Entertainment

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને મોટી રાહત, રૂપિયા 200 કરોડની ઠગાઈના કેસમાં કોર્ટે..

પટિયાલા: રૂપિયા 200 કરોડની છેતરપિંડીના કેસમાં બોલિવુડની (Bollywood) અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું (JacquelineFernandez) નામ ઉછળ્યું છે. આ કેસમાં જેકલીનની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, અભિનેત્રીની સ્ટાઈલિશ લિપાક્ષી સુધી તપાસનો દોર પહોંચ્યો હતો. આ તમામ પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એવો પણ દાવો કર્યો હતો કે જેકલીનનું ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કનેક્શન છે, ત્યારબાદ અભિનેત્રીને પટિયાલા હાઉસ કોર્ટે (PatialaHouseCourt) સમન્સ પાઠવ્યું હતું. તેથી જેકલીન પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી.

જેકલીનના વકીલે તેના માટે પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે પણ જેકલીનની જામીન અરજી પર ED પાસેથી જવાબ માંગ્યો હતો. ત્યાં સુધી તેના નિયમિત જામીન કોર્ટમાં પેન્ડિંગ છે. જેકલીનના વકીલની વિનંતી પર કોર્ટે જેકલીનને 50,000 રૂપિયાની મુચરકા પર વચગાળાના જામીન આપ્યા છે.

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં દિલ્હીમાં ઈકોનોમિક ઓફેન્સ વિંગે જેકલીનની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ લગભગ 15 કલાક સુધી ચાલી હતી, જેમાં જેકલીનને ઘણા ગંભીર પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. આ બધા વચ્ચે, EDએ તેની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જેકલીન પણ 200 કરોડની રિકવરી કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્યું છે. અનેક સાક્ષીઓ અને પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યા છે.

જેકલીન ફર્નાન્ડિઝે સ્વીકાર્યું હતું કે તેણે ઠગ સુકેશ પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ્સ લીધી હતી. જેકલીન સિવાય આ કેસમાં નોરા ફતેહી અને નિક્કી તંબોલી સહિત અન્ય કેટલીક અભિનેત્રીઓના નામ પણ બહાર આવ્યા હતા. બંને અભિનેત્રીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 200 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપી સુકેશ ચંદ્રશેખર હાલ દિલ્હીની જેલમાં બંધ છે અને તેની સામે 10થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. 

શું છે સમગ્ર મામલો?
સુકેશ ચંદ્રશેખરને ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંઘ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ લોકો પાસેથી કથિત રીતે છેતરપિંડી અને ખંડણી માટે ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચંદ્રશેખર સાથેના કથિત સંબંધો બદલ બોલિવૂડની અનેક હસ્તીઓ અને મોડલની પૂછપરછ કરી છે. ગયા વર્ષે એપ્રિલમાં ચંદ્રશેખરને 2017ના ચૂંટણી પંચના લાંચ કેસથી સંબંધિત અન્ય મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં AIADMKના ભૂતપૂર્વ નેતા કથિત રીતે સામેલ હતા.

Most Popular

To Top