Vadodara

સ્માર્ટસિટી વડોદરા : શહેરમાં દર ત્રીજા ઘરે ડેન્ગ્યુ, ચીકનગુનિયા, મેલેરિયાના દર્દીના ખાટલા

વડોદરા : વડોદરા શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગોએ માથું ઊંચક્યું છે. એક સોસાયટીમાં દર ત્રીજા ઘરે બીમારી ઘુસી ગઈ છે.અગાઉ સ્થાયી અધ્યક્ષ નગરચર્યાએ નીકળ્યા હતા અને નાગરિકોને દબાણો નહીં કરવા તે માટે સમજણ આપી હતી .તો પ્રથમ નાગરિક કેવી રીતે બાકી રહી જાય જેને લઈને આજે મેયર પણ નગરચર્યાએ નીકળ્યા હતા. જોકે નાગરિકો તંત્રના કામગીરીથી સનતુષ્ટ નથી તે સાબિત થાય છે. આ જે સમસ્યા છે એ સામાન્ય સમસ્યા નથી ફક્ત સોશિયલ મીડિયામાં ફોટા મુકવા માટે મેયર અને સ્થાનિક કોર્પોરેટરો દેખાડો બંધ કરો અને પ્રજાને બેવકૂફ ના બનાવો.

કોરોના સમયે જેવી રીતે ધન્વંતરી રથ બહાર કાઢવામાં આવ્યો હતો તેવી રીતે હવે ધનવંતરી જ શહેરના વિસ્તારોમાં ફરવા આવો જોઈએ. મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરી રહ્યું છે પરંતુ સ્માર્ટ સિટીના નામે શહેરમાં માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ પેપર વર્ક કરીને સ્માર્ટ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. મહાનગરપાલિકા નાગરિકો પાસે વેરા વસુલ કરે છે પરંતુ વેરાનું વળતર નાગરિકોને આપવામાં આવતું નથી. મહાનગરપાલિકા નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ગયું છે પીવાનું ચોખ્ખું પાણી આપી શકતી નથી ,નાગરિકો રોડ રસ્તા ઉબડ ખાબડ રોડ છે 500 મીટર રોડ પણ શહેર માં સારો નથી, જ્યાં જોવો ત્યાં ડ્રેનેજ ઉભરાય છે વગર વરસાદે વરસાદી જેવો માહોલ થઈ જાય છે.

હવે વડોદરા નગરી એ મચ્છર નગરી બની રહી છે. નાગરિકો કોરોના થી ત્રસ્ત હતા અને હજુ પણ ત્રસ્ત છે ત્યારે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગોએ માથું ઉચક્યું છે. શહેરમાં ઠેર-ઠેર ઘંટીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે એક એક સોસાયટીમાં દર ત્રીજા ઘરે બીમારી ઘૂસી ગઈ છે. ઘરે ઘરે ખાનગી ડોક્ટરો દ્વારા સારવાર લેવામાં આવી રહી છે અને વધુ સારવાર માટે નાગરિકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. લેબોરેટરીમાં ટેસ્ટિંગ ખાનગી હોસ્પિટલ નો ખર્ચ દાખલ થયા એનો ખર્ચ થી નાગરિકોનું બજેટ ખોરવાયું છે. આ રોગ નાગરિકો માટે ત્રાસ દાયક થઈ ગયો છે.

ખાનગી ડોક્ટરોને ઘી-કેળા થઈ ગયા છે. જેમ પાલિકા કોરોનાના આંકડા છુપાવતું કેવી રીતે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને વાઇરલ ઇન્ફેકશનના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. શહેરના જે તે વિસ્તારમાં, સોસાયટીમાં નાગરીકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. તેની સીધી સીધી જવાબદારી સ્થાનિક વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની બને છે. આ વોર્ડમાં મચ્છરનો ઉપદ્રવ નિયંત્રણ કરવાની કામગીરી કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવાની જિમ્મેદારી amc અથવા મ્યુનિસિપલ કમિશનરની બને છે. સ્માર્ટસિટીમાં જો મચ્છરની સ્પર્ધા થાય તો વડોદરા અવલ નંબરે આવે. ફોગીગ અને જંતુનાશક દવા માટે ફાઇલેરિયા ડિપાર્મેન્ટ ની સીધી જવાબદારી છે. મોટાભાગની સોસાયટીમાં 12 મહિનામાં 2 વાર ફોગિંગ થતું નથી. ફોગિંગ થતું નથી કેટલીક સોસાયટીઓ તો એવી છે કે છેલ્લા 5 કે 7 વર્ષથી ફોગીગ વાળા ને જોયા પણ નથી.

નાગરિકો સ્માર્ટ સિટીમાં વરસાદી પાણી અને ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત

શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડીયા શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકોની મહાનગરપાલિકા લગત પ્રશ્નો ફરીયાદો બાબતે વિસ્તારની મુલાકાત લઇ તેના નિરાકરણ પગલાં લે છૅ, જે મુજબ આજે વાઘોડિયા ડભોઇ રિંગ રોડ વિસ્તારની મુલાકાત લીધી હતી તેમાં વૈકુંઠ સોસાયટી પ્રથમ રેસીડેન્સી આદિત્ય સોસાયટી વગેરે સ્થળ પર ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેના આયોજનની અધિકારીઓ સાથે પરામર્શ કરી પાણી નિકાલ માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. અને જે સ્થળો પર પાણી ભરાયા છે ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા આરોગ્ય વિભાગને સૂચના આપી હતી.  વરસાદી પાણી તેમજ ઘટના પ્રશ્નો નિકાલ લાવવા માટે મેયર નાગરિકોને વિશ્વાસ અપાવ્યો હતો. હજુ પણ નાગરિકો સ્માર્ટ સિટીમાં વરસાદી પાણી અને ડ્રેનેજ ની સમસ્યા થી ત્રસ્ત છે તેવું સાબિત થાય છે.

Most Popular

To Top