ્ચિમમાં હતો. હવે તેમણે પૂર્વ અને દક્ષિણમાં પણ પ્રભાવક પગપેસારો કર્યો છે. નરેન્દ્ર મોદીએ પોતાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા જાહેર કરી તે પહેલાં બહુ ઓછાને લાગ્યું હતું કે ભારતીય જનતા પક્ષ બંગાળમાં બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બનશે અને આસામમાં પોતાની સરકાર રચશે. તેલંગણામાં પણ તેણે કાઠું કાઢયું છે, પણ આ ચૂંટણી વિજયની શાસન પર શું અસર પડી?

ભારત આર્થિક, સામાજિક, નૈતિક અને સંસ્થાકીય રીતે ભૂલું પડયું છે. નોટબંધી અને જીએસટીએ અર્થતંત્રનો દાટ વાળ્યો છે અને બાકી હતું તે મહામારીએ ફટકો માર્યો. મહામારીમાં મોદીની નીતિઓએ વધુ જફા પહોંચાડી. મોદીના રાજમાં થોડા મૂડીપતિઓના હાથમાં સંપત્તિની જંગી અને ચોંકાવનારી જમાવટ થઇ અને ગરીબોને મજૂરી પણ મળતી ઓછી થઇ ગઇ. બેકારી વધી. આમ પણ આપણા સામાજિક તાણા-વાણા પીંખાયેલા હતા તેમાં ગૃહપ્રધાન અમિત શાહની મુસ્લિમોને કલંકિત કરવાનું કામ શરૂ થયું અને આપણા સૌથી વધુ વસ્તીવાળા રાજય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ તે ઉપાડી લીધું.

આપણી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ / સંસ્થાઓના વાઇસ ચાન્સેલરો / ડિરેકટરો વગેરેની નિમણૂક કાબેલિયત પ્રમાણે નહીં પણ વિચારધારાના અનુસરણ પ્રમાણે થવા માંડી. સ્વતંત્ર રહેવાને સર્જાયેલી કેટલીક સંસ્થાઓ હિંદુત્વની વાહક બની. એક તરફ આખા દેશમાં મોદીના પક્ષનો જયજયકાર થાય છે અને બીજી તરફ લોકશાહીના પાયા હચમચી ગયા છે. ભારતીય જનતા પક્ષ ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી પણ જીતી જાય એવી સંભાવના છે કારણ કે આ પક્ષ પાસે નાણાંકીય સાધનો, વૈચારિક પ્રતિબધ્ધતા, સંગઠનની તાકાત અને રાજયની સંસ્થાઓ પણ નિયંત્રણ કે વિશ્વસનીય વિરોધ પક્ષ નથી. આ સંજોગોમાં વિજયના કેફમાં વહીવટ પ્રત્યે બેતમા થવાય જ એમાં કોઇ નવાઇ નથી.

જયોતિ બસુ અને માર્કસવાદી પક્ષે બંગાળમાં જે સામ્રાજય જમાવ્યું હતું તેવું સામ્રાજય મોદી રાષ્ટ્રીય સ્તરે જમાવવા માંગે છે. બસુ પણ ચૂંટણી જીતવામાં કાબેલ હતા પણ વહીવટમાં નહીં. અન્યથા બંગાળ આજે ભારતમાં સૌથી વિકસિત રાજય બની ગયું હોત. કામદાર સંઘોને અમર્યાદ સત્તા આપી, પક્ષના કાર્યકરો અને નેતાઓ અમલદારો પર દાદાગીરી કરવા માંડયા, મૂડીવાદીઓને રાક્ષસ તરીકે રાજી કરવા માંડયા. રાજયનું અર્થતંત્ર સ્થગિત થઇ ગયું, રાજયમાંથી મોટી મોટી કંપનીઓ ઉચાળા ભરવા માંડી. બુધ્ધિજીવી માણસોને જીવવું ભારે પડવા માંડયું એટલે તેઓ પણ ઉચાળા ભરવા માંડયા. પહાડી વિસ્તારમાં આવેલ અને સામંતશાહીના યુગમાં જીવનાર પછાત બંગાળ આજે પણ શિક્ષણ, આરોગ્ય અને ખેતીના ક્ષેત્રે પછાત છે. કેરળમાં આ જ માર્કસવાદી પક્ષે સામાજિક જાગૃતિ જોઇ શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપ્યું.

બંગાળમાં માર્કસવાદી પક્ષ કેમ જીત્યા કર્યો? તેના કાર્યકરો અસંખ્ય અને વ્યાપક તેમજ પક્ષને સમર્પિત હતા. બંગાળના ગૌરવ તરીકે પક્ષને રજૂ કરી કેન્દ્ર સરકાર ઓછું આપતી હોવાની ફરિયાદ ચાલુ રાખી. એક કાળે માર્કસવાદી પક્ષની કટ્ટર હરીફ કોંગ્રેસ પાર્ટી હતી. આજે તૃણમૂલ કોંગ્રેસ છે. તેણે કેન્દ્રના શાસક ભારતીય જનતા પક્ષને આઘો રાખવાની કોશિશ કરી છે અને રોજગારી, જવાન માલિકી સહિતના લાભો લોકોને આપ્યે રાખ્યા છે. જો કે જયોતિ બસુએ વ્યકિતપૂજા કરાવવાનો પ્રયાસ નથી કર્યો. તેને લઘુમતીઓના હકકના રક્ષણની મોદી કરતાં વધુ પડી છે. આમ છતાં રાજયની પ્રગતિને રૂંધવાથી જેટલાં લોકોને નુકસાન થાય છે તેનાથી અનેક ગણા લોકોને દેશનો વિકાસ રૂંધવાથી નુકસાન થાય છે. બીજો મોટો તફાવત એ છે કે કેન્દ્રમાં મોદીનો ભારતીય જનતા પક્ષ સત્તા પર છે અને તે રાજકીય હરીફોને હેરાન કરવા તપાસ સંસ્થાઓ પર દબાણ લાવી રહ્યો છે. ‘ઇન્ડિયન એકસપ્રેસ’નો એક હેવાલ જણાવે છે કે ૨૦૧૪ પછી સી.બી.આઇ.ના દરોડા સાથે પકડાયેલા ૯૫% લોકો હરીફ રાજકીય પક્ષના નેતા છે.

કેન્દ્ર સરકારે મોદી શાહના નેતૃત્વમાં ચૂંટણી બોન્ડ બહાર પાડીને અને નિષ્પક્ષ મીડિયા ચેનલોને ધાકધમકી આપીને રાજકીય પ્રક્રિયા પોતાના તરફે કરવાનો પ્રયાસ કર્યો છે. સાચું બોલનાર પત્રકારોની પણ ધરપકડ કરી આ પ્રક્રિયા ચાલુ રાખી છે. બંગાળે બતાવ્યું છે કે ધારાસભાની ચૂંટણી એક પછી એક જીતવી એ સુશાસનની કે સમાજકલ્યાણની બાંહેધરી નથી. ભારતીય જનતા લોકસભાની ચૂંટણી વધુ વાર જીતે તો તે આધુનિક ભારતની એક સરસ ગાથા બને, પણ એક જ પક્ષ કેન્દ્ર અને રાજયોમાં સર્વત્ર વિજેતા થયા જ કરે તો તે ઘમંડી બની જાય, આત્મસંતોષી બની જાય અને વહીવટમાં બેતમા બની જાય. બંગાળ આજે જે વિચારે છે તે ભારત આવતી કાલે વિચારે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top